Sunday, 12 July 2026

શેરબજારના પાઠ: ટ્રેડિંગમાં સફળતા મેળવવા માટેના ૫ પ્રભાવશાળી અને ચોંકાવનારા રહસ્યો


1. પ્રસ્તાવના શેરબજારમાં પ્રવેશતા દરેક ટ્રેડરના મનમાં બે લાગણીઓ સતત સંઘર્ષ કરતી હોય છે: રાતોરાત કમાઈ લેવાની કુતૂહલતા અને મૂડી ગુમાવવાનો ડર. પરંતુ યાદ રાખો, ટ્રેડિંગ એ કોઈ જુગાર નથી, પણ એક ગણિત છે. 
જ્યારે તમે ટ્રેડિંગના 'બેઝિક' એટલે કે પાયાના સિદ્ધાંતોને આત્મસાત કરો છો, ત્યારે જ સફળતાનો માર્ગ ખુલે છે. એક મેન્ટર તરીકે હું તમને કહીશ કે ટ્રેડિંગમાં પદ્ધતિસરની શરૂઆત એ જ તમારી સૌથી મોટી સંપત્તિ છે. 
આ લેખમાં આપણે એવા મુદ્દાઓની ઊંડાણપૂર્વક ચર્ચા કરીશું જેને સામાન્ય ટ્રેડર્સ અવારનવાર નજરઅંદાજ કરે છે.

2. નફો એટલે શું? - એક નવી વ્યાખ્યા મોટાભાગના ટ્રેડર્સ સ્ક્રીન પર દેખાતા લીલા આંકડાઓને જોઈને રાજી થઈ જાય છે, પણ શું તે ખરેખર નફો છે? ના. મારા અનુભવ મુજબ નફાની સાચી વ્યાખ્યા સમજવી ખૂબ જરૂરી છે.Profit: Which money you take home from market. (નફો: એ નાણાં જે તમે બજારમાંથી ખરેખર તમારા ઘરે લઈ જાઓ છો.)ટ્રેડિંગમાં સફળ થવા માટે માત્ર ટેકનિકલ જ્ઞાન પૂરતું નથી; બજારનું મનોવિજ્ઞાન (Psychology of Market) અને તમારું પોતાનું મનોવિજ્ઞાન (Psychology of Yours) એકદમ સ્પષ્ટ હોવું જોઈએ. બજાર માટે તમારી પાસે ફાલતુ (Spare) સમય, નાણાં અને પૂરતું જ્ઞાન હોવું અનિવાર્ય છે. જો તમારી પાસે આ સાધનો અને માનસિક સ્પષ્ટતા નથી, તો બજારમાં ટકી રહેવું અશક્ય છે.

3. ઈચિમોકુ ક્લાઉડ: તમારો 'માસ્ટર' ઈન્ડિકેટર જ્યારે તમે મૂંઝવણમાં હોવ કે કયો ઈન્ડિકેટર વાપરવો, ત્યારે ઈચિમોકુ ક્લાઉડ (Ichimoku Cloud) પર ભરોસો કરો. આ એક 'All-in-one' માસ્ટર ઈન્ડિકેટર છે. તે માત્ર એન્ટ્રી જ નહીં, પણ સમગ્ર બજારનું ચિત્ર સ્પષ્ટ કરે છે.
ટેકનિકલ ઘટકો: આમાં Lagging Span (બ્લેક લાઇન) , Conversion Line અને Base Line (રેડ) નો સમાવેશ થાય છે. જ્યારે ભાવ (Price) ક્લાઉડની ઉપર હોય અને Conversion Line તેને ક્રોસ કરે, ત્યારે જ એન્ટ્રી લેવી શ્રેષ્ઠ ગણાય.
ટ્રેન્ડની ઓળખ: આ ઈન્ડિકેટર દ્વારા તમે N-way ટ્રેન્ડને ઓળખી શકો છો.
ક્લાઉડના સંકેતો: Green Cloud (Long) તેજી સૂચવે છે અને Red Cloud (Short) મંદી સૂચવે છે. જો માર્કેટ ક્લાઉડની વચ્ચે હોય, તો તે 'No Trade Zone' છે.
ભવિષ્યનું વિશ્લેષણ: આ ઈન્ડિકેટરની ખાસિયત એ છે કે તે ૨૬ દિવસ આગળનું (Forward) પોઝિશનલ પ્રોજેક્શન આપે છે, જે તમને ભવિષ્યના સપોર્ટ અને રેઝિસ્ટન્સ સમજવામાં મદદ કરે છે.
4. ટ્રેડિંગ ચેકલિસ્ટ: શિસ્ત એ જ સફળતાની ચાવી ટ્રેડિંગમાં તમારી શિસ્ત જ તમારો 'Code of Conduct' છે. કોઈપણ ટ્રેડ લેતા પહેલા તમારા ચેકલિસ્ટમાં નીચેના મુદ્દાઓ તપાસવા ફરજિયાત છે:
9:20 am નો નિયમ: 9:15 વાગ્યે બજાર ખુલતાની સાથે જ કૂદી પડવું નહીં. 9:15 થી 9:20 સુધી માત્ર માર્કેટની મૂવમેન્ટ અને લોજિકને સમજો. 9:20 પછી જ એન્ટ્રી માટેનો વિચાર કરો.
સચોટ પૃથ્થકરણ: ટ્રેડ લેતા પહેલા 52-week High/Low અને Pivot Table - Support લેવલ્સ અચૂક તપાસો.
કેશ બેલેન્સ અને માર્જિન: હંમેશા તમારી ઓર્ડર વેલ્યુ મુજબ પૂરતું કેશ બેલેન્સ રાખો. માત્ર બ્રોકરના માર્જિન પર આધારિત 'No over-balance trade' ની શિસ્ત પાળો.
સ્ટોપ લોસ (SL): વિધાઉટ SL ક્યારેય ટ્રેડ ન કરવો. SL હંમેશા કેલ્ક્યુલેટેડ અને તાર્કિક હોવો જોઈએ.
સેલિંગ રૂલ: કોઈપણ સ્ટોક વેચતા પહેલા તપાસો કે તેમાં કોઈ Bonus, Dividend કે Bonus shares મળવાના છે કે કેમ.

5. ઇન્ટ્રાડે સ્પેશિયલ: ઉતાવળ એ નુકસાનનું મૂળ ઇન્ટ્રાડે ટ્રેડિંગમાં સફળતાનો મંત્ર છે - 'ધીરજ'. ઉતાવળમાં લીધેલો ટ્રેડ હંમેશા નુકસાનનું કારણ બને છે.
5-Minute Timeframe: ઇન્ટ્રાડે માટે 5 મિનિટનો સમયગાળો શ્રેષ્ઠ છે. "Don't Hurry" - જ્યાં સુધી આગામી કેન્ડલ (Wait for next candle) કન્ફર્મ ન થાય ત્યાં સુધી પ્રવેશ ન કરો.
સ્ટોક સિલેક્શન: ટ્રેડ કરવા માટેના સેક્ટર Money Control પરથી શોધો અને વોલ્યુમ ધરાવતા સ્ટોક્સ શોધવા માટે Ticker Tape/Finology નો ઉપયોગ કરો. માત્ર પ્રાઈસ એક્શન નહીં, પણ 'વોલ્યુમ' માં મજબૂતી હોય તો જ ટ્રેડ લો.
લાલચ પર કાબૂ: નુકસાન થઈ રહ્યું હોય ત્યારે ઓવરટ્રેડિંગ ન કરો અને જ્યારે ટ્રેડ નફામાં હોય ત્યારે વધુ પડતી લાલચ ન કરો.Don't do over trading in loss and greed in profitable trade.6. જ્ઞાનના સ્ત્રોત અને ટેકનિકલ ટૂલ્સ એક સફળ ટ્રેડર બનવા માટે તમારી પાસે સાચી માહિતીના સ્ત્રોત હોવા જોઈએ. નીચે મુજબના ટૂલ્સ અને સંદર્ભોનો અભ્યાસ કરવાની ટેવ પાડો.
જેમકે જે તે વેબસાઈટ / ટૂલનું નામ | ઉપયોગ | સેક્ટર એનાલિસિસ અને માર્કેટ ન્યૂઝ માટે || NSE India | ઓથેન્ટિક માર્કેટ ડેટા અને % Change જોવા માટે || TradingView | એડવાન્સ્ડ ચાર્ટિંગ અને ઈચિમોકુ એનાલિસિસ માટે || Chartink | સ્કેનર્સ અને ટેકનિકલ ફિલ્ટર્સ માટે || goodreturns.in | માર્કેટ અપડેટ્સ અને ડેટા માટે |અત્રે આપેલ વિગત માત્ર જાણકારી માટે છે તે નિર્ધારિત સમજવી નહીં.
વધારાના સ્ત્રોત:
eNews Papers: જેમ કે Investment Point, Bluechip, Smart Investment ..જેવા અખબારોનું નિયમિત વાંચન કરો. Zee business live 
તમારા પોતાના References: માહિતી માટે વિશ્વસનીય ગ્રુપનો સંદર્ભ લઈ શકાય.

