Showing posts with label Millets Farming. Show all posts
Showing posts with label Millets Farming. Show all posts

Wednesday, 21 September 2022

International year of Millets - 2023 શા માટે મહત્વનું છે ?

International year of Millets - 2023 આ આંતરરાષ્ટ્રીય મિશન શા માટે મહત્વનું છે ?



માન. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર ભાઈ મોદીના પ્રસ્તાવ ઉપર સંયુક્ત રાષ્ટ્રસભાએ 2023 ને ઇન્ટરનેશનલ યર ઓફ મિલેટ્સ યર (International year of Millets - 2023) તરીકે જ્યારે જાહેર કરેલ છે.


મિલેટ્સ  એ મનુષ્યના  આહારમાં એ આરોગ્યની દ્રષ્ટિએ પ્રથમ સ્થાન ધરાવે છે. તેમજ માનવ સ્વાસ્થ્ય માટે પણ તે બહુ મૂલ્ય છે. તેથી તેને વધુને વધુ સ્વાસ્થ્ય સંબંધી પ્રોત્સાહિત કરવું જોઈએ, અને સાથે સાથે તેની ઉત્પાદકતા ઉત્પાદન અને ઉપયોગ પણ વધારવો જોઈએ. 


આ દ્રષ્ટિએ તેનો પ્રચાર પ્રસાર આગળ વધુ ને વધુ થાય દુનિયાભરમાં આંતર રાષ્ટ્રીય સ્તરે અને રાષ્ટ્રીય સ્તરે પણ તેના કાર્યક્રમો થવા જોઈએ. તે માટે ભારત સરકારના બધા જ વિભાગો મળીને તે લક્ષની પૂર્તિ કરવા માટે આગળ કાર્ય કરી રહ્યું છે ત્યારે ગુજરાત ક્ષેત્રે મિલેટ્સ જાગૃતિ માટે અગ્રેસર એવી મિશન ઓમની સંસ્થાએ ખૂબ સારી રીતે બધાને સાથે લઈ અને કામ કરી રહી છે. તેનું મુખ્ય સૂત્ર છે : “હું નહીં, આપણે” 


મિશન ઓમની સંસ્થામાં  અને તેના કાર્યમાં આપને જો રસ હોય તો જરૂરથી અમારો સંપર્ક કરશો.

આ સાથે તેની વધુ વિગતો રજૂ કરેલ છે.


Join with Mission Omniojas

Facebook : www.facebook.com/omniojashealth/

FB Group  : https://www.facebook.com/groups/1918721834994165/?ref=share_group_link

Instagram : https://www.instagram.com/omniojas

WhatsApp: https://chat.whatsapp.com/DcHF8rFy76RIF5AYbLq5Jv

YouTube  : https://www.youtube.com/c/omniojas

Website    : https://www.omniojas.com/

Telegram  : https://t.me/+fz8nyajg0cA3YjRl

BlogSpot : https://njrathod-thoughts.blogspot.com/


you can email for more information or details 
without hesitation 

Narendra Rathod

Co-ordinator

Mission Omniojas

+91 9978 44 1517

Email :

omniojas@gmail.com

njrathod9@gmail.com


Friday, 9 September 2022

Mr. Jhon - Millets

Dear  Mr. Jhon -  Millets


Dr. Khadar Lifestyle and Millets

Mr. John I'm very happy to do first conversation with you (on 8 September 2022)   Nashua NH

 

IYoM2023

It is for your kind information that 2023 is Internationally celebrating 

as a International year of Millets-2023 : Click


So far Millets awareness will be coming in upcoming time. 

Five Millets are selected  as positive millets, some millets are negative and some are neutral millets. 

So we are talking at the right time. Right thing 


concept of Jungal farming

as I understand that you have some land and that is now in an unorganized jungle situation. With this concept you can make it an unorganized to organized jungle, just with the concept of Dr. Khadar Valli. (Jungal farming) : click


About Dr. Khadar Valli : click


Dr. Khadar Valli. (lifestyle) : click


Dr. Khadar Valli. USA program :

click 1

click 2


Dr. Khadar Valli has give the Protocol for Healthy life & Millets

and prevent the decides

for that Book : click

 

useful Blogs : click


knowledge sharing  

As per my knowledge and information 

I would like to share something with you.


Category of topics is like


Environmental - water / Save soil

Farming - Grow Millets

Health - Eat Millets as Food 

Lifestyle - Live life live

Happiness - Meaning of life


Choose right 

Everything is available on social media but Provence and scientific data and details are important So, select the right Person - Protocol - Place - Process - Product - Price - Performance... etc... is important...


