Wednesday, 29 March 2023

દાર્શનિક લોકોએ આપેલ સુક્તિ-રત્નો

 

દાર્શનિક લોકોએ આપેલ સુક્તિ-રત્નો

 

·       હું દુનિયામાં બુદ્ધિશાળી વ્યક્તિ છું – કારણકે મને ખબર છે કે મને કઈ ખબર નથી, જે પોતાની અજ્ઞાનતાને જાણે છે તે જ બુદ્ધિશાળી છે.

 

·       સમય કાઢીને ચોક્કસ પુસ્તકો વાંચવી જોઈએ કારણકે પુસ્તકમાં જ્ઞાનની સાથે લોકોના અનુભવ પણ હોય છે. જે અમુલ્ય છે.

 

·       વ્યક્તિની સૌથી મોટી તાકાત તેના વિચાર અને બુદ્ધિ છે તે જેવું વિચારે છે તેવો બની જાય છે. તમે જેવી વિચારશો તેવા બની જશો

 

·       વ્યક્તિએ પોતાની નબળાઈઓ જાણવી જોઈએ અને તેને દૂર કરતો રહેશે એટલો જ એ મજબુત થતો જશે.

 

·       વ્યક્તિની અંદર સંતોષનો ગુણ હોવો જોઈએ, સંતોષ એ જ મોટું ધન છે

 

·       વ્યક્તિએ પોતાની ઈચ્છાઓ ઉપર કાબુ રાખવો જોઈએ, નહીતો પોતાના ઉપર જ નફરત નો ભાવ પ્રગટ થશે

 

·       વ્યક્તિએ સચ્ચાઇ સાથે જીવવું જોઈએ અને સચ્ચાઈનો જ સાથ આપવો જોઈએ

·       કોઈપણ વ્યકિતના જીવનમાં આળસ ન હોવી જોઈએ અન્યથા તે મૂલ્યહીન બની જાય છે

 

·       વ્યક્તિએ ક્યારેય ખોટું ન બોલવું જોઈએ તેમ કરવાથી મન મેલું થઇ જય છે

 

·       ક્યારેય પણ ખોટી વ્યક્તિ, વિચાર અને કાર્ય નો સાથ ન આપવો જોઈએ, તે આપણી  સારપ ને ખતમ કરી નાંખે છે

 

·       વ્યક્તિએ બીજા સાથે એવો જ વ્યવહાર કરવો જોઈએ જેવો પોતાની સાથે રાખવા ઈચ્છે છે

·       એક સાચો વ્યક્તિ નાના બાળક જેવો માસુમ અને કોમલ સ્વભાવનો હોય છે

 

·       વ્યક્તિએ પોતાની જાત સાથે દિવસમાં એક વાર વાત કરવી જ જોઈએ કે જેથી પોતાના વિશે ખબર પડે

 

·       જે વ્યક્તિ પોતાના ઉપર કન્ટ્રોલ નિયંત્રણ કરી શકે છે, તે જ દુનિયામાં બીજા ઉપર કંટ્રોલ કરી શકે છે

 

·       કોઇપણ સમસ્યાને બરોબર સમજવાથી, સમાધાન સુધી પહોચવાનો અડધો રસ્તો ત્યાંથી જ મળી જાય છે

 

·       મારા વિચારો બીજા કોઈને કઈ શીખવે કે ન શીખવે પણ, મારા વિચારે તેને પોતાના માટે વિચાર કરતો તો અવશ્ય કરી દે છે

 

·       દરેક વ્યક્તિએ લગ્ન તો કરવા જ જોઈએ, જો સારી પત્ની મળી તો ખુશીઓ મળશે, અને ન મળી તો જરૂર દાર્શનિક તો બની જ જશો.

 

·       સમસ્યા વગરનું જીવન શક્ય જ નથી અને સમસ્યા જ આપણને જીવનનું મુલ્ય સમજાવે છે.

 

·       વ્યક્તિના જીવનમાં સૌથી મુલ્યવાન ચીજ છે જ્ઞાન, અને સૌથી ખરાબ ચીજ છે અજ્ઞાન.

 

·       પરિવર્તનનો નિયમ છે બિનજરૂરી ચીજોને છોડીને નવી ચીજોનું નિર્માણ કરવું.

