Monday, 20 December 2021

મિલેટ્સ બાબતે ઓનલાઈન વેબીનાર

 

*મિલેટ્સ બાબતે ઓનલાઈન નિઃશુલ્ક વેબીનાર (ઝૂમ મિટિંગ)*


મિશન ઓમનીઓજસએ ડોક્ટર દેસાઈ સાહેબ દ્વારા ચલાવવામાં આવતું એક એનજીઓ છે અને તેમાં ઘણી બધી આરોગ્ય વિષયક કામગીરીઓ કરવામાં આવે છે.

 તે પૈકી “Change the Food Change the Life” ખોરાક બદલી અને સ્વાસ્થ્ય પ્રાપ્ત કરવા માટેનો એક ભવ્ય પ્રોગ્રામ તારીખ ૯-૯-૨૦૨૧ના રોજ સેનેટ હોલ, ગુજરાત યુનિ. અમદાવાદ ખાતે યોજવામાં આવેલ તેનાથી આપણે સૈા વાકેફ છીએ. તેના પ્રતિભાવરૂપે જ હવે આગળ ઉપરની કામગીરી કરવામાં આવી રહી છે.

 “Change the Food Change the Life”  ખોરાક બદલી અને સ્વાસ્થ્ય પ્રાપ્ત કરવા માટેની એક નવી વિભાવના મીલેટસ મેન ઓફ ઇન્ડીયા ડોકટર ખદરવલ્લી સાહેબ દ્વારા મળેલ. અને તે ઉપર આ જે કામગીરી શરૂ કરવામાં આવેલી છે.  તે પૈકી મીલેટ્સ ખાવા માટે ખૂબ આગ્રહ રાખી અને મીલેટ્સ ખાવાથી નાદુરસ્ત વ્યક્તિ તંદુરસ્ત બની શકે છે અને તંદુરસ્ત વ્યક્તિ નાદુરસ્ત થતો નથી.

મીલેટ્સ મેન ઓફ ઈન્ડિયા તરીકે વિખ્યાતતેવા ડોક્ટર્સ ખદરવલ્લી સાહેબને અનુસરીને તેમણે સંશોધન કરેલ પરિમાણોને લોકભોગ્ય બનાવવા માટે મિશન કોમની મિશન કામ કરી રહ્યું છે.

તો ચાલો મીલેટ્સ  શું છે?  તેના પ્રકારો કેટલા છે ? તેને ખોરાક માં કેવી રીતે લઈ શકાય ?  તે બાબતોને લઇને તારીખ ૧૭-૧૨-૨૦૨૧ ના રોજ ઝુમ પ્લેટફોર્મ ઉપર સૈાપ્રથમ ગુજરાતીમાં વેબીનાર કરવામાં આવેલ જેમાં ૧૯ જેટલા પાર્ટીશીપ્ન્ટસે લાભ લીધો હતો.

 આપણે સમજવા માટે પ્રયત્ન કર્યો અને હવે તે જાગૃતિ લાવવામાં એ લોકો પણ ઉત્સાહિત છે ત્યારે આ મિશન ઓમનીઓજસની મુખ્ય પ્રવૃત્તિ અને જવાબદારી બને છે કે તેને વધુ લોકભોગ્ય બનાવી અને સૈાને સ્વાસ્થ્ય આપીએ.

 આ મિશન ઓમનીઓજસ દ્વારા હાલ જે  પ્રવૃત્તિઓ કરવામાં આવે છે તેને વધારે વેગવાન કરવા માટે વર્તમાન યુગમાં જરૂરી એવા માધ્યમો પૈકી YouTube (https://youtu.be/BygWIxBITto) ચેનલ દ્વારા તેમજ ટેલિગ્રામ ગ્રુપ (@PallavDesai) Heallth & Lifestyle Gujarat દ્વારા તેમજ whatsApp (+91 8320909602) Groups દ્વારા પણ લોકો સુધી આ સંદેશો પહોંચાડવા માટેનો સતત પ્રયત્ન કરવામાં આવે છે. જે લોકો હજુ જોડાયા નથી તેઓ ઉપરોકત કોઇપણ મીડીયામાં જોડાઇ શકે છે.

