Wednesday, 13 November 2024

શેર માર્કેટ - રણ નીતિ : કનુભાઈ દવે

વિરમગામના આદરણીય જેઠાલાલ શાસ્ત્રીજીના પુત્ર કનુભાઇ જે. દવે દર સોમવારે દિવ્ય ભાસ્કર દૈનિકની વ્યાપાર વાણિજ્ય પૂર્તિમાં અભ્યાસ લેખ લખે છે.
તેમના સાહિત્યનો વિવેક બુધ્ધિથી ઉપયોગ કરી આપ પણ શેર માર્કેટમાં રસ ધરાવતા હોય તો અવશ્ય અમારી સાથે જોડાઈને આર્થ લાભ લઈ શકો છો.

વિશેષ જાણકારી અને સમજ માટે અમો ટુંક સમયમાં એક વેબીનાર પણ યોજનાર હોય આપને રસ હોય તો જરૂર આપનું સમર્થન આપશો.

કનુભાઈ નિયમિત દિવ્ય ભાસ્કરમાં આર્ટિકલ લખે છે તેનો એક આર્ટિકલ આપની જાણ સારું


Tuesday, 19 December 2023

ધીરજ

ધીરજ ધક્કો મારવાનું નહીં, પરંતુ જીવન રમતની રાહ જોવાનું અને પ્રશંસા સાથે વિવેક કરવાનું શીખવે છે, 
એ જાણીને સમજીને જીવીશું તો સમય જતાં જીવન બદલાઈને પલ્લવિત થઈજશે.

Thursday, 14 December 2023

અમેરિકા અક્ષરધામ મહોત્સવ


અમેરિકા અક્ષરધામ મહોત્સવ અંતર્ગત કોઈપણ વિડિયો જોવાની બાકી હોય તો આ લીંક દ્વારા જોઈ શકાશે.

Murti Pratishtha Ceremony Click

Celebrating Sanatan Dharma Click

Celebrating Indian Culture Click

Diksha Ceremony Click

Celebrating Values & Non-Violence Click

Celebrating Women’s Contribution Click

Murti Pratishtha Ceremony Click

Celebrating Interfaith Harmony Click

Celebrating Community Click 

Celebrating “In The Joy Of Others” (Pramukh Swami Maharaj Day) Click

Celebrating Spiritual Legacy (Mahant Swami Maharaj’s Birthday Celebrations) Click

Akshardham Murti Pratishtha Ceremony (Finale) Click 

Grand Dedication Ceremony Click


 જય સ્વામિનારાયણ
source: WhatsApp 

Tuesday, 12 December 2023

Think in new way

તમે જ તમારા વિચારો તમને તમારા ભાગ્યના નિર્માતા છો.

આજથી નવી રીતે વિચારો અને તમે નવા વ્યક્તિ બનશો. 

Give to the best you have
Best will come back to you
                - Narendra Rathod 
બધાને સુખ આપો અને તમે શાંતિથી જીવશો.  તમારા મનની શાંતિ, તમારી આસપાસની શાંતિની દુનિયા બનાવશો.
All the Best 👍

Sunday, 10 December 2023

બિલ્લી આવે તો ભાગ જાનાં....

બિલ્લી આવે તો ભાગ જાનાં....
એવો પ્રાપ્તિનો વિચાર થાય છે !!!!!!!

એટલે કે..
સર્વોપરી પૂર્ણ પુરુષોત્તમ નારાયણ સર્વના કર્તા કારણ અને નિયંતા ભગવાન સ્વામિનારાયણ છે
અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી મહારાજને રહેવું ધામ છે સત્પુરુષ છે

પ્રગટ ગુણાતીત સત્પુરુષ અખંડ સમ્યક પ્રકારે એ ભગવાનના ધારક સંત છે મોક્ષનું દ્વારા છે જે પ્રગટ પ્રમાણ મને સાક્ષાત મળ્યા છે મારા પ્રશ્નનો સાંભળ્યા છે, માર્ગદર્શન અને આશીર્વાદ આપી રહ્યા છે 

અને હું એ આ દેહ નથી હું પવિત્ર શાંત અને સર્વોચ્ચ દિવ્ય આત્મા છું અને મારામાં પણ એ પરમ પરમાત્માનો અંશ રહેલ છે 
હું અક્ષર છું મુક્ત છું પુરુષોત્તમ નો દાસ છું

મારા બહુ મોટા ભાગ્ય છે કે આ સત્સંગ, આ ભગવાન અને આ પ્રગટ સંત સાથે મારા દેહ અને આત્માનું મને જ્ઞાન થયું