7. ઉપસંહાર ટ્રેડિંગ એ 'Passion + Discipline + Strategy + Rules' નું એક સંતુલિત મિશ્રણ છે. 
યાદ રાખો, બજાર હંમેશા ત્યાં જ રહેવાનું છે, પરંતુ તમારી મૂડી મર્યાદિત છે. શિસ્તબદ્ધ ટ્રેડર જ લાંબે ગાળે સફળ થાય છે.

અંતિમ વિચાર: શું તમે તમારો આગામી ટ્રેડ લેતા પહેલા તમારા ચેકલિસ્ટના તમામ બેક ટેસ્ટ કર્યા છે? અને શું તમારી પાસે એ ટ્રેડ માટે પૂરતું લોજિક છે? જો જવાબ 'હા' હોય, તો જ આગળ વધો. 
શિસ્ત એ જ નફાની ગેરંટી છે.

નરેન્દ્ર રાઠોડ
અમદાવાદ 
12 જુલાઈ 2026

Sunday, 28 June 2026

જેઠ સુદ દસમ – શ્રીજી મહારાજની અંતર્ધ્યાન તિથી

  જય શ્રી સ્વામિનારાયણ

    મનમાં એક વિચાર આવ્યો કે અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીની સમાધી સ્થળનું - ગોંડલ અક્ષરદેરી  જે આજના સમયમાં ખૂબ ચમત્કારિક અને દિવ્ય સ્થળ છે ત્યારે શ્રીજી મહારાજ જ્યારે અંતર ધ્યાન થયા અને ગઢપુર ખાતે લક્ષ્મીવાડીમાં તેમના સમાધિસ્થાનની તો જીવનમાં એક વખત મુલાકાત લેવી જ જોઈએ અને તેની મહાપૂજા અને અભિષેકનો પણ લાભ લેવો જોઈએ

    તે વિચારથી સમય અમોએ જેઠ સુદ દસમ – શ્રીજી મહારાજની અંતર્ધ્યાન તિથી અને ૨૦૨૬ ની તારીખ ૨૪ જુન, ના રોજ ગઢપુર અને લક્ષ્મીવાડી ના દર્શન નું આયોજન પરિવાર સાથે ગોઠવીએ અને એક દિવ્ય અનુભવ અને આનંદ પ્રાપ્ત કર્યો વિશેષ મહિમા જાણીએ 

ગઢપુર 

सर्वा अवतार धरतारं अक्षरधाम प्रदायक:

वंदे सर्वोपरि देव: त्वं गोपीनाथजी मनोहरं


સવૉપરી ભગવાન શ્રી સ્વામિનારાયણ ની કર્મભૂમિ એટલે ગઢપુરધામ છે, ભગવાન સ્વામિનારાયણ 29 વર્ષ આ ભૂમિ પર રહ્યા છે.

ચરણોમાં રજે ભર્યા ભરપૂર રે . 

સ્પર્શ રજ કરે દુઃખ દુર રે |

ધન્ય ધન્ય શેરી બજારને હાટ રે ||

- શ્રી પુરુષોત્તમપ્રકાશ ગ્રંથ.

ભગવાન સ્વામિનારાયણે ૯ ઓક્ટોબર ૧૮૨૮ ના રોજ આ મંદિરમાં મૂર્તિઓની સ્થાપના કરી હતી. મધ્યસ્થ મંદિરમાં ગોપીનાથ અને હરિકૃષ્ણ, પશ્ચિમ ધર્મસ્થળ પર ધર્મદેવ, ભક્તિમાતા અને વાસુદેવ અને પૂર્વ મંદિરમાં રેવતી-બળદેવજી, કૃષ્ણ અને સૂર્ય નારાયણ. હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ પણ છે.

લક્ષ્મી વાડી

લક્ષ્મીવાડી (સ્વામિનારાયણ ભગવાન અંતિમ સંસ્કાર સ્થળ) ગઢપુરમાં આવેલું છે. ત્યાં ભગવાન સ્વામિનારાયણના નશ્વર અવશેષોની અંતિમ વિધિના સ્થળે એક જ ગુંબજવાળું મંદિર બનાવવામાં આવ્યું છે. થોડે આગળ, ત્યાં એક મંડપ છે જ્યાં ભગવાન સ્વામિનારાયણ બેસીને પ્રવચન આપતા હતા, અને થોડે આગળ, ત્યાં નિષ્કુળા નંદ સ્વામીનો એક ઓરડો છે, જ્યાં તેમણે ભગવાન સ્વામિનારાયણની અંતિમ યાત્રા માટે તેમના દ્વારા તૈયાર કરેલી પાલખી મૂકી હતી. લીમડાના ઝાડ સામે આ સ્થાન છે, અને તેની પશ્ચિમી બાજુએ, ત્યાં એક બીજું મંડપ છે જ્યાં ભગવાન સ્વામિનારાયણે 'શરદોત્સવ' ઉજવ્યો હતો.

 

ભગવાન શ્રી સ્વામિનારાયણ ને સવૉપરી કહેવાય છે એનુ મુખ્ય રસપ્રદ એક કારણ એ પણ છે, આજ સૂધી આટલા અવતારો થયા પણ ભગવાન શ્રી સ્વામિનારાયણ એ પોતાના અંગે અંગ ના માપ નું સ્વરૂપ ગઢપુરધામ મા શ્રી ગોપીનાથજી મહારાજને  પોતાના હાથે પધરાવ્યા. ગઢપુર મંદિર માં બિરાજમાન શ્રી ગોપીનાથજી મહારાજનું સ્વરૂપ એ મહારાજ ની પ્રૌઢાવસ્થા (46 વર્ષ) નું સ્વરૂપ છે તથા હરિકૃષ્ણ મહારાજ નું સ્વરૂપ એ મહારાજ ની કિશોર અવસ્થા (16 વર્ષ) નું સ્વરૂપ છે.

 

ભગવાન શ્રી સ્વામિનારાયણ એ એમના શ્રીમુખે વચન આપતા કહ્યું છે,

આ ગોપીનાથજી મહારાજ નું સ્વરૂપ અને અમારા મા લેશ માત્ર ફેર ના જાણવો આ સ્વરૂપ મા અમે અખંડ બિરાજમાન રહીશું.

 

મહારાજ વારે વારે કહેતા "ગઢડું મારું ને હું ગઢડા નો એતો કદી ના મટવાનું".

 

શ્રીજી મહારાજ એ એમના શ્રી મુખે વચન આપતા કહ્યું છે .

