Sunday, 9 April 2023

પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ ની રાખે આપ મુલાકાત લેવાનું ચુકી ગયા હોવ, તો ચાલો નગરના બધા જ એટ્રેકશન મુલાકાત લઇ આવીએ,

 જો રખેને આપ, 

પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની રાખે આપ મુલાકાત લેવાનું ચુકી ગયા હોવ તો 

ચાલો નગરના બધા જ એટ્રેકશન મુલાકાત લઇ આવીએ, લાઈનમાં ઉભા રહ્યા વગર …...

 


પ્રેરક અને પ્રભાવક પ્રદર્શન સૃષ્ટિ

પ્રદર્શન - ૧ સંત પરમ હિતકારી 

સંત પરમ હિતકારી -  વ્યક્તિથી લઈ વિશ્વનું પરમ હિત કરનાર પ્રમુખસ્વામી મહારાજના હૃદયની ઝાંખી કરાવતું ચિત્રપટ અને આઠ લાખ બબલ્સમાં રંગ ભરીને બનાવેલી પ્રમુખસ્વામી મહારાજની કલાત્મક મૂર્તિ અત્રે રજૂ કરવામાં આવેલ 



પ્રદર્શન - ૨ તૂટે હૃદય તૂટે ઘર

તૂટે હૃદય તૂટે ઘર -  અનેક કુટુંબોના મોભી અને માર્ગદર્શન બનેલા પ્રમુખસ્વામી મહારાજ એ પારિવારિક શાંતિ માટે આપેલ સોનેરી - સૂત્ર : ઘર સભા  Click here


પ્રદર્શન - ૩ નારી ઉત્કર્ષ મંડપમ

નારી ઉત્કર્ષ મંડપમ -  પ્રમુખસ્વામી મહારાજે પ્રવર્તતા આવેલી મહિલા ઉત્કર્ષ પ્રવૃત્તિ દ્વારા પ્રગતિના સોપાન સર કરેલી મહિલાઓ બીજાના સુખમાં આપણું સુખ બીજાના ઉત્કર્ષમાં આપણો ઉત્કર્ષ એ આધારિત કાર્યક્રમ અત્રે રજૂ કરેલ છે 



પ્રદર્શન - ૪ ચાલો, તો દે યે બંધન 

બંધન કરોળિયાના ઝાડા જેવું નાજુક છતાં જકડી લીધી એવું વ્યસનનું બંધન માનવીને મલિન કરે છે તો વ્યસન મુક્તિ સરસ રીતે અત્રે નિરૂપણ કરવામાં આવેલ છે Click here


પ્રદર્શન - ૫ હમારા ભારત, મેરા ભારત 

હમારા ભારત, મેરા -  ભારત પ્રમુખસ્વામી મહારાજના જીવન અને ઉપદેશમાંથી રાષ્ટ્ર પ્રત્યેની આપણી ફરજ શીખવતા અભિનય વિડિયો દ્વારા રચનાત્મક શબ્દ નૃત્યના સંયોજનથી રાષ્ટ્ર ભક્તિ દ્રઢાવવામાં આવી છે  Click here



પ્રદર્શન - ૬ સહજાનંદ જ્યોતિ મંડપમ

સહજાનંદ જ્યોતિ મંડપમ લાખોને સહજ આનંદ આપનાર ભગવાન સ્વામિનારાયણની જીવન જ્યોતિ નું દર્શન કરાવતો આ શો જ્યોતિ ઉદ્યાનના જગમગાટમાં ઝાંખી કરાવે છે.