વર્તમાન કાળે એજ પ્રગટ સત્પુરુષ ની આજ્ઞા છે કે ઉપર જણાવ્યા પ્રમાણે પ્રાપ્તિનો વિચાર સંત શાસ્ત્ર અને આજ્ઞા અને ઉપાસના મુજબ નિત્યપ્રત્યે ભાવથી અને અંતરના ઊંડાણથી કરવો 

નરેદ્ર રાઠોડ
10 ડિસેમ્બર 2023
10.05am
Sydney Australia 

Thursday, 2 November 2023

ગઢડા અંત્ય ૯ - સારાંશ




             ગઢડા અંત્ય ૯ - સારાંશ 
જે અમારા મોટા મોટા પરમહંસ છે તેની જેવી સ્થિતિ છે ને સમજણ છે તે અમે તમને બાઈ-ભાઈ સર્વને કહીએ

પોતાના હૃદયને વિષે જે જાણપણું છે તે ભગવાનના ધામનો દરવાજો છે. તે દરવાજા ઉપર સર્વ સંત ઊભા છે. 

તો તે દૃષ્ટાંતે કરીને કહીએ છીએ જે
• જેમ રાજાના ચાકર છે
• જેમ પાણિયારી હોય તે કૂવા ઉપર જળ સિંચવા
જેમ કોઈક પુરુષ ઘોડે ચડ્યો હોય ત્યારે ઘોડાના પેંગડામાં પગ હોય
• એવી રીતે શ્રીજીમહારાજે મોટા મોટા જે સંત તેની સ્થિતિ કહી દેખાડી ને પછી એમ બોલ્યા

તમારે સર્વેને પણ એવી રીતે અંતર સન્મુખ દૃષ્ટિ રાખીને નિરંતર ભગવાનની સેવામાં રહેવું અને ભગવાન વિના બીજાં પદાર્થ વહાલાં થવા દેવાં નહીં; એ વાતની અતિશય સાવધાની રાખવી. 

માટે પોતાની ભક્તિને નિર્વિઘ્ન રાખીને જે પરમેશ્વરનાં ચરણારવિંદને પામવાને ઇચ્છે તેને જાણપણારૂપ જે ભગવાનના ધામનો દરવાજો તેને વિષે સાવધાન થઈને રહેવું અને ભગવાન વિના બીજાં પદાર્થ ત્યાં પેસવા દેવાં નહીં.” 
એવી રીતે શ્રીજીમહારાજે પોતાના સર્વ ભક્તજનને શિક્ષાનાં વચન કહ્યાં.

નરેન્દ્ર રાઠોડ
Sydney Australia 
2-11-2023






Monday, 16 October 2023

ઉડી ગયેલા (ફ્યુઝડ) બલ્બની ક્લબ

*"ભવેન કચ્છી" નામ તો સાંભળ્યું જ હશે ! એક વર્તમાન પેપરના કટાર લેખક છે. એમનો એક લેખ વાંચ્યો.  ખૂબ વાસ્તવિક લાગ્યો. એટલે એનું સંક્ષિપ્તતીકરણ કરીને રજૂ કરવાનું મન થયું. જરૂર વાંચજો. આપણા જીવનને લગતું છે.*

*"ઉડી ગયેલા (ફ્યુઝડ) બલ્બની ક્લબ"*

રિટાયરમેન્ટ પછી ઘણા લોકો ભારે અજંપો અને એકલતા અનુભવતા હોય છે, કારણ કે તેઓએ તેમની અગાઉની કારકિર્દીમાં ખૂબ પ્રતિષ્ઠા, પદ, પૈસો,માન, સન્માન, લોક ચાહના મેળવી હોય છે. એટલે એ બાબતમાં એક અહંકાર *Ego* અજાણતા જ મનમાં ઘર કરી ગયો હોય છે. નિવૃત્તિ બાદ *"પદ ગયું અને બધું જ રદ થયું."*..