" આ ગઢપુર મંદિર એતો અક્ષરધામ નું મધ્ય છે "

 

વળી મનકર્મને વચને રે , નિરખ્યા ગોપીનાથ જે જને રે |

તે તો પામશે અક્ષરધામ રે , થાશે જન તે પુરણ કામ રે ||

- શ્રી પુરુષોત્તમપ્રકાશ ગ્રંથ.

 

મહારાજ નું અતિ પ્રિય સ્થાન એટલે 'અક્ષર ઓરડી', મહારાજ રોજ અક્ષર ઓરડી મા પોઢતા અને ઘણીવાર મહારાજ ત્યાં એકાંત મા બેસતા અને ગોપાળાનંદ સ્વામિ નું દિક્ષા સ્થાન તથા મહારાજ આ ધરા પરથી સ્વધામ ગમન લિલા વખતે અંતિમ શ્વાસ અક્ષરધામ સમાન અક્ષર ઓરડી મા લીધો હતો.

 

લક્ષ્મીવાડી જે સ્થાનમા અત્યારે મંદિર છે એ સ્થાન રોજ મહારાજ જઈ ને માથું ટેકવતા અને કહેતા આ જગ્યા એ બધા અવતાર આવેલા છે તથા ભક્તચિંતામણી ની રચના લક્ષ્મીવાડી આ થઈ છે તથા મહારાજ નો અગ્નિ સંસ્કાર એજ જગ્યામા કરવામાં આવ્યો છે તથા ત્યાં મોટી બા નો બાજુ મા અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યો છે કેમકે મોટી બા લક્ષ્મીજી નો અવતાર થી પ્રસિદ્ધ છે તથા આ વાડી એમના નામ થી ઓળખાય છે. મહારાજ 3 સ્વરૂપે લક્ષ્મીવાડી ના નિજ મંદીર મા બિરાજમાન છે (1) સહજનંદ સ્વામિની પ્રતિમા મા , (2) અસ્થિ કળશ તથા (3) દિવ્ય ચરણારવિંદ સ્વરૂપે બિરાજમાન છે.


Monday, 21 July 2025

My Family, Happy Family

My Family, Happy Family
મારો પરિવાર,સુખી પરિવાર
by Pujya Dr. Gnanvatsaldas Swami.

પરિવારમાં એકબીજાની મર્યાદા જાણી લીધી પછી તેનાથી ટેવાઈ જવાનું
Know your all family members 

શિસ્ત અને નિયમ
No social Network chatting 
Don't cross your red line
વડીલો પ્રત્યે આદર,પ્રેમ અને સેવા
સંપીને, સમજીને, સાથે રહેશો તો સુખી થશો.

સંતાનોને શિક્ષણ સાથે સંસ્કાર આપો
ભગવાન પ્રત્યેની શ્રદ્ધા જગાડો
જીવનમાં શ્રદ્ધા ભક્તિ દૃઢ કરો

ઘરસભા
વિશ્વશાંતિ આપશે

સમાપન
T - Tolerance - સહનશીલતા 
A - Acceptance - સ્વીકૃતિ 
A - Apology - માફી
C - Compromise - સમાધાન

Courtesy: Narendra Rathod 

Sunday, 26 January 2025

બી.એ.પી.એસ સ્વામિનારાયણ મંદિર, નારણપુરા ઘાટલોડીયા મંદીર -ખાત મુહુર્ત

 







બી.એ.પી.એસ સ્વામિનારાયણ મંદિર, નારણપુરા ઘાટલોડીયાનો આજે પોષ વદ બારસ તારીખ 26 જાન્યુઆરી 2025 ના રોજ સવારે સદગુરુ પુ. ઈશ્વર ચરણદાસ સ્વામીના હસ્તે ખાત મુહુર્ત વિધિ કરવામાં આવ્યો.

જેમાં અમદાવાદ મંદિરના કોઠારી પૂજ્ય ધર્મ તિલક સ્વામી, પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામી, મધ્યસ્થ કાર્યાલય ના પૂ. યજ્ઞ પ્રિય સ્વામી તેમજ પૂજ્ય યોગેશ્વર સ્વામી અને અન્ય સંતો તેમજ નારણપુરા, ઘાટલોડીયા, સોલા અને વાડજના હરિભક્તોની વિશાળ હાજરીમાં આ પ્રસંગ યોજાઈ ગયો.

તમામ સંતો અને બાઈ ભાઈ હરિભક્તો દ્વારા મંદિર નિર્માણના પાયામાં ઇષ્ટિકા એટલે કે ઈંટ મૂકીને એક યાદગાર સ્મરણિય સત્સંગ પ્રવૃત્તિ કરી. ટુંક જ સમયમાં એટલે કે આવનાર દેવદિવાળીના દિવસે મંદિર તૈયાર કરી અને પ્રતિષ્ઠા કરવાનો પણ સંકલ્પ કરેલ છે.

આપણે સૌ તને મને ધને સેવા કરી ધન્ય બની આ સંકલ્પ પરિપૂર્ણ કરીએ અને ભગવાન અને સંતની પ્રસન્નતા પ્રાપ્ત કરીએ એ જ અભ્યર્થના સાથે જય સ્વામિનારાયણ.

નરેન્દ્ર રાઠોડ
અમદાવાદ
26-01-2025

Tuesday, 19 December 2023

ધીરજ

ધીરજ ધક્કો મારવાનું નહીં, પરંતુ જીવન રમતની રાહ જોવાનું અને પ્રશંસા સાથે વિવેક કરવાનું શીખવે છે, 
એ જાણીને સમજીને જીવીશું તો સમય જતાં જીવન બદલાઈને પલ્લવિત થઈજશે.

Thursday, 14 December 2023

અમેરિકા અક્ષરધામ મહોત્સવ


અમેરિકા અક્ષરધામ મહોત્સવ અંતર્ગત કોઈપણ વિડિયો જોવાની બાકી હોય તો આ લીંક દ્વારા જોઈ શકાશે.

Murti Pratishtha Ceremony Click

Celebrating Sanatan Dharma Click

Celebrating Indian Culture Click

Diksha Ceremony Click

Celebrating Values & Non-Violence Click

Celebrating Women’s Contribution Click

Murti Pratishtha Ceremony Click

Celebrating Interfaith Harmony Click

Celebrating Community Click 

Celebrating “In The Joy Of Others” (Pramukh Swami Maharaj Day) Click

Celebrating Spiritual Legacy (Mahant Swami Maharaj’s Birthday Celebrations) Click

Akshardham Murti Pratishtha Ceremony (Finale) Click 

Grand Dedication Ceremony Click


 જય સ્વામિનારાયણ
source: WhatsApp 

Tuesday, 12 December 2023

Think in new way

તમે જ તમારા વિચારો તમને તમારા ભાગ્યના નિર્માતા છો.

આજથી નવી રીતે વિચારો અને તમે નવા વ્યક્તિ બનશો. 

Give to the best you have
Best will come back to you
                - Narendra Rathod 
બધાને સુખ આપો અને તમે શાંતિથી જીવશો.  તમારા મનની શાંતિ, તમારી આસપાસની શાંતિની દુનિયા બનાવશો.
All the Best 👍

Sunday, 10 December 2023

બિલ્લી આવે તો ભાગ જાનાં....

બિલ્લી આવે તો ભાગ જાનાં....
એવો પ્રાપ્તિનો વિચાર થાય છે !!!!!!!