I try to summarize it, at my best


Regards


Narendra


Monday, 4 April 2022

Millets Farming - Dr Khadar Valli

 Dr Khadar Valli સાહેબ સાથે Millets Farming બાબતે કરેલ ઝૂમ મિટિંગ

Mission OmniOjas વિષે પ્રાથમિક પરિચય આપ્યો.

        એ એક સમ વિચારો (Like mind peoples) ધરાવતા લોકોનું એક વર્તુલ છે. જે સંગઠીત થઇને જે આપણા આરોગ્યની સુખાકારી, સંસ્કૃતિના જતનને પ્રાધાન્ય આપી જીવનમાં સાત્વિક આનંદ પ્રાપ્ત થાય તેવી પ્રવૃતિઓ કરે છે.

        જેમાં કોઇપણ જાતના આર્થિક ડોનેશન કે યોગદાન વગર સ્વૈચ્છિકરીતે એક સહકારની ભાવનાથી ચલાવવામાં આવતું એક સંગઠન કે પ્રવૃત્તિ કહી શકાય. જયાં જરૂર જણાશે ત્યા સહયોગ લેવામાં આવશે. 

        ખાસ કરીને નૈસર્ગિક જીવનશૈલી, પ્રાકૃતિક ખેતી અને પર્યાવરણનું રક્ષણ ઉપર પ્રવૃતિઓ થશે.

Mission OmniOjas દ્વારા કરવામાં આવેલ પ્રવૃતિઓનો પરિચય આપ્યો.

        મીલેટ્સ મેન ઓફ ઇન્ડીયા તરીકે જાણીતા એવા ડો. ખદરવલ્લી સાહેબને સપ્ટેમ્બર ૨૦૨૧ માં change the food, change the life નામના સફળ કાર્યક્રમ પછી. મેધના શૂકલા જેઓ મીલેટસની રેસીપીના નિષ્ણાત છે  તેઓને બોલાવીને કાર્યક્રમ કરવામાં આવ્યો અને હાલ નવીભોજન પ્રથાના અગ્રેસર એવા બી.વી ચૈાહાણને બોલાવીને પણ નિરામય સ્વાસ્થ્ય માટેના સફળ કાર્યક્રમો કરવામાં આવ્યા.

Millets – આવનાર ભવિષ્યની પેઢી, જમીન, વાયુ અને પાણીને બચાવવા એક માત્ર ઉપાય.

મીલેટ્સ મેન ઓફ ઇન્ડીયા તરીકે જાણીતા એવા સ્ટેરોઇડ સાયન્ટીસ્ટ અને મીલે્ટસના પ્રણેતા એવા ડો. ખદરવલ્લી સાહેબે સપ્ટે ૨૦૨૧ માં ખૂબ જાણકારી અને સમજ તો આપી હતી. પણ હવે આ મીલેટસ કેમ જરુરી છે, તેને કેવીરીતે ઉગાડવા અને તેને કેવી રીતે ખાવા આ બાબત ઉપર ખૂબ સરસ સમજ તેમણે આપી.

 મીટીંગની શરૂઆતમાં ડો. પલ્લવ દેસાઇ સાહેબે જણાવ્યું કે,  ડો. ખદરવલ્લી સાહેબ આજે ફકત મીટીંગમાં બોલશે, પ્રશ્નોત્તરી માટે ફરી થોડા દિવસોમાં સમય આપણે અને આપણે પણ તેઓને નજીકના ભવિષ્યમાં ફરીથી અમદાવાદ ખાતે બોલાવી રહયા છીએ.

ડો. ખદરવલ્લી સાહેબે મીટીંગની શરુઆત કરતા કહયું કે મીલેટસ કેમ જરુરી છે, તેને કેવીરીતે ઉગાડવા અને તેને કેવી રીતે ખાવા આ બાબત ઉપર ભારપુર્વક કહયું કે છેલ્લા ૫૦ વર્ષોથી આપણું શીરીર, માટી, પાણી  અને હવાનું સ્વાસ્થ્ય ખોઇ બેઠા છીએે. તેને માટે આ મીલેટ્સ ઉગાડવા, ખાવા ખૂબ જરુરી છે.