બાળ પ્રદર્શન ખંડો 


૧. સી ઓફ સુવર્ણા (સુવર્ણા નો સમુદ્ર)

પ્રમુખસ્વામી મહારાજે આપેલું સફળતાનું સોનેરી સૂત્ર દ્રઢ આવતી આ પ્રસ્તુતિમાં બીએપીએસની 270 બાલિકાઓના નૃત્ય અભિનય દ્વારા સાગર તરંગો અને જળ સૃષ્ટિ મંચ પર જીવંત પ્રસારણ રજૂ કરેલ છે  Click here


૨. વિલેજ ઓફ બુઝો   (બુઝોનું ગામ) 

બાળકોને માતા-પિતાના ઉપકારો નું ઋણ સ્મરણ કરાવતી વાર્તા જીવંત અભિને અને વિડિયો દ્વારા પ્રસ્તુત કરેલ છે 

Click here


૩. જંગલ ઓફ શેરૂ  (શેરૂનું જંગલ) 

પ્રમુખસ્વામી મહારાજ બાળકોને પ્રેરણા આપતી જે વાર્તા કહેતા તે જંગલ અને વન્ય પ્રાણીઓની સૃષ્ટિ ની વાર્તા 300 બાળકોના નૃત્ય અભિની દ્વારા રજૂ થયેલ છે. Click here




લાઇટ એન્ડ સાઉન્ડ શો 

મહોત્સવ પૂર્ણ પુરુશ કા

લાઇટ એન્ડ સાઉન્ડ શો અનેક જીવનને પૂર્ણતા આપનાર પૂર્ણ પુરુષ પ્રમુખસ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવના દિવ્ય આનંદની અનુભૂતિ કરાવતો આસો થ્રીડી પ્રોજેક્શન મેપિંગ અને 575 કરતાં પણ વધુ બાળકો દ્વારા રજુ કરવામાં આવેલ છે  Click here


ગ્લો ગાર્ડન - પ્રમુખ જ્યોતિ ઉદ્યાન 

શ્રધાની જ્યોતિથી અનેકના જીવનની અંદરના અંધકાર દુર કરનાર પ્રમુખ સ્વામી મહારાજના સંદેશાની અદ્ભુત પ્રસ્તુતિ - પ્રમુખ જ્યોતિ ઉદ્યાન  Click here


Wednesday, 29 March 2023

દાર્શનિક લોકોએ આપેલ સુક્તિ-રત્નો

 

દાર્શનિક લોકોએ આપેલ સુક્તિ-રત્નો

 

·       હું દુનિયામાં બુદ્ધિશાળી વ્યક્તિ છું – કારણકે મને ખબર છે કે મને કઈ ખબર નથી, જે પોતાની અજ્ઞાનતાને જાણે છે તે જ બુદ્ધિશાળી છે.

 

·       સમય કાઢીને ચોક્કસ પુસ્તકો વાંચવી જોઈએ કારણકે પુસ્તકમાં જ્ઞાનની સાથે લોકોના અનુભવ પણ હોય છે. જે અમુલ્ય છે.

 

·       વ્યક્તિની સૌથી મોટી તાકાત તેના વિચાર અને બુદ્ધિ છે તે જેવું વિચારે છે તેવો બની જાય છે. તમે જેવી વિચારશો તેવા બની જશો

 

·       વ્યક્તિએ પોતાની નબળાઈઓ જાણવી જોઈએ અને તેને દૂર કરતો રહેશે એટલો જ એ મજબુત થતો જશે.

 

·       વ્યક્તિની અંદર સંતોષનો ગુણ હોવો જોઈએ, સંતોષ એ જ મોટું ધન છે

 

·       વ્યક્તિએ પોતાની ઈચ્છાઓ ઉપર કાબુ રાખવો જોઈએ, નહીતો પોતાના ઉપર જ નફરત નો ભાવ પ્રગટ થશે

 

·       વ્યક્તિએ સચ્ચાઇ સાથે જીવવું જોઈએ અને સચ્ચાઈનો જ સાથ આપવો જોઈએ

·       કોઈપણ વ્યકિતના જીવનમાં આળસ ન હોવી જોઈએ અન્યથા તે મૂલ્યહીન બની જાય છે

 

·       વ્યક્તિએ ક્યારેય ખોટું ન બોલવું જોઈએ તેમ કરવાથી મન મેલું થઇ જય છે

 