એટલે કે..
સર્વોપરી પૂર્ણ પુરુષોત્તમ નારાયણ સર્વના કર્તા કારણ અને નિયંતા ભગવાન સ્વામિનારાયણ છે
અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી મહારાજને રહેવું ધામ છે સત્પુરુષ છે

પ્રગટ ગુણાતીત સત્પુરુષ અખંડ સમ્યક પ્રકારે એ ભગવાનના ધારક સંત છે મોક્ષનું દ્વારા છે જે પ્રગટ પ્રમાણ મને સાક્ષાત મળ્યા છે મારા પ્રશ્નનો સાંભળ્યા છે, માર્ગદર્શન અને આશીર્વાદ આપી રહ્યા છે 

અને હું એ આ દેહ નથી હું પવિત્ર શાંત અને સર્વોચ્ચ દિવ્ય આત્મા છું અને મારામાં પણ એ પરમ પરમાત્માનો અંશ રહેલ છે 
હું અક્ષર છું મુક્ત છું પુરુષોત્તમ નો દાસ છું

મારા બહુ મોટા ભાગ્ય છે કે આ સત્સંગ, આ ભગવાન અને આ પ્રગટ સંત સાથે મારા દેહ અને આત્માનું મને જ્ઞાન થયું

વર્તમાન કાળે એજ પ્રગટ સત્પુરુષ ની આજ્ઞા છે કે ઉપર જણાવ્યા પ્રમાણે પ્રાપ્તિનો વિચાર સંત શાસ્ત્ર અને આજ્ઞા અને ઉપાસના મુજબ નિત્યપ્રત્યે ભાવથી અને અંતરના ઊંડાણથી કરવો 

નરેદ્ર રાઠોડ
10 ડિસેમ્બર 2023
10.05am
Sydney Australia 

Thursday, 2 November 2023

ગઢડા અંત્ય ૯ - સારાંશ




             ગઢડા અંત્ય ૯ - સારાંશ 
જે અમારા મોટા મોટા પરમહંસ છે તેની જેવી સ્થિતિ છે ને સમજણ છે તે અમે તમને બાઈ-ભાઈ સર્વને કહીએ

પોતાના હૃદયને વિષે જે જાણપણું છે તે ભગવાનના ધામનો દરવાજો છે. તે દરવાજા ઉપર સર્વ સંત ઊભા છે. 

તો તે દૃષ્ટાંતે કરીને કહીએ છીએ જે
• જેમ રાજાના ચાકર છે
• જેમ પાણિયારી હોય તે કૂવા ઉપર જળ સિંચવા
જેમ કોઈક પુરુષ ઘોડે ચડ્યો હોય ત્યારે ઘોડાના પેંગડામાં પગ હોય
• એવી રીતે શ્રીજીમહારાજે મોટા મોટા જે સંત તેની સ્થિતિ કહી દેખાડી ને પછી એમ બોલ્યા

તમારે સર્વેને પણ એવી રીતે અંતર સન્મુખ દૃષ્ટિ રાખીને નિરંતર ભગવાનની સેવામાં રહેવું અને ભગવાન વિના બીજાં પદાર્થ વહાલાં થવા દેવાં નહીં; એ વાતની અતિશય સાવધાની રાખવી. 

માટે પોતાની ભક્તિને નિર્વિઘ્ન રાખીને જે પરમેશ્વરનાં ચરણારવિંદને પામવાને ઇચ્છે તેને જાણપણારૂપ જે ભગવાનના ધામનો દરવાજો તેને વિષે સાવધાન થઈને રહેવું અને ભગવાન વિના બીજાં પદાર્થ ત્યાં પેસવા દેવાં નહીં.” 
એવી રીતે શ્રીજીમહારાજે પોતાના સર્વ ભક્તજનને શિક્ષાનાં વચન કહ્યાં.

નરેન્દ્ર રાઠોડ
Sydney Australia 
2-11-2023






Monday, 16 October 2023

ઉડી ગયેલા (ફ્યુઝડ) બલ્બની ક્લબ

*"ભવેન કચ્છી" નામ તો સાંભળ્યું જ હશે ! એક વર્તમાન પેપરના કટાર લેખક છે. એમનો એક લેખ વાંચ્યો.  ખૂબ વાસ્તવિક લાગ્યો. એટલે એનું સંક્ષિપ્તતીકરણ કરીને રજૂ કરવાનું મન થયું. જરૂર વાંચજો. આપણા જીવનને લગતું છે.*

*"ઉડી ગયેલા (ફ્યુઝડ) બલ્બની ક્લબ"*

રિટાયરમેન્ટ પછી ઘણા લોકો ભારે અજંપો અને એકલતા અનુભવતા હોય છે, કારણ કે તેઓએ તેમની અગાઉની કારકિર્દીમાં ખૂબ પ્રતિષ્ઠા, પદ, પૈસો,માન, સન્માન, લોક ચાહના મેળવી હોય છે. એટલે એ બાબતમાં એક અહંકાર *Ego* અજાણતા જ મનમાં ઘર કરી ગયો હોય છે. નિવૃત્તિ બાદ *"પદ ગયું અને બધું જ રદ થયું."*..