 ચાલો, આજે એક સજ્જનની વાત કરીએ જેઓ આવી પીડા થી, અજાણ્યા ઈગો થી પીડાતા હતા. તેમના ઘરની સામે ગાર્ડન હતો. તેમના જેવા નિવૃત્ત વડીલો ત્યાં આવી સાથે મળીને ગ્રુપમાં બેસતા. આ સજજને પણ ત્યાં જવાનું શરૂ કર્યું. પણ અંદરના ઈગોને કારણે એકલા બેસતા. તેમને બેઠેલા બીજા વડીલો  સામાજિક, શિક્ષણ, વગેરેની દ્રષ્ટિએ પછાત લગતા. આવા લોકો સાથે બેસવાથી પોતાની *પ્રતિભા* ખરડાય એવું માનતા. બાંકડા પર દૂર બેસીને ગ્રુપમાં બેઠેલા વડીલોની વાતો જરૂર સાંભળતા. તેમને નવાઈ લાગતી. કારણ વડીલોની ચર્ચાના વિષયમાં વિજ્ઞાન, રાજકારણ, તત્વજ્ઞાન, દેશ-વિદેશની ચર્ચાઓ, થતી. આ વડીલોનું ગ્રુપ *ભજીયા ગાંઠીયા વગેરે નાસ્તો મંગાવીને પણ ખાતા. એ પણ આ સજ્જન ને  ટિપિકલ *"મિડલ ક્લાસ" જેવું લાગતું.*
થોડા દિવસ તો આ સજ્જને દૂર કે નજીક બાંકડા પર બેસીને તેમની વાતો સાંભળી. પણ આખરે તેઓ પણ તો એક સામાજિક પ્રાણી હતા. એકલતા લાગવા માંડી. પણ તેમની અંદરનો અહંકાર તેમને આ લોકો સાથે ભળવા ન દેતો. એમને એમ હતું કે આ ગ્રુપના વડીલો સામેથી બોલાવે. ખરી રીતે તો તેમણે જ સામે ચાલીને ગ્રુપમાં ભળી જવું જોઈતું હતું. પરંતુ *ગુરુતાગ્રંથીને* કારણે એમ ન કરી શક્યા.
નસીબ જોગે ગ્રુપમાંના એક વડીલે જ સામે ચાલીને એ સજ્જનને નાસ્તામાં જોડાવા માટે આમંત્રણ આપ્યું. પછી પરિચય પૂછ્યો. સજ્જન તો રાહ જ  જોતા હતા કે  તેમના વિશે કોઈ પૂછે !!  તક મળી ગઈ એટલે સજ્જન તો પોતાની ઝળહળતી કારકિર્દી, પોતાના ઠાઠમાઠ,  ની બડાઈ હાંકવા લાગ્યા.  એમને એમ હતું કે આ મધ્યમ વર્ગીયોને પ્રભાવિત કરી તેમના પર રોફ જમાવીશ. બધા તેમને અહોભાવથી જોશે.  સજ્જને તો તેમના હાથ નીચે કેટલા કર્મચારીઓ કામ કરતા, તેમજ તેમને ફાળવવામાં આવેલ બંગલા, ગાડી, વગેરેનો ઉલ્લેખ કરી જાહોજલાલીની વગેરે વાતો કહેવાની શરૂ કરી. વડીલ ના ગ્રુપના બધા સભ્યો શાંતિથી તેમની વાત સાંભળતા.  તેમની કારકિર્દીને બિરદાવતા. આવું થોડા દિવસ ચાલ્યું,  ત્યારે એ સજ્જન ને લાગ્યું કે હું તો ફક્ત મારી જ વાત કરું છું.  મારી વાત સાંભળીને તેઓ તો પછી અન્ય વિષય પર મજાક મસ્તી અને નાસ્તા કરીને છૂટા પડે છે !!
આખરે એક દિવસ એ સજ્જને તેમને પૂછી જ લીધું કે તમે બધા પહેલા શું કરતા હતા? નોકરી કે ધંધો ?
 *( જવાબ તો વડીલ નો સાંભળવા જેવો છે )*
 તેમણે સહજતાથી જ કહ્યું, *"શું કરતો હતો તેનું હવે શું કામ છે ?"*  પેલા સજ્જન ને થયું,  કદાચ મારો ઉચ્ચ હોદ્દો અને રૂઆબ જોઈને તેઓ *લઘુતાગ્રંથી* અનુભવતા હશે ! પણ બીજા એક વડીલે વાતાવરણ હળવું બનાવવા કહ્યું, "ભાઈ ! અહીં હાજરી આપનાર કોઈને પણ તમે આ સવાલ પૂછશો તો તેનો ઉત્તર આવો જ હશે કે,  શું કરતો હતો તેનું હવે શું કામ છે ? " પછી તે વડીલે સજ્જનને કહ્યું, "તમે નવા સવા છો એટલે તમને જણાવી દઈએ કે અમારા ગ્રુપનું નામ *"ફ્યુઝડ બલ્બ એટલે કે ઉડી ગયેલા બલ્બનું ગ્રુપ કે ક્લબ છે"* અમે ભવ્ય ભૂતકાળને ભૂલીને વર્તમાનમાં જીવીએ છીએ. અમારો ભૂતકાળ જેવો પણ હતો ! અમે ત્યારે જેવા પણ હતા ! તે વાતને કાળની કુંડીમાં ધરબીને, એક સન્માનનીય, વયસ્ક નાગરિક, પરિવાર જનની રીતે જીવન વ્યતીત કરીએ છીએ. તમે જે વડીલને પ્રશ્ન પૂછ્યો હતો કે શું નોકરી કે  ધંધો કરતા હતા, તેમનો પરિચય હું જ આપી દઉં.  તેઓ *ઈસરો (ISRO)* માં જાણીતા વૈજ્ઞાનિક તરીકે નિવૃત્ત થયા છે. તેમના દીકરાઓ અમેરિકામાં છે. પણ તેમને ભારતની સામાજિક લાઈફ  ગમે છે તેથી તેઓ અહીં  રહે છે."
 પેલા સજ્જને એ પછી બીજા વડીલો વિશે પણ જાણ્યું કે અહીં ગ્રુપના બીજા વડીલો માંથી કોઈ ભૂતપૂર્વ સાંસદ, કોઈ આઈએએસ,  કોઈ યુનિવર્સિટીના ચાન્સેલર,  કે કોઈ રેલવેમાં મેનેજર હતા. હવે નિવૃત્ત જીવન જીવતા હતા.
પેલા સજ્જન ની તો કાપો તો લોહી ન નીકળે એવી હાલત થઈ ગઈ. હજી તો એ સજ્જન આ દ્વિધામાંથી બહાર આવે તે પહેલા જ એકબીજા વડીલે તેમને જણાવ્યું, *"અમે બધા ફ્યુઝડ ઉડી ગયેલા બલ્બ તરીકે ના અસ્તિત્વનો સહર્ષ અને ગૌરવભેર સ્વીકાર કરીને જીવનના નવા અધ્યાયને માણીએ છીએ.* અત્યાર સુધી કંપની, બોર્ડ, ધંધા, માટે જીવ્યા. *હવે અમે અમારી જોડે, અમારા માટે જીવીએ છીએ."* તેમણે આગળ કહ્યુ, " ઉગતા સૂરજને જ બધા પૂજે છે. હવે અમે આથમી ચૂક્યા છીએ. *સંસાર પરિવર્તનશીલ છે* તેવા *ભગવત ગીતા ના* બોધને આ રીતે જ લેવાનો છે. *ભૂતકાળમાં જે મેળવ્યું એ મનોમન એક ઉપલબ્ધિ જરૂર માનીએ છીએ.*  અગાઉની અવસ્થાને મૃત્યુ સમજી, નવી અવસ્થા અને મનોસ્થિતિ પ્રાપ્ત કરવાની હોય છે. તમે નવા નવા અમારા ગ્રુપની નજીક આવ્યા ત્યારે જ અમે સમજી ગયા હતા કે તમે પણ ઉડી ગયેલા બલ્બ છો પણ તમારું મન એ સ્વીકારતું ન હતું. તે અવસ્થા હવે તમારો ભૂતકાળ બની ગઈ છે.  ફ્યુઝડ બલ્બ ભલેને ગમે તેટલા પાવરનો  હોય પરંતુ *ઝીરો અહંકાર* ધરાવતો નવો બલ્બ આપણે ન બની શકીએ  ??
પેલા સજ્જને આંખમાં ભીનાશ સાથે ગ્રુપને નમ્રતાપૂર્વક પૂછ્યું, "આજથી મને તમારો ઉડી ગયેલા બલ્બની ક્લબનો સભ્ય બનાવશો ??.🙏

