Saturday, 16 April 2022
શ્રુત - પ્રાર્થના
Monday, 4 April 2022
Millets Farming - Dr Khadar Valli
Dr Khadar Valli સાહેબ સાથે Millets Farming બાબતે કરેલ ઝૂમ મિટિંગ
Mission OmniOjas વિષે પ્રાથમિક પરિચય આપ્યો.
એ એક સમ વિચારો (Like mind peoples) ધરાવતા લોકોનું એક વર્તુલ છે. જે સંગઠીત થઇને જે
આપણા આરોગ્યની સુખાકારી, સંસ્કૃતિના જતનને પ્રાધાન્ય આપી જીવનમાં સાત્વિક આનંદ
પ્રાપ્ત થાય તેવી પ્રવૃતિઓ કરે છે.
જેમાં કોઇપણ જાતના આર્થિક ડોનેશન કે
યોગદાન વગર સ્વૈચ્છિકરીતે એક સહકારની ભાવનાથી ચલાવવામાં આવતું એક સંગઠન કે
પ્રવૃત્તિ કહી શકાય. જયાં જરૂર જણાશે ત્યા સહયોગ લેવામાં આવશે.
ખાસ કરીને નૈસર્ગિક જીવનશૈલી, પ્રાકૃતિક
ખેતી અને પર્યાવરણનું રક્ષણ ઉપર પ્રવૃતિઓ થશે.
Mission OmniOjas દ્વારા કરવામાં આવેલ પ્રવૃતિઓનો પરિચય આપ્યો.
મીલેટ્સ મેન ઓફ ઇન્ડીયા તરીકે જાણીતા એવા
ડો. ખદરવલ્લી સાહેબને સપ્ટેમ્બર ૨૦૨૧ માં change the food, change the life નામના સફળ કાર્યક્રમ પછી. મેધના શૂકલા જેઓ
મીલેટસની રેસીપીના નિષ્ણાત છે તેઓને
બોલાવીને કાર્યક્રમ કરવામાં આવ્યો અને હાલ નવીભોજન પ્રથાના અગ્રેસર એવા બી.વી
ચૈાહાણને બોલાવીને પણ નિરામય સ્વાસ્થ્ય માટેના સફળ કાર્યક્રમો કરવામાં આવ્યા.
Millets – આવનાર ભવિષ્યની પેઢી, જમીન, વાયુ અને પાણીને બચાવવા એક માત્ર ઉપાય.
મીલેટ્સ મેન ઓફ
ઇન્ડીયા તરીકે જાણીતા એવા સ્ટેરોઇડ સાયન્ટીસ્ટ અને મીલે્ટસના પ્રણેતા એવા ડો. ખદરવલ્લી
સાહેબે સપ્ટે ૨૦૨૧ માં ખૂબ જાણકારી અને સમજ તો આપી હતી. પણ હવે આ મીલેટસ કેમ જરુરી
છે, તેને કેવીરીતે ઉગાડવા અને તેને કેવી રીતે ખાવા આ બાબત ઉપર ખૂબ સરસ સમજ તેમણે
આપી.
ડો. ખદરવલ્લી સાહેબે
મીટીંગની શરુઆત કરતા કહયું કે મીલેટસ કેમ જરુરી છે, તેને કેવીરીતે ઉગાડવા અને તેને
કેવી રીતે ખાવા આ બાબત ઉપર ભારપુર્વક કહયું કે છેલ્લા ૫૦ વર્ષોથી આપણું શીરીર,
માટી, પાણી અને હવાનું સ્વાસ્થ્ય ખોઇ બેઠા
છીએે. તેને માટે આ મીલેટ્સ ઉગાડવા, ખાવા ખૂબ જરુરી છે.
મીલેટસ કેમ ખાવા જોઇએ
મીલેટસ ઉગાડવા માટે
પણી, માટી અને ફર્ટિલાઇઝર અને પેસ્ટીસાઇડ ની વાત સમજયા પછી હવે કેટલી જમીન ખેતી
લાયક રહી છે ? તે જાણો છો.
ડાયાબીટીસ, કેન્સર,
મંદબુધ્ધી બાળકોના જન્મો ... વિગેરેને હવે રોકવા, પાણી, જમીન અને વાયુને દુષિત થતા
રોકવા અને નિરામય સ્વાસ્થ્ય માટે મીલેટસ ખાવા જરૂરી છે.
એક બર્ડ આઇ વ્યુ
આપતા તેમણે જણાવ્યું
કે આપણા શરીર અને ખેતીના ઉજવળ ભવિષ્ય માટે મીલેટસ જરુરી છે. આજે તો દરેક રાજયમાં
એગ્રીકલ્ચર પોલીસીઓ પણ અલગ અલગ છે. અને
સ્વાસ્થ્ય ખેતી અને ખોરાકમાં જ છે. તેને એકસૂત્ર કરવા જ પડશે.
મીલેટસ કેમ ઉગાડવા
આજે જમીન બગડી છે તેની
સાથે પાણી અને વાયુ પ્રદુષિત થયા છે. મીલેટસ ઉગાડવામાં પાણીની ઓછી આવશ્યકતા છે.
પંખીઓ આવે અને તેની
ચરક ડૃોપીગ વ્યવારા એક કીલો મીલેટસથી ૧ ટ્રેકટર જેટલું બાયોફરટીલાઇઝર આપે છે.
આંમ એક થી બે સાયકલ પછી જમીન ફળદૃપ બની જાય
છે. ગાય આધારિત ખેતી પણ આટલું કરી શકતી નથી.