 ચાલો, આજે એક સજ્જનની વાત કરીએ જેઓ આવી પીડા થી, અજાણ્યા ઈગો થી પીડાતા હતા. તેમના ઘરની સામે ગાર્ડન હતો. તેમના જેવા નિવૃત્ત વડીલો ત્યાં આવી સાથે મળીને ગ્રુપમાં બેસતા. આ સજજને પણ ત્યાં જવાનું શરૂ કર્યું. પણ અંદરના ઈગોને કારણે એકલા બેસતા. તેમને બેઠેલા બીજા વડીલો  સામાજિક, શિક્ષણ, વગેરેની દ્રષ્ટિએ પછાત લગતા. આવા લોકો સાથે બેસવાથી પોતાની *પ્રતિભા* ખરડાય એવું માનતા. બાંકડા પર દૂર બેસીને ગ્રુપમાં બેઠેલા વડીલોની વાતો જરૂર સાંભળતા. તેમને નવાઈ લાગતી. કારણ વડીલોની ચર્ચાના વિષયમાં વિજ્ઞાન, રાજકારણ, તત્વજ્ઞાન, દેશ-વિદેશની ચર્ચાઓ, થતી. આ વડીલોનું ગ્રુપ *ભજીયા ગાંઠીયા વગેરે નાસ્તો મંગાવીને પણ ખાતા. એ પણ આ સજ્જન ને  ટિપિકલ *"મિડલ ક્લાસ" જેવું લાગતું.*
થોડા દિવસ તો આ સજ્જને દૂર કે નજીક બાંકડા પર બેસીને તેમની વાતો સાંભળી. પણ આખરે તેઓ પણ તો એક સામાજિક પ્રાણી હતા. એકલતા લાગવા માંડી. પણ તેમની અંદરનો અહંકાર તેમને આ લોકો સાથે ભળવા ન દેતો. એમને એમ હતું કે આ ગ્રુપના વડીલો સામેથી બોલાવે. ખરી રીતે તો તેમણે જ સામે ચાલીને ગ્રુપમાં ભળી જવું જોઈતું હતું. પરંતુ *ગુરુતાગ્રંથીને* કારણે એમ ન કરી શક્યા.
નસીબ જોગે ગ્રુપમાંના એક વડીલે જ સામે ચાલીને એ સજ્જનને નાસ્તામાં જોડાવા માટે આમંત્રણ આપ્યું. પછી પરિચય પૂછ્યો. સજ્જન તો રાહ જ  જોતા હતા કે  તેમના વિશે કોઈ પૂછે !!  તક મળી ગઈ એટલે સજ્જન તો પોતાની ઝળહળતી કારકિર્દી, પોતાના ઠાઠમાઠ,  ની બડાઈ હાંકવા લાગ્યા.  એમને એમ હતું કે આ મધ્યમ વર્ગીયોને પ્રભાવિત કરી તેમના પર રોફ જમાવીશ. બધા તેમને અહોભાવથી જોશે.  સજ્જને તો તેમના હાથ નીચે કેટલા કર્મચારીઓ કામ કરતા, તેમજ તેમને ફાળવવામાં આવેલ બંગલા, ગાડી, વગેરેનો ઉલ્લેખ કરી જાહોજલાલીની વગેરે વાતો કહેવાની શરૂ કરી. વડીલ ના ગ્રુપના બધા સભ્યો શાંતિથી તેમની વાત સાંભળતા.  તેમની કારકિર્દીને બિરદાવતા. આવું થોડા દિવસ ચાલ્યું,  ત્યારે એ સજ્જન ને લાગ્યું કે હું તો ફક્ત મારી જ વાત કરું છું.  મારી વાત સાંભળીને તેઓ તો પછી અન્ય વિષય પર મજાક મસ્તી અને નાસ્તા કરીને છૂટા પડે છે !!
આખરે એક દિવસ એ સજ્જને તેમને પૂછી જ લીધું કે તમે બધા પહેલા શું કરતા હતા? નોકરી કે ધંધો ?
 *( જવાબ તો વડીલ નો સાંભળવા જેવો છે )*
 તેમણે સહજતાથી જ કહ્યું, *"શું કરતો હતો તેનું હવે શું કામ છે ?"*  પેલા સજ્જન ને થયું,  કદાચ મારો ઉચ્ચ હોદ્દો અને રૂઆબ જોઈને તેઓ *લઘુતાગ્રંથી* અનુભવતા હશે ! પણ બીજા એક વડીલે વાતાવરણ હળવું બનાવવા કહ્યું, "ભાઈ ! અહીં હાજરી આપનાર કોઈને પણ તમે આ સવાલ પૂછશો તો તેનો ઉત્તર આવો જ હશે કે,  શું કરતો હતો તેનું હવે શું કામ છે ? " પછી તે વડીલે સજ્જનને કહ્યું, "તમે નવા સવા છો એટલે તમને જણાવી દઈએ કે અમારા ગ્રુપનું નામ *"ફ્યુઝડ બલ્બ એટલે કે ઉડી ગયેલા બલ્બનું ગ્રુપ કે ક્લબ છે"* અમે ભવ્ય ભૂતકાળને ભૂલીને વર્તમાનમાં જીવીએ છીએ. અમારો ભૂતકાળ જેવો પણ હતો ! અમે ત્યારે જેવા પણ હતા ! તે વાતને કાળની કુંડીમાં ધરબીને, એક સન્માનનીય, વયસ્ક નાગરિક, પરિવાર જનની રીતે જીવન વ્યતીત કરીએ છીએ. તમે જે વડીલને પ્રશ્ન પૂછ્યો હતો કે શું નોકરી કે  ધંધો કરતા હતા, તેમનો પરિચય હું જ આપી દઉં.  તેઓ *ઈસરો (ISRO)* માં જાણીતા વૈજ્ઞાનિક તરીકે નિવૃત્ત થયા છે. તેમના દીકરાઓ અમેરિકામાં છે. પણ તેમને ભારતની સામાજિક લાઈફ  ગમે છે તેથી તેઓ અહીં  રહે છે."
 પેલા સજ્જને એ પછી બીજા વડીલો વિશે પણ જાણ્યું કે અહીં ગ્રુપના બીજા વડીલો માંથી કોઈ ભૂતપૂર્વ સાંસદ, કોઈ આઈએએસ,  કોઈ યુનિવર્સિટીના ચાન્સેલર,  કે કોઈ રેલવેમાં મેનેજર હતા. હવે નિવૃત્ત જીવન જીવતા હતા.
પેલા સજ્જન ની તો કાપો તો લોહી ન નીકળે એવી હાલત થઈ ગઈ. હજી તો એ સજ્જન આ દ્વિધામાંથી બહાર આવે તે પહેલા જ એકબીજા વડીલે તેમને જણાવ્યું, *"અમે બધા ફ્યુઝડ ઉડી ગયેલા બલ્બ તરીકે ના અસ્તિત્વનો સહર્ષ અને ગૌરવભેર સ્વીકાર કરીને જીવનના નવા અધ્યાયને માણીએ છીએ.* અત્યાર સુધી કંપની, બોર્ડ, ધંધા, માટે જીવ્યા. *હવે અમે અમારી જોડે, અમારા માટે જીવીએ છીએ."* તેમણે આગળ કહ્યુ, " ઉગતા સૂરજને જ બધા પૂજે છે. હવે અમે આથમી ચૂક્યા છીએ. *સંસાર પરિવર્તનશીલ છે* તેવા *ભગવત ગીતા ના* બોધને આ રીતે જ લેવાનો છે. *ભૂતકાળમાં જે મેળવ્યું એ મનોમન એક ઉપલબ્ધિ જરૂર માનીએ છીએ.*  અગાઉની અવસ્થાને મૃત્યુ સમજી, નવી અવસ્થા અને મનોસ્થિતિ પ્રાપ્ત કરવાની હોય છે. તમે નવા નવા અમારા ગ્રુપની નજીક આવ્યા ત્યારે જ અમે સમજી ગયા હતા કે તમે પણ ઉડી ગયેલા બલ્બ છો પણ તમારું મન એ સ્વીકારતું ન હતું. તે અવસ્થા હવે તમારો ભૂતકાળ બની ગઈ છે.  ફ્યુઝડ બલ્બ ભલેને ગમે તેટલા પાવરનો  હોય પરંતુ *ઝીરો અહંકાર* ધરાવતો નવો બલ્બ આપણે ન બની શકીએ  ??
પેલા સજ્જને આંખમાં ભીનાશ સાથે ગ્રુપને નમ્રતાપૂર્વક પૂછ્યું, "આજથી મને તમારો ઉડી ગયેલા બલ્બની ક્લબનો સભ્ય બનાવશો ??.🙏

*મિત્રો,  પદ, પ્રતિષ્ઠા, મોભો, દરજ્જો, છોડીને સાહજિકતાથી જીવન જીવવાની શરૂઆત તો કરી જુઓ !! અને પછી જુઓ કે કેવી મજા છે એમાં.*

મિત્રો, જીવનમાં શિખર ઉપર પહોંચવાની મહત્વકાંક્ષા હોવી જ જોઈએ. અને પહોંચવાની કોશિશ પણ કરવી જોઈએ. પણ પહોંચી ગયા પછી પગ તો જમીન પર જ રાખવા જોઈએ. કારણ કે શિખરમાં *એકલતા* છે અને જમીન પર *મિત્રતા* છે. મિત્રતાને જાળવવી હોય,  બધાની સાથે બેસીને આનંદ કરવો હોય, તો યાદ રાખજો કે આકાશમાં ઉડયા પછી આખરે તો જમીન પર જ આવવાનું છે તો પગ તો જમીન પર જ રાખવા.🙏🏻


સંદર્ભ - WhatsApp મેસેજ માંથી...

Wednesday, 27 September 2023

પરિવર્તન

આપણો મનુષ્ય તરીકે નો જન્મએ કોઈ અકસ્માત નથી, પરંતુ હિન્દુ તત્વજ્ઞાન મુજબ આપણા પૂર્વ જન્મના ઘણા બધા પુણ્યો ના પ્રતાપે મનુષ્ય દેહ પ્રાપ્ત થાય છે.

ભગવાને બુદ્ધિ અને વાણીની સવિશેષ ભેટ એક માત્ર મનુષ્યને આપેલી છે. તેનો જો વિચાર કરવામાં આવે તો આપણી જીવનશૈલીમાં જો કોઈપણ જાતનો, ફેરફાર ન હોય, પરિવર્તન ન હોય તો આપણે કંટાળી જતા હોઈએ છીએ. કંઈક નવું કે બીજું કરવા ઈચ્છતા હોઈએ છીએ.

 આપણા વૈદિક સનાતન શાસ્ત્રોની ઉપર જો એક નજર નાખીએ, તો ભગવાન બલિરાજા ને ત્યાં ચાર મહિના માટે પધારે છે અને દેવશયની અને દેવઉઠી અગિયારસની વચ્ચે ભાદરવા સુદ અગિયારસ જ્યારે આવે તેને પરિવર્તની એકાદશી તરીકે ઓળખવામાં આવે છે. તે કથા મુજબ જેમાં ભગવાન પડખું ફરે છે તેઓ ઉલ્લેખ કરવામાં આવેલ છે. 