 તેની સમજ આપતા કહયું કે, આધુનિક કૃષિ વિજ્ઞાન, ફર્ટિલાઇઝર અને પેસ્ટીસાઇડ દ્વારા જેને આપણે ટોપ સોઇલ કહીએ છીએ તેને નિર્બળ બનાવી દીધી છે કારણકે તેની અંદર રહેલા સુક્ષ્મજીવો અને સુર્યકિરણ જેવી બાબતો આપણા સૈાને તે સજીવ આહાર મળતો. આજે ફર્ટિલાઇઝર અને પેસ્ટીસાઇડ વેચવા વાળા ખોટા વૈજ્ઞાનિક આયામો બતાવીને  ધરતી, પાણી અને વાયુને દુષિત કરી રહયા છે.  આ આખો વૈશ્વિક પ્રશ્ન છે.

 ખાસ કરીને ધઉ, ચોખા અને શેરડીમાં જે પાણી વપરાય છે તે ખૂબ જ છે. અને ફકત જો તેને રોકવામાં આવે તો પણ ટોપ સોઇલ નાશ થતી અટકી શકે. આપણી ફીઝીયોલોજી પાણીથી જોડાયેલ છે. તે સમજો. મીલેટસ ઉગાડવા માટે પાણીની વધારે જરુરીયાત નથી. આજે વિશ્વનું તાપમાન વધી રહયુ છે ૧૫ વર્ષમાં જો આ જ રફતાર ચાલી રહી તો પાણી નહીી મળે.

 સી ૪ મીલેટસ વિષે વાત કરતા જણાવ્યું કે, તેને ૧૦ થી ૪૨ ડીગ્રી તાપમાનમાં પણ તે ઉગાડી શકાય છે. સ્ટેપલ ફુડ વિષે જણાવ્યું તેમજ જે ફર્ટિલાઇઝર અને પેસ્ટીસાઇડ વેચવા વાળા ખોટા વૈજ્ઞાનિક આયામો બતાવીને જે એક મીથ પેદા કરીને જેનેટીક મોડીફીકેશનનું લાઇ (ખોટું) ચિત્ર બનાવી રહયા છે તેમ કહી તેમની પ્રોડકટ વેચે છે અને લોકોને છેતરે છે તેનો અણસાર આપ્યો.

મીલેટસ કેમ ખાવા જોઇએ

મીલેટસ ઉગાડવા માટે પણી, માટી અને ફર્ટિલાઇઝર અને પેસ્ટીસાઇડ ની વાત સમજયા પછી હવે કેટલી જમીન ખેતી લાયક રહી છે ? તે જાણો છો.

ડાયાબીટીસ, કેન્સર, મંદબુધ્ધી બાળકોના જન્મો ... વિગેરેને હવે રોકવા, પાણી, જમીન અને વાયુને દુષિત થતા રોકવા અને નિરામય સ્વાસ્થ્ય માટે મીલેટસ ખાવા જરૂરી છે.

એક બર્ડ આઇ વ્યુ

આપતા તેમણે જણાવ્યું કે આપણા શરીર અને ખેતીના ઉજવળ ભવિષ્ય માટે મીલેટસ જરુરી છે. આજે તો દરેક રાજયમાં એગ્રીકલ્ચર પોલીસીઓ પણ અલગ અલગ છે.  અને સ્વાસ્થ્ય ખેતી અને ખોરાકમાં જ છે. તેને એકસૂત્ર કરવા જ પડશે.

મીલેટસ કેમ ઉગાડવા

આજે જમીન બગડી છે તેની સાથે પાણી અને વાયુ પ્રદુષિત થયા છે. મીલેટસ ઉગાડવામાં પાણીની ઓછી આવશ્યકતા છે.

પંખીઓ આવે અને તેની ચરક ડૃોપીગ વ્યવારા એક કીલો મીલેટસથી ૧ ટ્રેકટર જેટલું બાયોફરટીલાઇઝર આપે છે. આંમ  એક થી બે સાયકલ પછી જમીન ફળદૃપ બની જાય છે. ગાય આધારિત ખેતી પણ આટલું કરી શકતી નથી.

 પ્રોસેસ

મીલેટસના બી ને પલાળીને ઉગાડી શકાય છે. તેના મુળ રૂટ થોડી જ જગ્યા રોકે છે. ૧૫ દિવસમાં ગ્રીન ઘાંસ તૈયાર થઇ જાય છે.  હારવેસ્ટ કરે છે ત્યારે  સેવ સેાઇલ, સોઇલ પ્રોટેકટ જેવી આજે ચાલતી ઝુબેશ ને પણ વેગ મળે છે. સુક્ષ્મ જીવો બચાવી સી ૪ મીલેટસ એ માનવ જાતના નિરામય સ્વાસ્થ્ય સાથે પર્યાવરણને પણ ઉગારી શકે છે.