 મીલેટ્સ એટલે શું ?

મીલેટ્સ એટલે એક પ્રકારનું અનાજ કહી શકાય. પૂર્વે આપણા વડવાઓ આ જ ધાન ખાતા હતા અને તંદુરસ્ત રહેતા હતા પરંતુ આપણે છેલ્લા ૧૦૦ વર્ષથી ગ્લોટીન યુકત આહાર જેવા કે ઘઉં અને ચોખા અને અન્ય ખાદ્યખાતા થયા છીએ. એટલું જ નહી ફાસ્ટફૂડ પણ ખાતા થયા છીએ.  જેને કારણે ઘણા રોગો આપણા જીવનમાં જોવા મળે છે.

મીલેટ્સના મુખ્ય ત્રણ પ્રકારો છે.  નેગેટિવ ન્યુટ્રલ અને પોઝિટિવ

 પોઝિટિવ મુખ્યત્વે પાંચ પ્રકારના ધાનમાં જોવા મળે છે.  કોદરી, કાંગ, સામો, બાનયાર્ડ અને બ્રાઉનટોપ મીલેટ્સ.

અત્રે આપણા અત્રે આપણાં એક પ્રશ્ન થશે કે આ પોઝિટિવ એટલે શું ?

મીલેટ્સ  કે જેમાં કાર્બોહાઈડ્રેટ એટલે કે સર્કરા કે ખાંડનું આગલું સ્વરૂપ ગ્લુકોઝ કે સુગર તરીકે આપણે તેને ઓળખીએ છીએ. તેમજ તેમાં ફાઇબર એટલે રેસા આ બંનેના આધારે વર્ગીકરણ જોવા મળે છે. અને તેના વર્ગીકરણ કહેતા રેશિયાના આધારે તેને વર્ગીકૃત કરવામાં આવે છે. નેગેટિવ મીલેટ્સ અને પોઝિટિવ મીલેટ્સ એ આ પ્રકારે જોવા મળે છે.

 નેગેટિવ મીલેટ્સ

ઘઉં અને ચોખામાં ખાતા વેંત જ તેની સર્કરાનું પ્રમાણ આપણા શરીરમાં ખુબ જ ઝડપથી એકદમ વધી જતું હોય છે.

 જ્યારે neutral મીલેટ્સમાં પોષક તત્વો હોય છે અને તેનો જો સામાન્ય માનવી ઉપયોગ કરે છે તો તેને  તે તંદુરસ્ત રાખે છે ત્યારે પોઝીટીવ મીલેટ્સ છે તે બીમાર વ્યક્તિને પણ સાજા કરે છે અને તે પોઝિટિવ મીલેટ્સ શરીરની સફાઈનું પણ કામ કરે છે. તેમાં વધુ પોષક તત્વો હોવાથી તે બીમારીઓને પણ દૂર કરે છે. આમ આ ઉપર જણાવ્યા પ્રમાણેના પાંચ પોઝીટીવ મીલેટ્સ છે. જયારે ઘઉં અને ચોખા એ નેગેટીવ મીલેટ્સ છે.

 છેલ્લા ઘણા વર્ષોથી આપણે જોઈ રહ્યા છીએ તો ડાયાબિટીસ અને અન્ય બીમારીઓનું પ્રમાણ વધી રહ્યુ છે. તેનું કારણ પણ છે. તો આપણે હવે ન્યુટ્રલ અને પોઝિટિવ મીલેટ્સ આપણા આહારમાં લઇ તેના ઉપર આપણે નિરામય જીવન વિજય મેળવી શકીએ તેમ છીએ.

પોઝિટિવ મીલેટ્સના ફાયદાઓ આપણે જોઈએ તો પોતે પ્રોટીનયુક્ત છે. તેમાં ઘણા બધા મીનરલ્સ રહેલા છે.  તેમ જ વિપુલ માત્રામાં પોષક તત્વો હોવાથી સ્વાસ્થ્ય પ્રદાન કરે છે. જો બીમાર વ્યકિતને અઠવાડિયામાં જો ફક્ત બે દિવસ પોઝિટિવ મીલેટ્સ ખવડાવવામાં આવે તો તંદુરસ્તી પ્રાપ્ત થાય છે.

