Tuesday, 7 December 2021

મીલેટસ (ઝીણું અનાજ-ખડ ધાન્ય) અપનાઓ અને જીવન બદલો

મીલેટસ (ઝીણું અનાજ-ખડ ધાન્ય) અપનાઓ અને જીવન બદલો

વર્તમાન સમયમાં કોઇ ઘર કે કોઇ વ્યકિત એવી નહીં હોય, કે તેને શારીરિક કોઇ પણ વ્યાધિ નહીં હોય અને તેમાંય બી.પી., ડાયાબીયટીસ સ્કીન કે એલર્જી જેવા કોઇને કોઇ રોગ આ પ્રદુષિત યુગમાં થોડા ઘણાં અંશે હશે જ અથવા તેમના પરિવારમાં હશે. તો આ બધાય થી બચવા માટેનો એક રામબાણ ઇલાજ છે. 
"ખોરાક બદલો  -જીવન બદલો."

આપણાં વડવાઓ જાતે જ કામ કરતાં બહેનો જાતે કપડા ધૂએ, વાસણ ઉટકે, ઝાડુ પોતા કરે આજે દરેક માટે મશીન આવી ગયા છે ભાઇઓ ખેતરમાં કામ કરતાં એટલે કોઇને કોઇ પ્રકારે એકયુપ્રેશર કે હળવી કસરતથી પણ ખાધેલું પચી જતું હતું. 

આજે તો એરકંડીશનમાં બેસીને બધું ઓટોમેશન લાઇફ બની ગયું છે. એટલેથી નથી અટકતું ફાસ્ટ ફૂડ અને મેગી, પીઝા, બર્ગર જેવા ખોરાક ખાઇને પેટમાં સડો પેદા કરીએ છીએ તેની તો જાણકારી જ નથી. 

આવા સમયમાં એકમાત્ર ઉપાય હોય તો ખાવામાં ધાન એટલે કે મીલેટ્સનો ઉપયોગ કરો. આ મીલેટ્સ ત્રણ પ્રકારના આવે છે.
(૧) નેગેટીવ 
(ર) ન્યુટ્રલ અને 
(3) પોઝિટિવ
ઘઉં - નેગેટિવ મિલેટ્સ છે, 
જ્યારે બાજરી જવ જુવાર મકાઇ,રાગી બધા ન્યુટ્રલ મિલેટ્સ છે અને 
કોદરી,કાંગ,સામો,બંટી, બાવટો  આ બધા પોઝિટિવ મિલેટ્સ છે. 
આપણે પોઝીટીવ મીલેટ્સનો ઉપયોગ કરીને  નીરામય જીવન જીવી શકીએ તે માટે સંપુર્ણ ,નિઃશુલ્ક માર્ગદર્શન આપીએ છીએ 
આવો અને આજથી જ આહાર બદલીને નવી જીદગી શરૂ કરો. 

મિલેટ્સ ના અનેક ફાયદાઓ છે
સૌ પ્રથમ તંદુરસ્તીને જાળવી રાખે છે
પેસ્ટીસાઈડ અને ઝેરી કેમિકલ વગર ઉગી જાય છે
પર્યાવરણ માટે ખૂબ ફાયદાકારક છે
ગ્લુટેન ફ્રી તથા ફાઇબર અને મિનરલ્સયુક્ત હોય છે.

સંપર્કઃ
વાઈટલ વેલનેસ ......
હેમલ નાયક +918490010094

No comments:

Post a Comment

My Family, Happy Family

My Family, Happy Family મારો પરિવાર,સુખી પરિવાર by Pujya Dr. Gnanvatsaldas Swami. પરિવારમાં એકબીજાની મર્યાદા જાણી લીધી પછી તેનાથી ટેવાઈ જવાન...