Sunday, 29 March 2020

Walking Story

અશ્વિનભાઈ રન્નાપાર્ક પાસે એટીએમના વોચમેન છે, તેમના એક મિત્ર અર્જુન કે જે સ્થૂળકાય, મોટી ફાંદ, આળસુ અને સરકારી અધિકારી. તેને જોઈને અશ્વિનભાઈ કહે: " ચાલો ચાલો, નહીં તો નહીં ચાલો" અને ચાલવા માટે થોડીક વાતો પણ કરી. પ્રેરણા આપી. 

તે વાતો સ્પર્શી જતા અર્જુનભાઈએ ચાલવાનું શરૂ કર્યું અને કહ્યું અઠવાડિયામાં એક બે વખત તમારે મને હંમેશા મળતા રહેવું અને જ્યારે જ્યારે પણ અર્જુન અશ્વિનભાઈને મળતો ત્યારે અશ્વિનભાઈએ માચીસ બોક્સના સાઈઝના એવોર્ડ તૈયાર કરેલા જેમાં સ્ટીકર અને પેપર જેવા કે કાગળ ઉપર તૈયાર કર્યા.

જ્યારે બે દિવસ થયા ત્યારે એમણે પ્રતિક્રિયામાં  કહ્યું ગુડ,બીજા દિવસે સ્ટીકર એવોર્ડ આપ્યો અને તારીખ સાથે લખ્યું "good start is half done" આવી રીતે Achiever, Walker, Jogger, perfect person, fit, જેવા અવૉર્ડના શબ્દોએ ત્રણ મહિના સુધી સતત નિયમિત અર્જુનને ચાલતો રાખ્યો અને આ એવોર્ડ મેળવવાથી તે મનોમન ખુશ થતો મોટિવેટ થતો ઈન્સ્પાયર થતો તેને બીપી, ડાયાબિટીસ, સ્થૂળતા, ધીમે ધીમે દૂર થતા ગયા અને

એક દિવસ એવું બન્યું કે 10,000 દસ હજાર રૂપિયા અર્જુનને અશ્વિનભાઇ ને આપ્યા ત્યારે આશ્ચર્ય રીતે તેને પૂછતાં જણાવ્યું કે : આ કેમ મને આપો છો  ? તો ખુશ થતાં થતાં અર્જુન કહે, તેના સાચા હકદાર તમે છો.  હું મારા ઓર્ગેનાઇઝેશનમાં યોજાયેલ walkathon માં ફર્સ્ટ આવતા મને દસ હજાર રૂપિયાનો સિરપાવ મળેલ છે.

તમે જ તો  મને ઈન્સ્પાયર કર્યો, મોટીવેટ કર્યો, Recognize કર્યો અને Achiever કર્યો તેથી હું ખુશ છું. અને તેથી જ હું આજે જોગર બની ગયો છું.

તે સ્વીકારતા સ્વીકારતા ફરી પાછું એક સ્ટીકર એવોર્ડનું નજરાણું આપ્યું  અને કહ્યું,  મને ખબર છે, અર્જુન તું સારું લખી શકે છે, હવે તું Jogger તો બની ગયો પણ હવે તું બ્લોગર બન. 
અને આજથી અર્જુને તેના નવા બ્લોગ લખવાનું પણ શરૂ કર્યા છે.

નવા બ્લોગનું એડ્રેસ છે : xyx
અશ્વિનભાઈ ના જય સ્વામિનારાયણ

બોધ: આવીરીતે આપને થોડા સારા શબ્દો કે પ્રતિક્રિયા દ્વારા પણ જો જોગર, કે બ્લોગર  બનાવી શકતા હોઈએ તો એ પણ એક મોટી સેવા થઇ જશે. આજે જ સંકલ્પ કરો - હું પણ કરીશ અને બીજાને પ્રેરણા આપીને નવું જીવન જીવતા કરીશ. 
સારું લાગે તો લાઈક નહી, પણ અમલ કરજો.