·       ક્યારેય પણ ખોટી વ્યક્તિ, વિચાર અને કાર્ય નો સાથ ન આપવો જોઈએ, તે આપણી  સારપ ને ખતમ કરી નાંખે છે

 

·       વ્યક્તિએ બીજા સાથે એવો જ વ્યવહાર કરવો જોઈએ જેવો પોતાની સાથે રાખવા ઈચ્છે છે

·       એક સાચો વ્યક્તિ નાના બાળક જેવો માસુમ અને કોમલ સ્વભાવનો હોય છે

 

·       વ્યક્તિએ પોતાની જાત સાથે દિવસમાં એક વાર વાત કરવી જ જોઈએ કે જેથી પોતાના વિશે ખબર પડે

 

·       જે વ્યક્તિ પોતાના ઉપર કન્ટ્રોલ નિયંત્રણ કરી શકે છે, તે જ દુનિયામાં બીજા ઉપર કંટ્રોલ કરી શકે છે

 

·       કોઇપણ સમસ્યાને બરોબર સમજવાથી, સમાધાન સુધી પહોચવાનો અડધો રસ્તો ત્યાંથી જ મળી જાય છે

 

·       મારા વિચારો બીજા કોઈને કઈ શીખવે કે ન શીખવે પણ, મારા વિચારે તેને પોતાના માટે વિચાર કરતો તો અવશ્ય કરી દે છે

 

·       દરેક વ્યક્તિએ લગ્ન તો કરવા જ જોઈએ, જો સારી પત્ની મળી તો ખુશીઓ મળશે, અને ન મળી તો જરૂર દાર્શનિક તો બની જ જશો.

 

·       સમસ્યા વગરનું જીવન શક્ય જ નથી અને સમસ્યા જ આપણને જીવનનું મુલ્ય સમજાવે છે.

 

·       વ્યક્તિના જીવનમાં સૌથી મુલ્યવાન ચીજ છે જ્ઞાન, અને સૌથી ખરાબ ચીજ છે અજ્ઞાન.

 

·       પરિવર્તનનો નિયમ છે બિનજરૂરી ચીજોને છોડીને નવી ચીજોનું નિર્માણ કરવું.

 

·       વ્યક્તિની અંદરનું આશ્ચર્ય જ એ છે કે રહસ્યમય ચીજો ઉપરથી પડદો ઉપાડી ને તેને બુદ્ધિમાન બનાવે છે

 

·       વ્યક્તિએ દરેક જીવ પ્રત્યે દયા રાખવી જોઈએ કેમકે દરેક જીવ પોતાના ક્ષેત્રમાં સંઘર્ષ કરતા જ હોય છે

 

·       શિક્ષણ એ વ્યક્તિના જીવનમાં અગ્નિ પ્રજ્વલિત કરવાનું કામ કરે છે નહિ કે તેને વાસણમાં ભરવાનું

 

·       વ્યક્તિએ કોઈની સાથે જો મિત્રતા કરે તો દ્રઢતાથી તેને નિભાવી જોઈએ અન્યથા તે ન જ કરવી જોઈએ

 

·       જે વ્યક્તિ મૂલ્યહીન હોય છે તે ફક્ત ખાવા અને પીવાની જ બાબત વાત કરે છે જયારે જે વ્યક્તિ મુલ્યવાન હોય તે જીવનના મુલ્યો વિશે પણ વિચારે છે

 

·       જે વ્યક્તિને પોતાના અવગુણ અને બીજાના સદગુણ ની ખબર છે તે જ વ્યક્તિ જીવનમાં ખુબ સફળ બની શકે છે

·       જિંદગીનો ખરો આનંદ કીમતી વસ્તુઓ પ્રાપ્ત કરવામાં નથી, પણ પોતાની પાસે જે ચીજ છે તેનો આનંદ લેવામાં છે

 

·       મહાન વ્યક્તિ જીવનના મુલ્યો ઉપર ચર્ચા કરે છે, સામાન્ય વ્યક્તિ દુનિયાની ઘટના ઉપર ચર્ચા કરે છે જયારે નિમ્ન કોટીના વ્યક્તિઓ એકબીજાની ચુગ્લીઓ કરતી હોય છે

