નીચે દર્શાવેલી જો એક્સરસાઇઝ સાચી રીતે કરવામાં આવે તો
હું જીવનમાં કયા ધ્યેયની કે ગોલની પ્રાપ્તિ કરવા ઈચ્છું છું. તે બહુ સ્પષ્ટ થઈ જશે
જેમાં બીજા કોઈને પૂછવાની કે જાણવાની જરૂર રહેશે નહીં
(1) એવું કહ્યું કામ કે વિષય છે કે જે તમને ખૂબ ગમે છે જેની સતત આતુરતા અને ઈચ્છા રહે છે
(2) એવું કયું કામ છે કે જેના માટે તમારે કોઈ સમય ફાળવવો પડતો નથી અને તે સહજ થઈ જાય છે
(3) એ કયો વિષય કે કામ છે જે કરવામાં તમને અંદરથી જ પોતાના આઈડિયા સુઝે છે અને વળી તમને એ
કરવાની ખૂબ મજા પડે છે
(4) એ કયો વિષય કે કાર્ય છે કે જેમાં તમને એ કરવામાં સમય પસાર કર્યા નો કોઈ થાક લાગતો નથી પરંતુ
તમે તે કર્યા પછી તાજા મજા થઈ જાઓ છો કે શક્તિશાળી બની જાવ છો અને ખૂબ ગમે છે
(5) છેલ્લે એવો કયો વિષય કે કામ છે જે કરવા માટે તમને કોઈ પણ પ્રકારના વખાણ, પૈસા કે કોઈ ટીકાની
પડી જ નથી છતાં તમે તેને કરવા માંગો છો અને તે કરવનો ખુબ આનદ આવે છે
આ એક્સરસાઇઝનો ફાયદો એ થશે જે તમારે જીવનમાં ખરેખર શું જોઈએ છે તે જાણી શકાશે અને તે તરફ આપની હાલ કેવી અને ક્યાં ગતિ છે તે પણ તમે જાણી શકશો.
તેમજ આવીજ બાબતને વધારે સ્પષ્ટતા કરતી જાપાનીસ એક બુક છે. The Best seller Japanese Book : IKIGAI : shows - The secret of the Happy and Happiness in the life. તેની વિભાવના ઉપર પણ આપણે એક નજર મારવી હોય તો નીચેની લીંક પર ક્લિક કરવા વિનંતી છે.
click here : to know my IKIGAI
નરેન્દ્ર રાઠોડ
બોસ્ટન યુએસએ
તારીખ ઓક્ટોબર 2022 સવારના 10:56
No comments:
Post a Comment