તો આપણે આપણા જીવનમાં પરિવર્તન કેવી રીતે લાવીએ અને તેને સમજી શકીએ તે એક મહત્વની બાબત છે.

જીવનશૈલીમાં આપણે જો ઉત્તર ઉત્તર ફેરફાર પ્રગતિ કે સુધારો કરીએ, પરિવર્તન, change, બદલાવ સુધારો, કરીએ તો જ તેને સાચું જીવન કહી શકાય. 

શા માટે ? આપણે અત્યારે આ જગ્યાએ છીએ? ત્યાંથી એક કદમ આગળ ક્યાં અને કઈ દિશામાં વધી શકીએ ? તેનો એક વિચાર કરવો રહ્યો,

 તો મિત્રો આપણે આપણા જીવનમાં અંતર્ગત દ્રષ્ટિ કરી અને આજે કયા ક્ષેત્રમાં અને કેટલા ફેરફારો સાથે આપણે આગળ વધવાનું છે.
 અને તેનો અમલ કરીને જો એક નવ જીવન પ્રાપ્ત કરીશું તો જ તેને સાચા અર્થ પણ પરિવર્તન અને પરિવર્તનીય એકાદશી ઉજવી ગણાશે.

અસ્તુ 
જય સ્વામિનારાયણ 

નરેન્દ્ર રાઠોડ
સિડની ઓસ્ટ્રેલિયા 
તારીખ 24 સપ્ટેમ્બર 2023

Tuesday, 18 July 2023

Thought & Cloud Technology

Thought & Cloud Technology
સામાન્ય રીતે એવી માન્યતા છે કે વિચારો આપણા મગજ માંથી આવતા હોય છે પરંતુ ખરેખર તો મગજ એ રીસીવર છે, જેમ રેડિયો છે તે જુદા જુદા તરંગો સ્ટેશનોને રીસીવ કરી અને આઉટપુટ આપે છે.

તેમ આપણું મગજ યુનિવર્સિટી બ્રહ્માંડના એક કેન્દ્ર સાથે જોડાયેલ છે. જે ત્યાંથી આપણને આપણા પૂર્વ જન્મના સંચિત કર્મો આવડત બુદ્ધિ સંગ સંપર્ક અનુભવો અને અન્ય અનેકવિધ બાબતોના સમન્વયને કારણે સારો કે નરસો વિચાર મગજને પ્રાપ્ત રિસીવ થતો હોય છે એટલે કે જો હું બ્રહ્માંડના કે યુનિવર્સિટી આ કેન્દ્ર સાથે મારો આત્મા સારી રીતે જોડાઈ શકતો હોય કનેક્ટ થઈ શકતો હોય તો હું જે ધારૂ તે મેનિફેસ્ટ એટલે કે તેને ઉજાગર કરી શકુ છું.

જેમ iT ટેકનોલોજીના સંદર્ભમાં કલાઉડ ટેકનોલજીનો ઉપયોગ માહિતી આધારિત સંચાર માટે થાય છે તો આ ઇજનેર પણ આ બાબતને સમજી લે તો કૈંક નવોજ આવિષ્કાર થાય ત્યારે

માટે કયો ક્યાં અને કેવો વિચાર લાવો અને સિલેક્ટ કરો એ મારી પસંદગી ઉપર છે.

મારે હેલ્થ, વેલ્થ ફેમિલી spiritual કે personal Growth તરફ જવું છે.. એ માટે જ નક્કી કરવું રહ્યું...

 તો આજે જ હું મારા બ્રહ્માંડ સાથે કનેક્ટ થઈ અને માટે જે દિશા અને દશા ધરાવવા જોઈએ છે  તે તરફ આગળ વધવા હું તૈયાર છું.
 
  અસ્તુ 
  જય સ્વામિનારાયણ 
  નરેન્દ્ર રાઠોડ 
  બોસ્ટન 
  તારીખ 14.07.2023
  12.10am રાત્રે બાર વાગે
  

Sunday, 9 April 2023

પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ ની રાખે આપ મુલાકાત લેવાનું ચુકી ગયા હોવ, તો ચાલો નગરના બધા જ એટ્રેકશન મુલાકાત લઇ આવીએ,

 જો રખેને આપ, 

પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની રાખે આપ મુલાકાત લેવાનું ચુકી ગયા હોવ તો 

ચાલો નગરના બધા જ એટ્રેકશન મુલાકાત લઇ આવીએ, લાઈનમાં ઉભા રહ્યા વગર …...

 


પ્રેરક અને પ્રભાવક પ્રદર્શન સૃષ્ટિ

પ્રદર્શન - ૧ સંત પરમ હિતકારી 

સંત પરમ હિતકારી -  વ્યક્તિથી લઈ વિશ્વનું પરમ હિત કરનાર પ્રમુખસ્વામી મહારાજના હૃદયની ઝાંખી કરાવતું ચિત્રપટ અને આઠ લાખ બબલ્સમાં રંગ ભરીને બનાવેલી પ્રમુખસ્વામી મહારાજની કલાત્મક મૂર્તિ અત્રે રજૂ કરવામાં આવેલ 



પ્રદર્શન - ૨ તૂટે હૃદય તૂટે ઘર

તૂટે હૃદય તૂટે ઘર -  અનેક કુટુંબોના મોભી અને માર્ગદર્શન બનેલા પ્રમુખસ્વામી મહારાજ એ પારિવારિક શાંતિ માટે આપેલ સોનેરી - સૂત્ર : ઘર સભા  Click here


પ્રદર્શન - ૩ નારી ઉત્કર્ષ મંડપમ

નારી ઉત્કર્ષ મંડપમ -  પ્રમુખસ્વામી મહારાજે પ્રવર્તતા આવેલી મહિલા ઉત્કર્ષ પ્રવૃત્તિ દ્વારા પ્રગતિના સોપાન સર કરેલી મહિલાઓ બીજાના સુખમાં આપણું સુખ બીજાના ઉત્કર્ષમાં આપણો ઉત્કર્ષ એ આધારિત કાર્યક્રમ અત્રે રજૂ કરેલ છે 



પ્રદર્શન - ૪ ચાલો, તો દે યે બંધન 

બંધન કરોળિયાના ઝાડા જેવું નાજુક છતાં જકડી લીધી એવું વ્યસનનું બંધન માનવીને મલિન કરે છે તો વ્યસન મુક્તિ સરસ રીતે અત્રે નિરૂપણ કરવામાં આવેલ છે Click here


પ્રદર્શન - ૫ હમારા ભારત, મેરા ભારત 

હમારા ભારત, મેરા -  ભારત પ્રમુખસ્વામી મહારાજના જીવન અને ઉપદેશમાંથી રાષ્ટ્ર પ્રત્યેની આપણી ફરજ શીખવતા અભિનય વિડિયો દ્વારા રચનાત્મક શબ્દ નૃત્યના સંયોજનથી રાષ્ટ્ર ભક્તિ દ્રઢાવવામાં આવી છે  Click here



પ્રદર્શન - ૬ સહજાનંદ જ્યોતિ મંડપમ

સહજાનંદ જ્યોતિ મંડપમ લાખોને સહજ આનંદ આપનાર ભગવાન સ્વામિનારાયણની જીવન જ્યોતિ નું દર્શન કરાવતો આ શો જ્યોતિ ઉદ્યાનના જગમગાટમાં ઝાંખી કરાવે છે.