 

·       વ્યક્તિ માટે સૌથી અઘરું હોય તો તેની મનની ચંચળતા દૂર કરવી તે છે

 

·       પ્રકૃતિએ આપણા સૌને આપેલ ચીજોને વિવેક પૂર્વક નો ઉપયોગ લોકોની ભલાઈ માટે જ થવો જોઈએ

·       વ્યક્તિએ ભગવાન સૌનું ભલું કરો એવી પ્રાર્થના કરવી જોઈએ

·       આળસ જીવતી વ્યક્તિની કબર સમાન છે

 

·       વ્યક્તિ પૈસાથી ગુણવાન બની નથી શકતો પરંતુ સારા ગુણોથી તે જરૂર અમીર બની જાય છે

·       વ્યક્તિ માટે સૌથી મહત્વનું જ્ઞાન છે ધન નહિ, કારણ કે ધન તો અસ્થિર છે પણ જ્ઞાન હમેશા સાથે રહે છે

 

·       વ્યક્તિ જો પોતાની ભૂલો સુધરતો રહે તો જરૂર એક દિવસ તે મહાન બની શકે છે

·       જ્ઞાનની શરૂઆત જ આશ્ચર્યથી થતી હોય છે

 

·       ઈર્ષ્યા વ્યક્તિની અંદર એક બીમારીની જેમ હોય છે

 

·       દુનિયાનું સૌથી કઠીન કામ પોતાની જાત ઉપર કંટ્રોલ કરવો

 

·       વ્યક્તિએ બીજાની ભૂલો જોઇને પોતાનામાં સુધારો લાવવો જોઈએ

·       કોઈ ખોટી વ્યક્તિને સાથ આપવો એ એક ભૂલ સમાન જ છે

 

·       મનમાં લીધેલો કોઇપણ સંકલ્પ આપ પૂરો કરી શકો છો

 

·       બુદ્ધિમાન લોકો પોતાની અજ્ઞાનતાને જાણે છે, મુર્ખ તે જાણતો નથી

 

 

નરેન્દ્ર રાઠોડ

અમદાવાદ

તારીખ: ૨૯-૦૩-૨૦૨૩

01.48 am

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

Tuesday, 1 November 2022

PSM100 "પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ" બોસ્ટન અમેરિકા

PSM100 "પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ" આવી રહી છે ત્યારે ચોક્કસ વિચાર આવે જ કે પ્રમુખસ્વામી મહારાજે મારા જીવનમાં મને ક્યાંકને ક્યાંક તો સ્પર્શયા જ છે. 
જ્યારે આવા સત્પુરુષનો શતાબ્દી  મહોત્સવ ભારતમાં ઉજવાતો હોય અને હું  અમેરિકામાં છું અને વળી ગુજરાતી છું ત્યારે બોસ્ટન ક્ષેત્ર દ્વારા 4 સ્થાને "પરમ શાંતિ" નામે આ ઇવેન્ટ થઈ રહી છે ત્યારે મારે તેમાં હાજરી આપીને મારી કૃતજ્ઞતા રજૂ કરવી જ રહી.
અત્રે BAPS Lowell ક્ષેત્રની બે ઇવેન્ટની વિગતો નીચે મુજબ છે 

5 નવેમ્બર 2022 શનિવાર નારોજ બપોરે 3:30 કલાકે Andover હાઇસ્કુલ ખાતે 

6 નવેમ્બર 2022 રવિવાર નારોજ બપોરે 3:30 કલાકે Nashua હાઇસ્કુલ ખાતે "પરમ શાંતિ" નામની ઇવેન્ટ યોજાનાર છે. 
આપ રજીસ્ટ્રેશન કરાવીને આવી શકો છો. તેમજ આવનાર ભવિષ્યના BAPS ના કાર્યક્રમોની જાણકારી પણ પ્રાપ્ત કરી શકો છો. તો આજેજ રજીસ્ટ્રેશન કરી જીવનના આવનાર દિવસોમાં દિવ્યતાનો ઉમેરો કરો.
રજીસ્ટ્રેશન માટે : 
Andover Click here
Nashua Click here

તો આ તારીખ અને સમય આપના કેલેન્ડર માં બ્લોક કરીને રાખશો. 
આપ સાનુકૂળતા કરી હાજર રહી શકો તે માટે આપનું માયાળુ ધ્યાન દોરવામાં આવે છે.