 તે માટે ખાવાની રીત અગત્યની છે અત્રે ઘણા લોકોના મનમાં એવો પણ પ્રશ્ન છે કે multigrain આપણે ખાઈએ તેનાથી નુકસાન નથી પરંતુ પર્યાપ્ત ફાયદો પણ નથી તે માટે

 ડોકટર ખદરવલ્લીસાહેબના સંશોધન પ્રમાણે જો વારાફરતી દરરોજનું એક મીલેટ્સ ખાવામાં આવે તો જ તેમાંથી પૂરતા પોષક તત્વો અને દ્રવ્ય આપણા શરીરને દરરોજ અલગ અલગ આપણા શરીરને પ્રાપ્ત થતા હોય છે.

મીલેટ્સ ખાવાથી શારીરિક ફાયદા ઉપરાંત અન્ય ફાયદાઓ પણ છે જેમ કે

જે ખેડૂતોને ઓછા પાણીમાં અને ઓછા વરસાદમાં પણ તે ઉગાડી શકાય છે જ્યારે ઘઉં-ચોખા કોફી ચા વગેરેને ખૂબ જ પાણીની જરૂર પડે છે

પેસ્ટીસાઈડ કે દવાની જરૂર રહેતી નથી

તેમ જ ગ્લોબલ વોર્મિંગ જેવા પ્રશ્નો પણ તે મદદરૂપ થાય છે

તેમજ માટે પક્ષીઓ આવે છે તેને ઝડપથી જમીનને ફળદ્રુપ બનાવી શકાય શકાય છે

 મીલેટ્સ ખોરાકમાં કેવી રીતે ઉપયોગમાં લેવા આ અતિ મહત્વની બાબત છે

કોઈપણ મીલેટ્સ તમારે માટીના વાસણમાં મીલેટ્સ થી આઠ ભાગ પાણી લઈ અને ૮ થી ૧૦ કલાક પલાળવા ફરજિયાત છે.  પલાળવા ફરજિયાત છે.  અત્રે ઉલ્લેખ કરવો કે પોલીસ્ડ મીલેટ્સ ન લેવા પરંતું અનપોલીસ્ડ મીલેટ્સ  લેવા. તેને માટીના વાસણમાં જ પલાળવા.

 ફોરીજ/ખમીરઃ

ફોરીજ અથવા તો /ખમીર  બીમારી મટાડવા માટે આ એક અકસીર અને રામબાણ ઉપાય છે.

જો છ અઠવાડિયા સુધી આનો પ્રયોગ કરવામાં આવે તો ઘણા પરિણામો જોવા મળ્યા છે.

 

ફોરીજ/ખમી બનાવવાની રીત

કોઈ પણ પોઝિટિવ મીલેટ્સ ને ખમીર બનાવવા માટે માટીના વાસણમાં રાત્રે આઠથી દસ કલાક મીલેટ્સ ને પાણીમાં પલાળી દેવા.

ત્યારબાદ પછી તેને રાંધી નાખવા અને

રંધાઈ જાય પછી એ માટીના વાસણને મોઢા ઉપર કપડાં થી મોઢું બાંધી રહી ૬થી ૮ કલાક સુધી રાખવા એટલે ફરમેન્ટેશન થઇ જશે. આ અમે તૈયાર થઈ જશે તમારી ફોરીજ કે ખમીર.

 

સૂચનાઃ  ફરીવાર તેને ચૂલે ચડાવવાનું નથી. ૮ ભાગ પાણી લેવું, ૮ કલાક પલાળવું. ૮ કલાક મૂકી રાખવું.  પછી સ્વાદ અનુસાર તેમા મસાલો એડ કરીને પણ ખાઈ શકાય છે. કે શાક સાથે પણ લઇ શકો.

 

આ ઉપરાંત કસાયમ,  કાઢો,  ઉકાળો અથવા તો અર્ક તે વિષન ઉપર હવે આપણે નેક્સ્ટ વેબીનારમાં મળીશું.

 

અસ્તુ,

જય જય ગરવી ગુજરાત

જયહિંદ

 નમસ્તે.