બાળ પ્રદર્શન ખંડો 


૧. સી ઓફ સુવર્ણા (સુવર્ણા નો સમુદ્ર)

પ્રમુખસ્વામી મહારાજે આપેલું સફળતાનું સોનેરી સૂત્ર દ્રઢ આવતી આ પ્રસ્તુતિમાં બીએપીએસની 270 બાલિકાઓના નૃત્ય અભિનય દ્વારા સાગર તરંગો અને જળ સૃષ્ટિ મંચ પર જીવંત પ્રસારણ રજૂ કરેલ છે  Click here


૨. વિલેજ ઓફ બુઝો   (બુઝોનું ગામ) 

બાળકોને માતા-પિતાના ઉપકારો નું ઋણ સ્મરણ કરાવતી વાર્તા જીવંત અભિને અને વિડિયો દ્વારા પ્રસ્તુત કરેલ છે 

Click here


૩. જંગલ ઓફ શેરૂ  (શેરૂનું જંગલ) 

પ્રમુખસ્વામી મહારાજ બાળકોને પ્રેરણા આપતી જે વાર્તા કહેતા તે જંગલ અને વન્ય પ્રાણીઓની સૃષ્ટિ ની વાર્તા 300 બાળકોના નૃત્ય અભિની દ્વારા રજૂ થયેલ છે. Click here




લાઇટ એન્ડ સાઉન્ડ શો 

મહોત્સવ પૂર્ણ પુરુશ કા

લાઇટ એન્ડ સાઉન્ડ શો અનેક જીવનને પૂર્ણતા આપનાર પૂર્ણ પુરુષ પ્રમુખસ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવના દિવ્ય આનંદની અનુભૂતિ કરાવતો આસો થ્રીડી પ્રોજેક્શન મેપિંગ અને 575 કરતાં પણ વધુ બાળકો દ્વારા રજુ કરવામાં આવેલ છે  Click here


ગ્લો ગાર્ડન - પ્રમુખ જ્યોતિ ઉદ્યાન 

શ્રધાની જ્યોતિથી અનેકના જીવનની અંદરના અંધકાર દુર કરનાર પ્રમુખ સ્વામી મહારાજના સંદેશાની અદ્ભુત પ્રસ્તુતિ - પ્રમુખ જ્યોતિ ઉદ્યાન  Click here


Wednesday, 29 March 2023

દાર્શનિક લોકોએ આપેલ સુક્તિ-રત્નો

 

દાર્શનિક લોકોએ આપેલ સુક્તિ-રત્નો

 

·       હું દુનિયામાં બુદ્ધિશાળી વ્યક્તિ છું – કારણકે મને ખબર છે કે મને કઈ ખબર નથી, જે પોતાની અજ્ઞાનતાને જાણે છે તે જ બુદ્ધિશાળી છે.

 

·       સમય કાઢીને ચોક્કસ પુસ્તકો વાંચવી જોઈએ કારણકે પુસ્તકમાં જ્ઞાનની સાથે લોકોના અનુભવ પણ હોય છે. જે અમુલ્ય છે.

 

·       વ્યક્તિની સૌથી મોટી તાકાત તેના વિચાર અને બુદ્ધિ છે તે જેવું વિચારે છે તેવો બની જાય છે. તમે જેવી વિચારશો તેવા બની જશો

 

·       વ્યક્તિએ પોતાની નબળાઈઓ જાણવી જોઈએ અને તેને દૂર કરતો રહેશે એટલો જ એ મજબુત થતો જશે.

 

·       વ્યક્તિની અંદર સંતોષનો ગુણ હોવો જોઈએ, સંતોષ એ જ મોટું ધન છે

 

·       વ્યક્તિએ પોતાની ઈચ્છાઓ ઉપર કાબુ રાખવો જોઈએ, નહીતો પોતાના ઉપર જ નફરત નો ભાવ પ્રગટ થશે

 

·       વ્યક્તિએ સચ્ચાઇ સાથે જીવવું જોઈએ અને સચ્ચાઈનો જ સાથ આપવો જોઈએ

·       કોઈપણ વ્યકિતના જીવનમાં આળસ ન હોવી જોઈએ અન્યથા તે મૂલ્યહીન બની જાય છે

 

·       વ્યક્તિએ ક્યારેય ખોટું ન બોલવું જોઈએ તેમ કરવાથી મન મેલું થઇ જય છે

 

·       ક્યારેય પણ ખોટી વ્યક્તિ, વિચાર અને કાર્ય નો સાથ ન આપવો જોઈએ, તે આપણી  સારપ ને ખતમ કરી નાંખે છે

 

·       વ્યક્તિએ બીજા સાથે એવો જ વ્યવહાર કરવો જોઈએ જેવો પોતાની સાથે રાખવા ઈચ્છે છે

·       એક સાચો વ્યક્તિ નાના બાળક જેવો માસુમ અને કોમલ સ્વભાવનો હોય છે

 

·       વ્યક્તિએ પોતાની જાત સાથે દિવસમાં એક વાર વાત કરવી જ જોઈએ કે જેથી પોતાના વિશે ખબર પડે

 

·       જે વ્યક્તિ પોતાના ઉપર કન્ટ્રોલ નિયંત્રણ કરી શકે છે, તે જ દુનિયામાં બીજા ઉપર કંટ્રોલ કરી શકે છે

 

·       કોઇપણ સમસ્યાને બરોબર સમજવાથી, સમાધાન સુધી પહોચવાનો અડધો રસ્તો ત્યાંથી જ મળી જાય છે

 

·       મારા વિચારો બીજા કોઈને કઈ શીખવે કે ન શીખવે પણ, મારા વિચારે તેને પોતાના માટે વિચાર કરતો તો અવશ્ય કરી દે છે

 

·       દરેક વ્યક્તિએ લગ્ન તો કરવા જ જોઈએ, જો સારી પત્ની મળી તો ખુશીઓ મળશે, અને ન મળી તો જરૂર દાર્શનિક તો બની જ જશો.

 

·       સમસ્યા વગરનું જીવન શક્ય જ નથી અને સમસ્યા જ આપણને જીવનનું મુલ્ય સમજાવે છે.

 

·       વ્યક્તિના જીવનમાં સૌથી મુલ્યવાન ચીજ છે જ્ઞાન, અને સૌથી ખરાબ ચીજ છે અજ્ઞાન.

 

·       પરિવર્તનનો નિયમ છે બિનજરૂરી ચીજોને છોડીને નવી ચીજોનું નિર્માણ કરવું.

 

·       વ્યક્તિની અંદરનું આશ્ચર્ય જ એ છે કે રહસ્યમય ચીજો ઉપરથી પડદો ઉપાડી ને તેને બુદ્ધિમાન બનાવે છે

 

·       વ્યક્તિએ દરેક જીવ પ્રત્યે દયા રાખવી જોઈએ કેમકે દરેક જીવ પોતાના ક્ષેત્રમાં સંઘર્ષ કરતા જ હોય છે

 

·       શિક્ષણ એ વ્યક્તિના જીવનમાં અગ્નિ પ્રજ્વલિત કરવાનું કામ કરે છે નહિ કે તેને વાસણમાં ભરવાનું

 

·       વ્યક્તિએ કોઈની સાથે જો મિત્રતા કરે તો દ્રઢતાથી તેને નિભાવી જોઈએ અન્યથા તે ન જ કરવી જોઈએ

 

·       જે વ્યક્તિ મૂલ્યહીન હોય છે તે ફક્ત ખાવા અને પીવાની જ બાબત વાત કરે છે જયારે જે વ્યક્તિ મુલ્યવાન હોય તે જીવનના મુલ્યો વિશે પણ વિચારે છે

 

·       જે વ્યક્તિને પોતાના અવગુણ અને બીજાના સદગુણ ની ખબર છે તે જ વ્યક્તિ જીવનમાં ખુબ સફળ બની શકે છે

·       જિંદગીનો ખરો આનંદ કીમતી વસ્તુઓ પ્રાપ્ત કરવામાં નથી, પણ પોતાની પાસે જે ચીજ છે તેનો આનંદ લેવામાં છે

 