આપનો 
નરેન્દ્ર રાઠોડના જય સ્વામિનારાયણ 




Tuesday, 25 October 2022

તમે તમારા જ Goal setting જાણી શકશો.


નીચે દર્શાવેલી જો એક્સરસાઇઝ સાચી રીતે કરવામાં આવે તો 

હું જીવનમાં કયા ધ્યેયની કે ગોલની પ્રાપ્તિ કરવા ઈચ્છું છું. તે બહુ સ્પષ્ટ થઈ જશે 

જેમાં બીજા કોઈને પૂછવાની કે જાણવાની જરૂર રહેશે નહીં


(1) એવું કહ્યું કામ કે વિષય છે કે જે તમને ખૂબ ગમે છે જેની સતત આતુરતા અને ઈચ્છા રહે છે


(2) એવું કયું કામ છે કે જેના માટે તમારે કોઈ સમય ફાળવવો પડતો નથી અને તે સહજ થઈ જાય છે


(3) એ કયો વિષય કે કામ છે જે કરવામાં તમને અંદરથી જ પોતાના આઈડિયા સુઝે છે અને વળી તમને એ 

કરવાની ખૂબ મજા પડે છે


(4) એ કયો વિષય કે કાર્ય છે કે જેમાં તમને એ  કરવામાં સમય પસાર કર્યા નો કોઈ થાક લાગતો નથી પરંતુ 

તમે તે કર્યા પછી તાજા મજા થઈ જાઓ છો કે શક્તિશાળી બની જાવ છો અને ખૂબ ગમે છે


(5) છેલ્લે એવો કયો વિષય કે કામ છે જે કરવા માટે તમને કોઈ પણ પ્રકારના વખાણ, પૈસા કે કોઈ ટીકાની 

પડી જ નથી છતાં તમે તેને કરવા માંગો છો અને તે કરવનો ખુબ આનદ આવે છે 


આ એક્સરસાઇઝનો ફાયદો એ થશે જે તમારે જીવનમાં ખરેખર શું જોઈએ છે તે જાણી શકાશે અને તે તરફ આપની હાલ કેવી અને ક્યાં ગતિ છે તે પણ તમે જાણી શકશો.


તેમજ આવીજ બાબતને વધારે સ્પષ્ટતા કરતી જાપાનીસ એક બુક છે. The Best seller Japanese Book : IKIGAI  : shows  - The secret of the Happy and Happiness in the life. તેની વિભાવના ઉપર પણ આપણે એક નજર મારવી હોય તો નીચેની લીંક પર ક્લિક કરવા વિનંતી છે.


click here : to know my IKIGAI



નરેન્દ્ર રાઠોડ 

બોસ્ટન યુએસએ 

તારીખ ઓક્ટોબર 2022 સવારના 10:56


Thursday, 29 September 2022

મિલેટ્સ જાગૃતિ માટે પ્રોગ્રામ કરવા અમારો સંપર્ક કરશો

 

માન. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીસાહેબના પ્રસ્તાવ ઉપર સંયુક્ત રાષ્ટ્રસભાએ 2023 ને આંતરરાષ્ટ્રીય મિલેટ્સ વર્ષ (International year of Millets - 2023) તરીકે જ્યારે જાહેર કરેલ છે.