મીલેટસના બી ને
પલાળીને ઉગાડી શકાય છે. તેના મુળ રૂટ થોડી જ જગ્યા રોકે છે. ૧૫ દિવસમાં ગ્રીન ઘાંસ
તૈયાર થઇ જાય છે. હારવેસ્ટ કરે છે
ત્યારે સેવ સેાઇલ, સોઇલ પ્રોટેકટ જેવી આજે
ચાલતી ઝુબેશ ને પણ વેગ મળે છે. સુક્ષ્મ જીવો બચાવી સી ૪ મીલેટસ એ માનવ જાતના
નિરામય સ્વાસ્થ્ય સાથે પર્યાવરણને પણ ઉગારી શકે છે.
દર ૧૫ ફીટના અંતરે એ
ફીટ ઉડી ટેન્ચીસ કરવામાં આવે અને ડૃમ સ્ટીક, અમૃત ફળ, કે સીતાફળ જેવા નાના ઝાડ
ઉગાડવામાં આવે તે બધુ ઇઝી રીતે તે ઉગે છે
અને ર થી ૩ મહીને સ્પ્રીંન્કલ કરવાનું રહે છે.
પંખીઓના રૂપમાં પ્રકૃતિએ
સોઇલ સેવ કરવાની અણમોલ ભેટ આપી છે તો તેને મીલેટસ ઉગાડવામાં વાપરો અને સ્વસ્થ ભારત
બનાવો.
માટે નાના
ઇન્સટ્રુમેન્ટની જરુર પડે છે. જે એક બે
લાખમાં વસાવી શકાય છે જેને ડીહસ્કીગ કહેવામાં આવે છે. કુલ ૩ લાખમાં આખુ યુનિટ
સેટઅપ થઇ શકે છે.
મીલેટસનું કવચ કડક
હોય છે તેને ડીહસ્કીગ કરવા ઇમ્પરુવમેન્ટ થઇ રહયું છે. અને શોર્ટીગ કરવા માટે ટેકનોલોજી વિકસી રહી છે.
હાલ આ સ્મોલ, મીડીયમ
અને લાર્જ સ્કેલ ઉપર કામગીરી થઇ રહી છે.
ધરતીમાં પાણી ભરવા
માટે ટ્રેન્ચીસ ફોરેસ્ટ જંગલ ખેતીને પણ વધારીને આગળ કરવું પડશે.
પાણીની સગવડ હોય તો ગમે ત્યારે & પાણી ન હોય તો, ચોમાસાના ૧ બે અઠવાડીયા પેલા અને વરસાદ આવે પછી ૫ થી ૬ દીવસમા ઉગાડી શકાય.
જંગલ ખેતી
માટે તેમણે તેમની
ચોપડીનો ઉલ્લેખ કરેલ છે જે ગૃપમાં મુકવામાં આવશે. અને આપણે પણ ગુજરાતીઅનુવાદની
પુસ્તીકા સૈાને ગૃપમાં; આપનાર છીએ.
ટીમ ઓમનીઓજસ હવે
અમદાવાદ નજીક પાંચ વીઘા જમીન ઉપર મોડલ ફાર્મીગ કરવા ટુંક સમયમાં જઇ રહયું છે. તેમા
આપ સૈાનો સાથ અને સહકાર જોઇએ છે.તે માટે ડો. ખદરવલ્લી સાહેબે કહયું તેમ કાર્ય કરવા
કાર્યકરની જરૂર પડે તો આપ પણ આ અભિયાનમાં જોડાઇને મીશન ઓમનીઓજસને આગળ વધારા આગળ
આવો.
આભાર,
ડો. ખદરવલ્લી સાહેબ,
મીલેટસ મેન ઓફ ઇન્ડીયા, ડો. પલ્લવ દેસાઇ, મિશન ઓમની ઓજસ, ડો રાજેશ પટેલ જેમણે ઝૂમ
મીટીગ માટે પોર્ટલની સેવા આપી, ટીમ ઓમની ઓજસ તથા તમામ પાર્ટીસીપન્ટસનો અંતઃ કરણ
પુર્વક મીશન ઓમની ઓમજ આભાર માને છે.
Zoom – Online
Date: 01/04/2022
શેર માર્કેટ - રણ નીતિ : કનુભાઈ દવે
વિરમગામના આદરણીય જેઠાલાલ શાસ્ત્રીજીના પુત્ર કનુભાઇ જે. દવે દર સોમવારે દિવ્ય ભાસ્કર દૈનિકની વ્યાપાર વાણિજ્ય પૂર્તિમાં અભ્યાસ લેખ લખે છે. તેમન...
-
વિરમગામના આદરણીય જેઠાલાલ શાસ્ત્રીજીના પુત્ર કનુભાઇ જે. દવે દર સોમવારે દિવ્ય ભાસ્કર દૈનિકની વ્યાપાર વાણિજ્ય પૂર્તિમાં અભ્યાસ લેખ લખે છે. તેમન...
-
મારું ikigai તમારું જીવન જીવવાનું કારણ શું છે? જેમાં તમારો જુસ્સો, ધ્યેય, કૌશલ્ય અને વ્યવસાય એ બધાનો સમન્વય થાય છે.જેમાં એક પ્રત્યેક ...
-
ગઢડા અંત્ય ૯ - સારાંશ જે અમારા મોટા મોટા પરમહંસ છે તેની જેવી સ્થિતિ છે ને સમજણ છે તે અમે તમને બાઈ-ભાઈ સર્વને કહીએ ...