Sunday, 28 June 2026

જેઠ સુદ દસમ – શ્રીજી મહારાજની અંતર્ધ્યાન તિથી

  જય શ્રી સ્વામિનારાયણ

    મનમાં એક વિચાર આવ્યો કે અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીની સમાધી સ્થળનું - ગોંડલ અક્ષરદેરી  જે આજના સમયમાં ખૂબ ચમત્કારિક અને દિવ્ય સ્થળ છે ત્યારે શ્રીજી મહારાજ જ્યારે અંતર ધ્યાન થયા અને ગઢપુર ખાતે લક્ષ્મીવાડીમાં તેમના સમાધિસ્થાનની તો જીવનમાં એક વખત મુલાકાત લેવી જ જોઈએ અને તેની મહાપૂજા અને અભિષેકનો પણ લાભ લેવો જોઈએ

    તે વિચારથી સમય અમોએ જેઠ સુદ દસમ – શ્રીજી મહારાજની અંતર્ધ્યાન તિથી અને ૨૦૨૬ ની તારીખ ૨૪ જુન, ના રોજ ગઢપુર અને લક્ષ્મીવાડી ના દર્શન નું આયોજન પરિવાર સાથે ગોઠવીએ અને એક દિવ્ય અનુભવ અને આનંદ પ્રાપ્ત કર્યો વિશેષ મહિમા જાણીએ 

ગઢપુર 

सर्वा अवतार धरतारं अक्षरधाम प्रदायक:

वंदे सर्वोपरि देव: त्वं गोपीनाथजी मनोहरं


સવૉપરી ભગવાન શ્રી સ્વામિનારાયણ ની કર્મભૂમિ એટલે ગઢપુરધામ છે, ભગવાન સ્વામિનારાયણ 29 વર્ષ આ ભૂમિ પર રહ્યા છે.

ચરણોમાં રજે ભર્યા ભરપૂર રે . 

સ્પર્શ રજ કરે દુઃખ દુર રે |

ધન્ય ધન્ય શેરી બજારને હાટ રે ||

- શ્રી પુરુષોત્તમપ્રકાશ ગ્રંથ.

ભગવાન સ્વામિનારાયણે ૯ ઓક્ટોબર ૧૮૨૮ ના રોજ આ મંદિરમાં મૂર્તિઓની સ્થાપના કરી હતી. મધ્યસ્થ મંદિરમાં ગોપીનાથ અને હરિકૃષ્ણ, પશ્ચિમ ધર્મસ્થળ પર ધર્મદેવ, ભક્તિમાતા અને વાસુદેવ અને પૂર્વ મંદિરમાં રેવતી-બળદેવજી, કૃષ્ણ અને સૂર્ય નારાયણ. હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ પણ છે.

લક્ષ્મી વાડી

લક્ષ્મીવાડી (સ્વામિનારાયણ ભગવાન અંતિમ સંસ્કાર સ્થળ) ગઢપુરમાં આવેલું છે. ત્યાં ભગવાન સ્વામિનારાયણના નશ્વર અવશેષોની અંતિમ વિધિના સ્થળે એક જ ગુંબજવાળું મંદિર બનાવવામાં આવ્યું છે. થોડે આગળ, ત્યાં એક મંડપ છે જ્યાં ભગવાન સ્વામિનારાયણ બેસીને પ્રવચન આપતા હતા, અને થોડે આગળ, ત્યાં નિષ્કુળા નંદ સ્વામીનો એક ઓરડો છે, જ્યાં તેમણે ભગવાન સ્વામિનારાયણની અંતિમ યાત્રા માટે તેમના દ્વારા તૈયાર કરેલી પાલખી મૂકી હતી. લીમડાના ઝાડ સામે આ સ્થાન છે, અને તેની પશ્ચિમી બાજુએ, ત્યાં એક બીજું મંડપ છે જ્યાં ભગવાન સ્વામિનારાયણે 'શરદોત્સવ' ઉજવ્યો હતો.

