Sunday, 12 April 2020

માન્યતાનું નિર્માણ અને માન્યતા બદલો

માન્યતાનું નિર્માણ અને માન્યતા બદલો
માન્યતા જેને આપણે અંગ્રેજી શબ્દ Belief તરીકે ઓળખીએ છીએ.
તેને એક પ્રસંગ દ્વારા સમજીએ, એક ગામડાના બે મિત્રો સૌ પ્રથમવાર ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા. ટ્રેન ચાલી રહી હતી, અને બન્ને જણા કુતૂહલવશ બારીમાંથી બધું જોયા કરતા હતા. તે સમય દરમિયાન તેમને ભૂખ લાગતાં તેમણે તેમનો નાસ્તાનો ડબ્બો ખોલ્યો અને ખાવાનું શરૂ કર્યું. તો બંને મિત્રો પહેલા તું ખા, અને પહેલા તું ખા,આમ કરતા એક મિત્રે ખાવાનું શરૂ કર્યું અને અચાનક જ બોગદું આવ્યું અને અંધારું થઈ ગયું, તરત જ તે ગભરાઈ ગયો અને તેના મનમાં એવી ભ્રાંતિ થઈ કે ટ્રેનમાં આ ખાવાથી જ મને અંધાપો આવી ગયો છે.
એક ઉદાહરણ પ્રસંગ છે, અંધારું તો છે જ નહીં પણ પ્રકાશ નથી એ જ પ્રોબ્લેમ છે. પણ જો નિર્ણય થઇ જાય કે પ્રકાશ છે જ. તો કોઈ પ્રશ્ન જ ન રહે.
તો આવા પ્રસંગોથી ક્યારેક આપણા મનમાં જીવનમાં કેટલીક ગંઠાઈ ગયેલી માન્યતાઓ આપણા જીવનમાં અંધાપો લાવી દેતી હોય છે.

તો એમાંથી હવે આપણે કેવી રીતે બહાર આવી શકીએ ?
તેનો વિચાર કરીએ, માન્યતા બદલો
આવીજ રીતે આપના જીવનના રાહમાં કેટલાય બોગદા આવે ત્યારે અંધકાર છવાય જાય છે, પણ તે કાયમી નથી,....
આ વિષય ઉપરનો મારો આગામી બ્લોગ રીફર કરવા વિનંતી છે. 

નરેન્દ્ર રાઠોડ જય સ્વામિનારાયણ
તારીખ: 12-04-2020 11.45 am
અમદાવાદ

No comments:

Post a Comment

My Family, Happy Family

My Family, Happy Family મારો પરિવાર,સુખી પરિવાર by Pujya Dr. Gnanvatsaldas Swami. પરિવારમાં એકબીજાની મર્યાદા જાણી લીધી પછી તેનાથી ટેવાઈ જવાન...