દર ૧૫ ફીટના અંતરે એ ફીટ ઉડી ટેન્ચીસ કરવામાં આવે અને ડૃમ સ્ટીક, અમૃત ફળ, કે સીતાફળ જેવા નાના ઝાડ ઉગાડવામાં આવે  તે બધુ ઇઝી રીતે તે ઉગે છે અને ર થી ૩ મહીને સ્પ્રીંન્કલ કરવાનું રહે છે.

પંખીઓના રૂપમાં પ્રકૃતિએ સોઇલ સેવ કરવાની અણમોલ ભેટ આપી છે તો તેને મીલેટસ ઉગાડવામાં વાપરો અને સ્વસ્થ ભારત બનાવો.

 મીલેટસ પ્રોસેસ

માટે નાના ઇન્સટ્રુમેન્ટની જરુર પડે છે. જે  એક બે લાખમાં વસાવી શકાય છે જેને ડીહસ્કીગ કહેવામાં આવે છે. કુલ ૩ લાખમાં આખુ યુનિટ સેટઅપ થઇ શકે છે.

મીલેટસનું કવચ કડક હોય છે તેને ડીહસ્કીગ કરવા ઇમ્પરુવમેન્ટ થઇ રહયું છે.  અને શોર્ટીગ કરવા માટે ટેકનોલોજી વિકસી રહી છે.

હાલ આ સ્મોલ, મીડીયમ અને લાર્જ સ્કેલ ઉપર કામગીરી થઇ રહી છે.

 હવે આપણે ઘઉ,ચોખા માંથી મીલેટસ ઉપર મન લગાડવું જ પડેશે. તે મહત્વનું અને આવશ્યક છે. લોકો સુધી પહોંચીને આ ઝૂંબેશને આગળ વધારવાની છે. આવનાર ભવિષ્યમાં જો આ નહી કરીએ તો ધાન્ય અને પાણી નહી મળે.

ધરતીમાં પાણી ભરવા માટે ટ્રેન્ચીસ ફોરેસ્ટ જંગલ ખેતીને પણ વધારીને આગળ કરવું પડશે.

 આ એક રીવર્સલ પ્રોસેસ છે તે મીલેટસ માટે ખુબ જ અગત્યની છે.

 કઇ સીઝનમાં ઉગાડવા

પાણીની સગવડ હોય તો ગમે ત્યારે & પાણી ન હોય તો, ચોમાસાના ૧ બે અઠવાડીયા પેલા  અને વરસાદ આવે પછી ૫ થી ૬ દીવસમા ઉગાડી શકાય.

જંગલ ખેતી

માટે તેમણે તેમની ચોપડીનો ઉલ્લેખ કરેલ છે જે ગૃપમાં મુકવામાં આવશે. અને આપણે પણ ગુજરાતીઅનુવાદની પુસ્તીકા સૈાને ગૃપમાં; આપનાર છીએ.

 મોડલ ફાર્મીગ

ટીમ ઓમનીઓજસ હવે અમદાવાદ નજીક પાંચ વીઘા જમીન ઉપર મોડલ ફાર્મીગ કરવા ટુંક સમયમાં જઇ રહયું છે. તેમા આપ સૈાનો સાથ અને સહકાર જોઇએ છે.તે માટે ડો. ખદરવલ્લી સાહેબે કહયું તેમ કાર્ય કરવા કાર્યકરની જરૂર પડે તો આપ પણ આ અભિયાનમાં જોડાઇને મીશન ઓમનીઓજસને આગળ વધારા આગળ આવો.

 

આભાર,

ડો. ખદરવલ્લી સાહેબ, મીલેટસ મેન ઓફ ઇન્ડીયા, ડો. પલ્લવ દેસાઇ, મિશન ઓમની ઓજસ, ડો રાજેશ પટેલ જેમણે ઝૂમ મીટીગ માટે પોર્ટલની સેવા આપી, ટીમ ઓમની ઓજસ તથા તમામ પાર્ટીસીપન્ટસનો અંતઃ કરણ પુર્વક મીશન ઓમની ઓમજ આભાર માને છે.

 અસ્તુ.....

Ahmedabad 
Zoom – Online
Date: 01/04/2022

                                                                                                 

શેરબજારના પાઠ: ટ્રેડિંગમાં સફળતા મેળવવા માટેના ૫ પ્રભાવશાળી અને ચોંકાવનારા રહસ્યો

1. પ્રસ્તાવના શેરબજારમાં પ્રવેશતા દરેક ટ્રેડરના મનમાં બે લાગણીઓ સતત સંઘર્ષ કરતી હોય છે: રાતોરાત કમાઈ લેવાની કુતૂહલતા અને મૂડી ગુમાવવાનો ડર...