 

·       વ્યક્તિની અંદરનું આશ્ચર્ય જ એ છે કે રહસ્યમય ચીજો ઉપરથી પડદો ઉપાડી ને તેને બુદ્ધિમાન બનાવે છે

 

·       વ્યક્તિએ દરેક જીવ પ્રત્યે દયા રાખવી જોઈએ કેમકે દરેક જીવ પોતાના ક્ષેત્રમાં સંઘર્ષ કરતા જ હોય છે

 

·       શિક્ષણ એ વ્યક્તિના જીવનમાં અગ્નિ પ્રજ્વલિત કરવાનું કામ કરે છે નહિ કે તેને વાસણમાં ભરવાનું

 

·       વ્યક્તિએ કોઈની સાથે જો મિત્રતા કરે તો દ્રઢતાથી તેને નિભાવી જોઈએ અન્યથા તે ન જ કરવી જોઈએ

 

·       જે વ્યક્તિ મૂલ્યહીન હોય છે તે ફક્ત ખાવા અને પીવાની જ બાબત વાત કરે છે જયારે જે વ્યક્તિ મુલ્યવાન હોય તે જીવનના મુલ્યો વિશે પણ વિચારે છે

 

·       જે વ્યક્તિને પોતાના અવગુણ અને બીજાના સદગુણ ની ખબર છે તે જ વ્યક્તિ જીવનમાં ખુબ સફળ બની શકે છે

·       જિંદગીનો ખરો આનંદ કીમતી વસ્તુઓ પ્રાપ્ત કરવામાં નથી, પણ પોતાની પાસે જે ચીજ છે તેનો આનંદ લેવામાં છે

 

·       મહાન વ્યક્તિ જીવનના મુલ્યો ઉપર ચર્ચા કરે છે, સામાન્ય વ્યક્તિ દુનિયાની ઘટના ઉપર ચર્ચા કરે છે જયારે નિમ્ન કોટીના વ્યક્તિઓ એકબીજાની ચુગ્લીઓ કરતી હોય છે

 

·       વ્યક્તિ માટે સૌથી અઘરું હોય તો તેની મનની ચંચળતા દૂર કરવી તે છે

 

·       પ્રકૃતિએ આપણા સૌને આપેલ ચીજોને વિવેક પૂર્વક નો ઉપયોગ લોકોની ભલાઈ માટે જ થવો જોઈએ

·       વ્યક્તિએ ભગવાન સૌનું ભલું કરો એવી પ્રાર્થના કરવી જોઈએ

·       આળસ જીવતી વ્યક્તિની કબર સમાન છે

 

·       વ્યક્તિ પૈસાથી ગુણવાન બની નથી શકતો પરંતુ સારા ગુણોથી તે જરૂર અમીર બની જાય છે

·       વ્યક્તિ માટે સૌથી મહત્વનું જ્ઞાન છે ધન નહિ, કારણ કે ધન તો અસ્થિર છે પણ જ્ઞાન હમેશા સાથે રહે છે

 

·       વ્યક્તિ જો પોતાની ભૂલો સુધરતો રહે તો જરૂર એક દિવસ તે મહાન બની શકે છે

·       જ્ઞાનની શરૂઆત જ આશ્ચર્યથી થતી હોય છે

 

·       ઈર્ષ્યા વ્યક્તિની અંદર એક બીમારીની જેમ હોય છે

 

·       દુનિયાનું સૌથી કઠીન કામ પોતાની જાત ઉપર કંટ્રોલ કરવો

 

·       વ્યક્તિએ બીજાની ભૂલો જોઇને પોતાનામાં સુધારો લાવવો જોઈએ

·       કોઈ ખોટી વ્યક્તિને સાથ આપવો એ એક ભૂલ સમાન જ છે

 

·       મનમાં લીધેલો કોઇપણ સંકલ્પ આપ પૂરો કરી શકો છો

 

·       બુદ્ધિમાન લોકો પોતાની અજ્ઞાનતાને જાણે છે, મુર્ખ તે જાણતો નથી

 

 

નરેન્દ્ર રાઠોડ

અમદાવાદ

તારીખ: ૨૯-૦૩-૨૦૨૩

01.48 am

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

શેર માર્કેટ - રણ નીતિ : કનુભાઈ દવે

વિરમગામના આદરણીય જેઠાલાલ શાસ્ત્રીજીના પુત્ર કનુભાઇ જે. દવે દર સોમવારે દિવ્ય ભાસ્કર દૈનિકની વ્યાપાર વાણિજ્ય પૂર્તિમાં અભ્યાસ લેખ લખે છે. તેમન...