·       મહાન વ્યક્તિ જીવનના મુલ્યો ઉપર ચર્ચા કરે છે, સામાન્ય વ્યક્તિ દુનિયાની ઘટના ઉપર ચર્ચા કરે છે જયારે નિમ્ન કોટીના વ્યક્તિઓ એકબીજાની ચુગ્લીઓ કરતી હોય છે

 

·       વ્યક્તિ માટે સૌથી અઘરું હોય તો તેની મનની ચંચળતા દૂર કરવી તે છે

 

·       પ્રકૃતિએ આપણા સૌને આપેલ ચીજોને વિવેક પૂર્વક નો ઉપયોગ લોકોની ભલાઈ માટે જ થવો જોઈએ

·       વ્યક્તિએ ભગવાન સૌનું ભલું કરો એવી પ્રાર્થના કરવી જોઈએ

·       આળસ જીવતી વ્યક્તિની કબર સમાન છે

 

·       વ્યક્તિ પૈસાથી ગુણવાન બની નથી શકતો પરંતુ સારા ગુણોથી તે જરૂર અમીર બની જાય છે

·       વ્યક્તિ માટે સૌથી મહત્વનું જ્ઞાન છે ધન નહિ, કારણ કે ધન તો અસ્થિર છે પણ જ્ઞાન હમેશા સાથે રહે છે

 

·       વ્યક્તિ જો પોતાની ભૂલો સુધરતો રહે તો જરૂર એક દિવસ તે મહાન બની શકે છે

·       જ્ઞાનની શરૂઆત જ આશ્ચર્યથી થતી હોય છે

 

·       ઈર્ષ્યા વ્યક્તિની અંદર એક બીમારીની જેમ હોય છે

 

·       દુનિયાનું સૌથી કઠીન કામ પોતાની જાત ઉપર કંટ્રોલ કરવો

 

·       વ્યક્તિએ બીજાની ભૂલો જોઇને પોતાનામાં સુધારો લાવવો જોઈએ

·       કોઈ ખોટી વ્યક્તિને સાથ આપવો એ એક ભૂલ સમાન જ છે

 

·       મનમાં લીધેલો કોઇપણ સંકલ્પ આપ પૂરો કરી શકો છો

 

·       બુદ્ધિમાન લોકો પોતાની અજ્ઞાનતાને જાણે છે, મુર્ખ તે જાણતો નથી

 

 

નરેન્દ્ર રાઠોડ

અમદાવાદ

તારીખ: ૨૯-૦૩-૨૦૨૩

01.48 am

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

Tuesday, 1 November 2022

PSM100 "પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ" બોસ્ટન અમેરિકા

PSM100 "પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ" આવી રહી છે ત્યારે ચોક્કસ વિચાર આવે જ કે પ્રમુખસ્વામી મહારાજે મારા જીવનમાં મને ક્યાંકને ક્યાંક તો સ્પર્શયા જ છે. 
જ્યારે આવા સત્પુરુષનો શતાબ્દી  મહોત્સવ ભારતમાં ઉજવાતો હોય અને હું  અમેરિકામાં છું અને વળી ગુજરાતી છું ત્યારે બોસ્ટન ક્ષેત્ર દ્વારા 4 સ્થાને "પરમ શાંતિ" નામે આ ઇવેન્ટ થઈ રહી છે ત્યારે મારે તેમાં હાજરી આપીને મારી કૃતજ્ઞતા રજૂ કરવી જ રહી.
અત્રે BAPS Lowell ક્ષેત્રની બે ઇવેન્ટની વિગતો નીચે મુજબ છે 

5 નવેમ્બર 2022 શનિવાર નારોજ બપોરે 3:30 કલાકે Andover હાઇસ્કુલ ખાતે 

6 નવેમ્બર 2022 રવિવાર નારોજ બપોરે 3:30 કલાકે Nashua હાઇસ્કુલ ખાતે "પરમ શાંતિ" નામની ઇવેન્ટ યોજાનાર છે. 
આપ રજીસ્ટ્રેશન કરાવીને આવી શકો છો. તેમજ આવનાર ભવિષ્યના BAPS ના કાર્યક્રમોની જાણકારી પણ પ્રાપ્ત કરી શકો છો. તો આજેજ રજીસ્ટ્રેશન કરી જીવનના આવનાર દિવસોમાં દિવ્યતાનો ઉમેરો કરો.
રજીસ્ટ્રેશન માટે : 
Andover Click here
Nashua Click here

તો આ તારીખ અને સમય આપના કેલેન્ડર માં બ્લોક કરીને રાખશો. 
આપ સાનુકૂળતા કરી હાજર રહી શકો તે માટે આપનું માયાળુ ધ્યાન દોરવામાં આવે છે.

આપનો 
નરેન્દ્ર રાઠોડના જય સ્વામિનારાયણ 




Tuesday, 25 October 2022

તમે તમારા જ Goal setting જાણી શકશો.


નીચે દર્શાવેલી જો એક્સરસાઇઝ સાચી રીતે કરવામાં આવે તો 

હું જીવનમાં કયા ધ્યેયની કે ગોલની પ્રાપ્તિ કરવા ઈચ્છું છું. તે બહુ સ્પષ્ટ થઈ જશે 

જેમાં બીજા કોઈને પૂછવાની કે જાણવાની જરૂર રહેશે નહીં


(1) એવું કહ્યું કામ કે વિષય છે કે જે તમને ખૂબ ગમે છે જેની સતત આતુરતા અને ઈચ્છા રહે છે


(2) એવું કયું કામ છે કે જેના માટે તમારે કોઈ સમય ફાળવવો પડતો નથી અને તે સહજ થઈ જાય છે


(3) એ કયો વિષય કે કામ છે જે કરવામાં તમને અંદરથી જ પોતાના આઈડિયા સુઝે છે અને વળી તમને એ 

કરવાની ખૂબ મજા પડે છે


(4) એ કયો વિષય કે કાર્ય છે કે જેમાં તમને એ  કરવામાં સમય પસાર કર્યા નો કોઈ થાક લાગતો નથી પરંતુ 

તમે તે કર્યા પછી તાજા મજા થઈ જાઓ છો કે શક્તિશાળી બની જાવ છો અને ખૂબ ગમે છે


(5) છેલ્લે એવો કયો વિષય કે કામ છે જે કરવા માટે તમને કોઈ પણ પ્રકારના વખાણ, પૈસા કે કોઈ ટીકાની 

પડી જ નથી છતાં તમે તેને કરવા માંગો છો અને તે કરવનો ખુબ આનદ આવે છે 


આ એક્સરસાઇઝનો ફાયદો એ થશે જે તમારે જીવનમાં ખરેખર શું જોઈએ છે તે જાણી શકાશે અને તે તરફ આપની હાલ કેવી અને ક્યાં ગતિ છે તે પણ તમે જાણી શકશો.


તેમજ આવીજ બાબતને વધારે સ્પષ્ટતા કરતી જાપાનીસ એક બુક છે. The Best seller Japanese Book : IKIGAI  : shows  - The secret of the Happy and Happiness in the life. તેની વિભાવના ઉપર પણ આપણે એક નજર મારવી હોય તો નીચેની લીંક પર ક્લિક કરવા વિનંતી છે.


click here : to know my IKIGAI



નરેન્દ્ર રાઠોડ 

બોસ્ટન યુએસએ 

તારીખ ઓક્ટોબર 2022 સવારના 10:56


શેરબજારના પાઠ: ટ્રેડિંગમાં સફળતા મેળવવા માટેના ૫ પ્રભાવશાળી અને ચોંકાવનારા રહસ્યો

1. પ્રસ્તાવના શેરબજારમાં પ્રવેશતા દરેક ટ્રેડરના મનમાં બે લાગણીઓ સતત સંઘર્ષ કરતી હોય છે: રાતોરાત કમાઈ લેવાની કુતૂહલતા અને મૂડી ગુમાવવાનો ડર...