લક્ષ્યપ્રાપ્તિનો ખરો અર્થ લક્ષ્ય પ્રાપ્ત થવું જ જોઈએ. તે વાતનો તો એટલો બધો આગ્રહ શા માટે ?
તેનો જવાબ ઇચ્છિત વસ્તુ સાધન કે સેવા પ્રાપ્ત થાય એટલે આનંદ વિશેષ તો ગોલ હાંસલ થઈ ગયો એટ્લે પૂરું.
લક્ષ્ય નિર્ધાર, લક્ષ્ય પ્રાપ્તિ, ગોલ સેટીંગ વગેરે અનેક બાબતોને સાચા અર્થમાં સમજવું જ હોય તો જે લક્ષ્ય તમે નક્કી કરો છો. તેનું સાચું મૂલ્ય તેના પરિણામ કે ફળ માં આપણે માનીએ છીએ, ખરેખર તો આ પ્રક્રિયા દરમિયાન તમારામાં જે આંતરિક વિકાસ થાય છે, તેમાં આનંદ લેવાનો છે.
જો આ સૂક્ષ્મ ભેદ સમજાઈ જાય તો આપણા જીવનમાં ગોલ સેટીંગ, રી-સેટ થઈ જશે અને આજે આપણે જે કંઈ અપ-સેટ થઈ જઈએ છીએ. તેમાં જરૂરથી નવું ચેત Set up એક્ટિવેટ થઈ જશે. આ પ્રક્રિયા દરમિયાન તમારામાં જે કાંઈ નવા પરિવર્તનો, ફેરફાર, ટ્રાન્સફોર્મેશન થાય તેની સૂક્ષ્મ નોંધ લો અને આજથી જ તેને જીવન ઉત્સવ બનાવી ઉજવવાનું શરૂ કરી દો. અને જુઓ આજ સુધી તમે જે કરતા હતા તેમાં કેટલો અને કેવો ફેર પડ્યો.
આજ છે લક્ષ્યપ્રાપ્તિ નું સાચું અને અંતિમ ફળ.
તારીખ 20 સપ્ટેમ્બર 2016
1.30 pm
સિડની
No comments:
Post a Comment