Monday, 27 April 2020

ચાલ,... જિંદગી જીવી લઈએ

ચાલ,... જિંદગી જીવી લઈએ
નહીં તો, જિંદગીભરનો અફસોસ રહેશે!
ફંડા: ફંડા એ છે કે,

આ જાણી લો અને સમજી લો અને બધું જ ભૂલી જાય ભૂલી જાવ અને આજથી જ આનો વિચાર અને આચાર શરૂ કરી દો તો જિંદગી જીવંત બની જશે. તમે જે મેળવવા ઈચ્છો છો તેવી જિંદગી, તમારી જ જિંદગી હશે, પણ

(૧) ખેર, હું બીજાની અપેક્ષા મુજબ જીવન જીવું છું ?

બીજાને રાજી રાખવા ખુશ કરવા, બીજાના સ્વભાવ, પ્રકૃતિ મુજબ, માનો યા ન માનો, આવું જ જીવન જીવવા આપણે સૌ પ્રયત્ન કરતા હોઈએ છીએ. ત્યારે "લુકિંગ ગુડ" & "નોટ લુકિંગ બેડ" આવા પ્રકારની જિંદગી જીવતા હોઈએ છીએ. પણ સહેજ વિચારો, આવું કરવાથી જીવનના અંતે તમને શું થશે, શું મળશે ?

ફંડા: ફંડા એ છે કે, મારી અપેક્ષા, સ્વભાવ, ગમતા પ્રમાણે જીવવાનું શરૂ કરું અને બીજાને ગમતા થાઓ.

(2) હું ગધેડાની, જિંદગી, જિંદગીભર જીવ્યો.

અહં અને મમત્વને કારણે આખી જિંદગી કામમાં જ જોતરાઇ ને હેલ્થ રિલેશન વેલ્થ ઘણું બધું ગુમાવ્યું અને વર્કોહોલિક થઈને કામકાજ કર્યા.
વિચારજો કોના માટે હું પણ આવું કરું છું તો ઊઠો જાગો અને કામ નો અનાદર કરવાનું નથી, પણ જેને પ્રાધાન્ય આપવાનું છે, તેને આપવાનું શરૂ કરી દો.

ફંડા: ફંડા એ છે કે, હું માત્ર મારી નોકરી ધંધા કામકાજ ઉપરાંત મારા પરિવાર બાળકો આરોગ્યને અવગણીશ નહીં અને તેના ઉપર ફોકસ કરીશ, અને તેને પણ હું પ્રાધાન્યતા આપી અને નવું જીવન બનાવીશ.

(3) જેની સાથે પ્રેમ આદર હતો, તેની સાથે વધુ રહી ન શક્યો.
આ અંતિમ અવસ્થાના ઉદગારો છે! અને જો આ ઉદગારો તમારા હશે તો ! વિચારજો, કે તમારી પાસે બીજો કોઈ વિકલ્પ નથી. જો તમે આનંદ ખુશી પ્રેમ આદર અને મમત્વ અને મહત્વ આપી અને જીવન જીવ્યા હોત તો, આ ઘડી આવી ન હોત. અને હવે તમને આ કોઈ આપી શકે તેમ નથી.

ફંડા: ફંડા એ છે કે, જિંદગી આપણને સુખ, સમૃદ્ધિ, શાંતિ નથી આપી શકતી. એ તો આપણને સમય, સ્થળ, સંબંધ અને સમજ આપી શકે છે.

(4) મારી લાગણીઓ પ્રદર્શિત ન કરી શક્યો.

તમારી લાગણીઓને રૂંધી ન રાખો, જે તમને ગમતા લોકો વચ્ચે વધુ સમય આપશો, ખુલ્લું મન રાખશો, તો પણ રહેશો. તો જીવનના અંત ભાગે, અફસોસ કરવાનો વારો નહીં આવે.

ફંડા: ફંડા એ છે કે,
"Live life lively,
which are you love"
જીવન એવું જીવો અને બનાવો કે જેને તમે ચાહો છો.

(5) હું મારી જાતને ખુશ કેમ રાખી ન શક્યો ?

મારા જ સંકુચિતતાના વિચારે જીવનની મોકળાશને છીનવી લીધી છે, અને અંતે અફસોસ સિવાય કાંઈ રહેતું નથી.
ખુશ રહેવા માટે તમારા જીવનનું રિમોટ કંટ્રોલ બીજાના હાથમાં આપવાને બદલે કે બીજાની એપ્રુવલ લેવાને બદલે, બીજાના અભિપ્રાય પૂછવાને અને જાણવાને બદલે, તમે તમારી જાતને સતત ખુશ રાખવાનો પ્રયત્ન કરો.

ફંડા: ફંડા એ છે કે,
તમને કોઈ સુખી કે દુઃખી કરી શકતું નથી તમે જ તમારી જાતને સુખી કે દુઃખી કરી શકો છો.
તમારું મન જે કહે તે કરો અને જીવનને મસ્ત બનાવો અને મસ્ત રહો.

રેફરન્સ:
આ કોઈ મનઘડત વાતો નથી, ઘણા સંશોધન પછી આ પાંચ મુદ્દા બહાર તારવવામાં આવ્યા છે. એક હોસ્પિટલની નર્સ દ્વારા જે પેશન્ટને અંતિમ ગણતરીના દિવસો બાકી રહેતા, તેણે તેઓનો ઘણો અભ્યાસ કરીને આ સંશોધન રજૂ કરવામાં આવેલ છે.
મરણ પથારીએ પડેલ વ્યક્તિની અંતિમ પાંચ ઈચ્છા, પાંચ અંતિમ અફસોસ કેવા હોય છે ?
કાશ આપણે પણ તેવી પરિસ્થિતિ ન થાય તે માટે આ બ્લોગ છે.
વિશેષ માહિતી આપ પણ મેળવી શકો છો.

સંકલન ~Source:
વેબસાઈટ : thegaurdian.com
Topic : Top 5 regrets of the dying.

નરેન્દ્ર રાઠોડ
બોસ્ટન, અમેરિકા
21 સપ્ટેમ્બર 2019

1 comment:

  1. Nice article, inspirative for youth and business owner.. not only Monetary goal should be achieved but also time allocation should allocate family , health , social , spiritual and fitness ....

    ReplyDelete

શેર માર્કેટ - રણ નીતિ : કનુભાઈ દવે

વિરમગામના આદરણીય જેઠાલાલ શાસ્ત્રીજીના પુત્ર કનુભાઇ જે. દવે દર સોમવારે દિવ્ય ભાસ્કર દૈનિકની વ્યાપાર વાણિજ્ય પૂર્તિમાં અભ્યાસ લેખ લખે છે. તેમન...