*મિત્રો,  પદ, પ્રતિષ્ઠા, મોભો, દરજ્જો, છોડીને સાહજિકતાથી જીવન જીવવાની શરૂઆત તો કરી જુઓ !! અને પછી જુઓ કે કેવી મજા છે એમાં.*

મિત્રો, જીવનમાં શિખર ઉપર પહોંચવાની મહત્વકાંક્ષા હોવી જ જોઈએ. અને પહોંચવાની કોશિશ પણ કરવી જોઈએ. પણ પહોંચી ગયા પછી પગ તો જમીન પર જ રાખવા જોઈએ. કારણ કે શિખરમાં *એકલતા* છે અને જમીન પર *મિત્રતા* છે. મિત્રતાને જાળવવી હોય,  બધાની સાથે બેસીને આનંદ કરવો હોય, તો યાદ રાખજો કે આકાશમાં ઉડયા પછી આખરે તો જમીન પર જ આવવાનું છે તો પગ તો જમીન પર જ રાખવા.🙏🏻


સંદર્ભ - WhatsApp મેસેજ માંથી...

શેર માર્કેટ - રણ નીતિ : કનુભાઈ દવે

વિરમગામના આદરણીય જેઠાલાલ શાસ્ત્રીજીના પુત્ર કનુભાઇ જે. દવે દર સોમવારે દિવ્ય ભાસ્કર દૈનિકની વ્યાપાર વાણિજ્ય પૂર્તિમાં અભ્યાસ લેખ લખે છે. તેમન...