શ્રુત - પ્રાર્થના
કુદરતી તત્વોના સત્વમાંથી અર્ક બનાવી નિરામય સ્વાસ્થ્ય આપવા માટેની જયેશભાઈની વિભાવનાને સાકાર કરવા માટે, આપણે સૌ એક વિચાર થઈને જે શ્રુત ના માધ્યમથી જોડાયા છે. તેમજ
તેમાં આપણે સૌને પરમ કૃપાળુ પરમાત્મા આ દિવ્ય કાર્યમાં આપણે જ્યારે નિમિત્ત બનાવ્યા છે ત્યારે લોકકલ્યાણના આ કાર્યને સાકાર કરવા માટે જોઈતી યોગ્ય બળ બુદ્ધિ અને યોગ પ્રાપ્ત થાય તેમજ તે માટે જરૂરી એવી વ્યક્તિઓ, સ્થળ, સમય અને સંજોગોની પણ સાનુકૂળતા થાય, તે માટે અમારી આ પ્રાર્થના છે.
સર્વનું કલ્યાણ થાઓ
સર્વ મંગળ થાવ
સૌ સુખી થાઓ
સૌ આંનદ પામો
જય સ્વામિનારાયણ
નરેન્દ્ર રાઠોડ
અમદાવાદ
8-1-2022
3.03 am
Note:
Shrut Ayur Pharmacy
ગુજરાત રાજ્યના છોટાઉદેપુર જિલ્લાની પાસે આવેલ બોડેલી ગામના જંગલોમાં શ્રુત આયુર ફાર્મસી દ્વારા પ્રાકૃતિક ચિકિત્સા શ્રી જયેશભાઈ દ્વારા કરવામાં આવે છે
તેની ખાસ વિશેષતા એ છે કે જંગલ વિસ્તારમાં વસતા આદિવાસીઓ ગ્રામીણ અને વંચિત સમાજ અંધશ્રદ્ધા વ્યસન વહેમ ની વચ્ચે જીવે છે ત્યારે આવા દૂષણોથી દૂર કરી તેઓને પ્રાકૃતિક ચિકિત્સા દ્વારા તેઓના નિરામય સ્વાસ્થ્ય મળે એ માટે આ આયુ પ્રાકૃતિક ચિકિત્સા દ્વારા તેમજ ગાય આધારિત ખેતી દ્વારા આદિવાસીઓનું આદિવાસીઓનું નિરામય સ્વાસ્થ્ય સાથે પ્રશિક્ષણ આપવાનું કાર્ય પણ કરવામાં આવે છે
તો આવા શુભ સત્કાર્યમાં આપણે સૌ પણ જોડાઈએ
નરેન્દ્ર રાઠોડ
અમદાવાદ
હનુમાન જયંતિ
16.4.2022
No comments:
Post a Comment