Narendra Rathod
Boston, USA
7-9-2019 Saturday
12.43 pm

Saturday, 28 March 2020

Dr. Joe on - Blessings of energy centers.



ઉર્જા કેંદ્રોના આશીર્વાદ - એનર્જીની સુસંગતતા જો સમજાય તો જિંદગી જીવંત બની જાય. માત્ર એક ફ્રીકવન્સી જો બદલવામાં આવે તો જીવન, શરીર, માનસિકતા, ઇમોશન્સ, એનર્જી, એલર્જી આવી તમામ બાબતોને જીવનમાં બદલી શકાય છે.  તે માટે જીવંત મનુષ્યને મગજ માં આપેલા કેટલાક ઉર્જા કેંદ્રોને સુસંગત (coherence) કરવામાં આવે તો તે શક્ય બને છે. તે માટે ફક્ત એટલું જ ધ્યાનમાંં રાખવાનું છે, કે મારે આ એનર્જીનો ઉપયોગ કઇ દિશામાં કરવાનો છે, લો ઓફ ડાયનેમિકનો સિદ્ધાંત પણ આ દિશામાં કામ કરે છે. જેમ તમે કોઈને માન આપો તો, તમારા માટે દરેક જગ્યાએ સન્માન તૈયાર હોય છે. તે મુજબ આપણું મગજ અને પેચ્યુટરી ગ્રંથિ પણ તે પ્રમાણે સ્ત્રાવ કરતી થઈ જશે. આદમથી માંડીને મેલેકયુઝ, સેલ, કેમીકલ્સ, ટીસ્યુ, ઓર્ગન, સિસ્ટમ અને બોડી આ બધું એ જ રીતે સુસંગત કાર્ય કરતાં થઈ જશે. ઉદાહરણ તરીકે જોઇએ તો - કોઈ વ્યક્તિ વિચારે કે, મને બ્લડ કેન્સર છે, તો તરત જ તેની સિસ્ટમ નબળી પડવા લાગે છે, અને એની એનર્જી ઊર્જા નબળી પડવા લાગે છે અને તે દિશામાં સક્રિય થઇ જતા હોય છે. પછી જો તમારે તમારા ઇમોશન્સ બદલવા હોય, રોગ મટાડવો હોય, કે કોઇ તક જોઇતી હોય કે આશીર્વાદ મેળવવા હોય તો તે તમામ તમે આ એનર્જીની સુસંગતતા coherence ( સુસંગતતા ) મુજબ તમે બદલી શકો છો. આ તમારા હાથમાં જ છ. આ એનર્જીનો સ્તોત્ર તમારા મગજમાં એવા કેન્દ્ર સ્થાને ગોઠવી દો કે તમારી તમામ સફળતાઓ, બ્લેસિંગ, આશીર્વાદ, પોસીબિલિટી, તમામ તકોના દરવાજાઓ ખોલી જાય અને તે માટે માત્ર તમારે તમારા મગજમાં રહેલા ઊર્જાના કેન્દ્રો ને coding, recoding કરીને એનર્જેટિક કરવાના છે. 
તમારી પાસે ગતિ તો છે, પણ હવે ફક્ત દિશા આપવાની છે,
અને દિશા જ દશા બદલી શકે છેેે.


સંકલન - Dr. Joe on - Blessings of energy centers.ના આધારે
તારીખ 28 માર્ચ 2020, શનિવાર, અમદાવાદ
રાત્રે આઠ અને ૫૯ મિનિટ.
27` ટેમ્પરેચર
નરેન્દ્ર રાઠોડ
જય સ્વામિનારાયણ

સૈાજન્યઃ શ્રી રણજીત પટીલ.

શેર માર્કેટ - રણ નીતિ : કનુભાઈ દવે

વિરમગામના આદરણીય જેઠાલાલ શાસ્ત્રીજીના પુત્ર કનુભાઇ જે. દવે દર સોમવારે દિવ્ય ભાસ્કર દૈનિકની વ્યાપાર વાણિજ્ય પૂર્તિમાં અભ્યાસ લેખ લખે છે. તેમન...