બિલ્લી આવે તો ભાગ જાનાં....
એવો પ્રાપ્તિનો વિચાર થાય છે !!!!!!!
એટલે કે..
સર્વોપરી પૂર્ણ પુરુષોત્તમ નારાયણ સર્વના કર્તા કારણ અને નિયંતા ભગવાન સ્વામિનારાયણ છે
અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી મહારાજને રહેવું ધામ છે સત્પુરુષ છે
પ્રગટ ગુણાતીત સત્પુરુષ અખંડ સમ્યક પ્રકારે એ ભગવાનના ધારક સંત છે મોક્ષનું દ્વારા છે જે પ્રગટ પ્રમાણ મને સાક્ષાત મળ્યા છે મારા પ્રશ્નનો સાંભળ્યા છે, માર્ગદર્શન અને આશીર્વાદ આપી રહ્યા છે
અને હું એ આ દેહ નથી હું પવિત્ર શાંત અને સર્વોચ્ચ દિવ્ય આત્મા છું અને મારામાં પણ એ પરમ પરમાત્માનો અંશ રહેલ છે
હું અક્ષર છું મુક્ત છું પુરુષોત્તમ નો દાસ છું
મારા બહુ મોટા ભાગ્ય છે કે આ સત્સંગ, આ ભગવાન અને આ પ્રગટ સંત સાથે મારા દેહ અને આત્માનું મને જ્ઞાન થયું
વર્તમાન કાળે એજ પ્રગટ સત્પુરુષ ની આજ્ઞા છે કે ઉપર જણાવ્યા પ્રમાણે પ્રાપ્તિનો વિચાર સંત શાસ્ત્ર અને આજ્ઞા અને ઉપાસના મુજબ નિત્યપ્રત્યે ભાવથી અને અંતરના ઊંડાણથી કરવો
નરેદ્ર રાઠોડ
10 ડિસેમ્બર 2023
10.05am
Sydney Australia