 

 

સૈાજન્યઃ નરેન્દ્ર રાઠોડ, અમદાવાદ

તારીખઃ  ૧૭-૧૨-૨૦૨૧

 

આધારઃ તારીખ ૧૭-૧૨-૨૦૨૧ ના રોજ ઝુમ પ્લેટફોર્મ ઉપર સૈાપ્રથમ ગુજરાતીમાં વેબીનાર

Tuesday, 7 December 2021

મીલેટસ (ઝીણું અનાજ-ખડ ધાન્ય) અપનાઓ અને જીવન બદલો

મીલેટસ (ઝીણું અનાજ-ખડ ધાન્ય) અપનાઓ અને જીવન બદલો

વર્તમાન સમયમાં કોઇ ઘર કે કોઇ વ્યકિત એવી નહીં હોય, કે તેને શારીરિક કોઇ પણ વ્યાધિ નહીં હોય અને તેમાંય બી.પી., ડાયાબીયટીસ સ્કીન કે એલર્જી જેવા કોઇને કોઇ રોગ આ પ્રદુષિત યુગમાં થોડા ઘણાં અંશે હશે જ અથવા તેમના પરિવારમાં હશે. તો આ બધાય થી બચવા માટેનો એક રામબાણ ઇલાજ છે. 
"ખોરાક બદલો  -જીવન બદલો."

આપણાં વડવાઓ જાતે જ કામ કરતાં બહેનો જાતે કપડા ધૂએ, વાસણ ઉટકે, ઝાડુ પોતા કરે આજે દરેક માટે મશીન આવી ગયા છે ભાઇઓ ખેતરમાં કામ કરતાં એટલે કોઇને કોઇ પ્રકારે એકયુપ્રેશર કે હળવી કસરતથી પણ ખાધેલું પચી જતું હતું. 

આજે તો એરકંડીશનમાં બેસીને બધું ઓટોમેશન લાઇફ બની ગયું છે. એટલેથી નથી અટકતું ફાસ્ટ ફૂડ અને મેગી, પીઝા, બર્ગર જેવા ખોરાક ખાઇને પેટમાં સડો પેદા કરીએ છીએ તેની તો જાણકારી જ નથી. 

આવા સમયમાં એકમાત્ર ઉપાય હોય તો ખાવામાં ધાન એટલે કે મીલેટ્સનો ઉપયોગ કરો. આ મીલેટ્સ ત્રણ પ્રકારના આવે છે.
(૧) નેગેટીવ 
(ર) ન્યુટ્રલ અને 
(3) પોઝિટિવ
ઘઉં - નેગેટિવ મિલેટ્સ છે, 
જ્યારે બાજરી જવ જુવાર મકાઇ,રાગી બધા ન્યુટ્રલ મિલેટ્સ છે અને 
કોદરી,કાંગ,સામો,બંટી, બાવટો  આ બધા પોઝિટિવ મિલેટ્સ છે. 
આપણે પોઝીટીવ મીલેટ્સનો ઉપયોગ કરીને  નીરામય જીવન જીવી શકીએ તે માટે સંપુર્ણ ,નિઃશુલ્ક માર્ગદર્શન આપીએ છીએ 
આવો અને આજથી જ આહાર બદલીને નવી જીદગી શરૂ કરો. 

મિલેટ્સ ના અનેક ફાયદાઓ છે
સૌ પ્રથમ તંદુરસ્તીને જાળવી રાખે છે
પેસ્ટીસાઈડ અને ઝેરી કેમિકલ વગર ઉગી જાય છે
પર્યાવરણ માટે ખૂબ ફાયદાકારક છે
ગ્લુટેન ફ્રી તથા ફાઇબર અને મિનરલ્સયુક્ત હોય છે.

સંપર્કઃ
વાઈટલ વેલનેસ ......
હેમલ નાયક +918490010094

શેર માર્કેટ - રણ નીતિ : કનુભાઈ દવે

વિરમગામના આદરણીય જેઠાલાલ શાસ્ત્રીજીના પુત્ર કનુભાઇ જે. દવે દર સોમવારે દિવ્ય ભાસ્કર દૈનિકની વ્યાપાર વાણિજ્ય પૂર્તિમાં અભ્યાસ લેખ લખે છે. તેમન...