 

ભગવાન શ્રી સ્વામિનારાયણ ને સવૉપરી કહેવાય છે એનુ મુખ્ય રસપ્રદ એક કારણ એ પણ છે, આજ સૂધી આટલા અવતારો થયા પણ ભગવાન શ્રી સ્વામિનારાયણ એ પોતાના અંગે અંગ ના માપ નું સ્વરૂપ ગઢપુરધામ મા શ્રી ગોપીનાથજી મહારાજને  પોતાના હાથે પધરાવ્યા. ગઢપુર મંદિર માં બિરાજમાન શ્રી ગોપીનાથજી મહારાજનું સ્વરૂપ એ મહારાજ ની પ્રૌઢાવસ્થા (46 વર્ષ) નું સ્વરૂપ છે તથા હરિકૃષ્ણ મહારાજ નું સ્વરૂપ એ મહારાજ ની કિશોર અવસ્થા (16 વર્ષ) નું સ્વરૂપ છે.

 

ભગવાન શ્રી સ્વામિનારાયણ એ એમના શ્રીમુખે વચન આપતા કહ્યું છે,

આ ગોપીનાથજી મહારાજ નું સ્વરૂપ અને અમારા મા લેશ માત્ર ફેર ના જાણવો આ સ્વરૂપ મા અમે અખંડ બિરાજમાન રહીશું.

 

મહારાજ વારે વારે કહેતા "ગઢડું મારું ને હું ગઢડા નો એતો કદી ના મટવાનું".

 

શ્રીજી મહારાજ એ એમના શ્રી મુખે વચન આપતા કહ્યું છે .

" આ ગઢપુર મંદિર એતો અક્ષરધામ નું મધ્ય છે "

 

વળી મનકર્મને વચને રે , નિરખ્યા ગોપીનાથ જે જને રે |

તે તો પામશે અક્ષરધામ રે , થાશે જન તે પુરણ કામ રે ||

- શ્રી પુરુષોત્તમપ્રકાશ ગ્રંથ.

 

મહારાજ નું અતિ પ્રિય સ્થાન એટલે 'અક્ષર ઓરડી', મહારાજ રોજ અક્ષર ઓરડી મા પોઢતા અને ઘણીવાર મહારાજ ત્યાં એકાંત મા બેસતા અને ગોપાળાનંદ સ્વામિ નું દિક્ષા સ્થાન તથા મહારાજ આ ધરા પરથી સ્વધામ ગમન લિલા વખતે અંતિમ શ્વાસ અક્ષરધામ સમાન અક્ષર ઓરડી મા લીધો હતો.

 

લક્ષ્મીવાડી જે સ્થાનમા અત્યારે મંદિર છે એ સ્થાન રોજ મહારાજ જઈ ને માથું ટેકવતા અને કહેતા આ જગ્યા એ બધા અવતાર આવેલા છે તથા ભક્તચિંતામણી ની રચના લક્ષ્મીવાડી આ થઈ છે તથા મહારાજ નો અગ્નિ સંસ્કાર એજ જગ્યામા કરવામાં આવ્યો છે તથા ત્યાં મોટી બા નો બાજુ મા અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યો છે કેમકે મોટી બા લક્ષ્મીજી નો અવતાર થી પ્રસિદ્ધ છે તથા આ વાડી એમના નામ થી ઓળખાય છે. મહારાજ 3 સ્વરૂપે લક્ષ્મીવાડી ના નિજ મંદીર મા બિરાજમાન છે (1) સહજનંદ સ્વામિની પ્રતિમા મા , (2) અસ્થિ કળશ તથા (3) દિવ્ય ચરણારવિંદ સ્વરૂપે બિરાજમાન છે.


No comments:

Post a Comment

જેઠ સુદ દસમ – શ્રીજી મહારાજની અંતર્ધ્યાન તિથી

  ⊍ જય શ્રી સ્વામિનારાયણ ⊍      મનમાં એક વિચાર આવ્યો કે અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીની સમાધી સ્થળનું - ગોંડલ અક્ષરદેરી  જે આજના સમયમાં ખ...