Sunday, 29 March 2020

Walking Story

અશ્વિનભાઈ રન્નાપાર્ક પાસે એટીએમના વોચમેન છે, તેમના એક મિત્ર અર્જુન કે જે સ્થૂળકાય, મોટી ફાંદ, આળસુ અને સરકારી અધિકારી. તેને જોઈને અશ્વિનભાઈ કહે: " ચાલો ચાલો, નહીં તો નહીં ચાલો" અને ચાલવા માટે થોડીક વાતો પણ કરી. પ્રેરણા આપી. 

તે વાતો સ્પર્શી જતા અર્જુનભાઈએ ચાલવાનું શરૂ કર્યું અને કહ્યું અઠવાડિયામાં એક બે વખત તમારે મને હંમેશા મળતા રહેવું અને જ્યારે જ્યારે પણ અર્જુન અશ્વિનભાઈને મળતો ત્યારે અશ્વિનભાઈએ માચીસ બોક્સના સાઈઝના એવોર્ડ તૈયાર કરેલા જેમાં સ્ટીકર અને પેપર જેવા કે કાગળ ઉપર તૈયાર કર્યા.

જ્યારે બે દિવસ થયા ત્યારે એમણે પ્રતિક્રિયામાં  કહ્યું ગુડ,બીજા દિવસે સ્ટીકર એવોર્ડ આપ્યો અને તારીખ સાથે લખ્યું "good start is half done" આવી રીતે Achiever, Walker, Jogger, perfect person, fit, જેવા અવૉર્ડના શબ્દોએ ત્રણ મહિના સુધી સતત નિયમિત અર્જુનને ચાલતો રાખ્યો અને આ એવોર્ડ મેળવવાથી તે મનોમન ખુશ થતો મોટિવેટ થતો ઈન્સ્પાયર થતો તેને બીપી, ડાયાબિટીસ, સ્થૂળતા, ધીમે ધીમે દૂર થતા ગયા અને

એક દિવસ એવું બન્યું કે 10,000 દસ હજાર રૂપિયા અર્જુનને અશ્વિનભાઇ ને આપ્યા ત્યારે આશ્ચર્ય રીતે તેને પૂછતાં જણાવ્યું કે : આ કેમ મને આપો છો  ? તો ખુશ થતાં થતાં અર્જુન કહે, તેના સાચા હકદાર તમે છો.  હું મારા ઓર્ગેનાઇઝેશનમાં યોજાયેલ walkathon માં ફર્સ્ટ આવતા મને દસ હજાર રૂપિયાનો સિરપાવ મળેલ છે.

તમે જ તો  મને ઈન્સ્પાયર કર્યો, મોટીવેટ કર્યો, Recognize કર્યો અને Achiever કર્યો તેથી હું ખુશ છું. અને તેથી જ હું આજે જોગર બની ગયો છું.

તે સ્વીકારતા સ્વીકારતા ફરી પાછું એક સ્ટીકર એવોર્ડનું નજરાણું આપ્યું  અને કહ્યું,  મને ખબર છે, અર્જુન તું સારું લખી શકે છે, હવે તું Jogger તો બની ગયો પણ હવે તું બ્લોગર બન. 
અને આજથી અર્જુને તેના નવા બ્લોગ લખવાનું પણ શરૂ કર્યા છે.

નવા બ્લોગનું એડ્રેસ છે : xyx
અશ્વિનભાઈ ના જય સ્વામિનારાયણ

બોધ: આવીરીતે આપને થોડા સારા શબ્દો કે પ્રતિક્રિયા દ્વારા પણ જો જોગર, કે બ્લોગર  બનાવી શકતા હોઈએ તો એ પણ એક મોટી સેવા થઇ જશે. આજે જ સંકલ્પ કરો - હું પણ કરીશ અને બીજાને પ્રેરણા આપીને નવું જીવન જીવતા કરીશ. 
સારું લાગે તો લાઈક નહી, પણ અમલ કરજો.


Narendra Rathod
Boston, USA
7-9-2019 Saturday
12.43 pm

2 comments:

  1. It's a really amazing and inspiring
    Keep it continu......

    ReplyDelete
  2. It's really inspiring keep sending me.

    ReplyDelete

શેર માર્કેટ - રણ નીતિ : કનુભાઈ દવે

વિરમગામના આદરણીય જેઠાલાલ શાસ્ત્રીજીના પુત્ર કનુભાઇ જે. દવે દર સોમવારે દિવ્ય ભાસ્કર દૈનિકની વ્યાપાર વાણિજ્ય પૂર્તિમાં અભ્યાસ લેખ લખે છે. તેમન...