આખું  વિશ્વ વર્ષ ૨૦૨૩ ને જયારે આંતરરાષ્ટ્રીય મિલેટ્સ  યર તરીકે આંતરરાષ્ટ્રીય સ્તરે ઉજવશે ત્યારે વિશ્વ સમક્ષ સર્વશ્રેષ્ઠ રીતે ભારતને રજૂ થવાનું હજી બાકી છે. ગુજરાત ભારતના એક અભિન્ન ભાગ છે.

મિશન ઓમની ઓજસ ગુજરાત ક્ષેત્રે મિલેટ્સ જાગૃતિ માટે અગ્રેસર એવી મિશન ઓમની સંસ્થાએ  ખૂબ સારી રીતે બધાને સાથે લઈ અને કામ કરી રહી છે. તેનું મુખ્ય સૂત્ર છે : “હું નહીં, આપણે” 

મિલેટ્સ એ મનુષ્યના  આહારમાં એ આરોગ્યની દ્રષ્ટિએ પ્રથમ સ્થાન ધરાવે છે. તેમજ માનવ સ્વાસ્થ્ય માટે પણ તે બહુ મૂલ્ય છે. તેથી તેને વધુને વધુ સ્વાસ્થ્ય સંબંધી પ્રોત્સાહિત કરવું જોઈએ, અને સાથે સાથે તેની ઉત્પાદકતા ઉત્પાદન અને ઉપયોગ પણ વધારવો જોઈએ.  આ દ્રષ્ટિએ તેનો પ્રચાર પ્રસાર આગળ વધુ ને વધુ થાય દુનિયાભરમાં આંતર રાષ્ટ્રીય સ્તરે અને રાષ્ટ્રીય સ્તરે પણ તેના કાર્યક્રમો થવા જોઈએ. તે માટે ભારત સરકારના બધા જ વિભાગો મળીને તે લક્ષની પૂર્તિ કરવા માટે આગળ કાર્ય કરી રહ્યું છે. ત્યારે હવે ઉજાગર સૌને કરવાનો સમય આવી ગયો છે. બીજા શબ્દોમાં આપણે માટે તક આવી છે, ત્યારે તે ઇન્ટેનશનથી, ઉમદા ઈરાદાથી આપણે સૌ સાથે મળીને શરૂઆત કરીએ.

 

આજે શરૂઆત છે, તેનો મધ્યાન આપણા હાથમાં છે.

એટલે – એ જ છે વિભાવના મિશન ઓમની ઓજસ ની તો ચાલો

 “હું નહીં, આપણે” 

 

મિશન ઓમની સંસ્થા અને તેના ઉમદા કાર્યમાં આપને જો રસ હોય આપ આપના ગ્રુપમાં પ્રોગ્રામ કરવા માંગતા હોય તો આપ જરૂરથી અમારો સંપર્ક કરશો.

 

Join

Telegram: 

Blog:

 

 

Narendra Rathod

Co-ordinator

Mission Omniojas

+91 81603 86966

Email:

omniojas@gmail.com

njrathod9@gmail.com

 

Tuesday, 27 September 2022

The International Year of Millets - will provide a unique opportunity to

United Nations has declared a 2023 - International year of millets. 

The International Year of Millets, therefore, stands to provide a unique opportunity to increase global production, efficient processing, and consumption, promote a better utilization of Millets food systems to promote millets as a key component of the food basket.

The International Year will
(i) elevate awareness of the contribution of millets for food security and nutrition
(ii) inspire stakeholders on improving sustainable production and quality of millets; and
(iii) draw focus for enhanced investment in research and development and extension services to achieve the other two aims.

 Government of India will also actively involved in : click 

Join us,
Mission omniojas
Ahmedabad Gujarat India
email :
omniojas@gmail.com

curtesy : https://www.fao.org/new-york/events/detail/en/c/1473311/

 


Wednesday, 21 September 2022

International year of Millets - 2023 શા માટે મહત્વનું છે ?

International year of Millets - 2023 આ આંતરરાષ્ટ્રીય મિશન શા માટે મહત્વનું છે ?



માન. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર ભાઈ મોદીના પ્રસ્તાવ ઉપર સંયુક્ત રાષ્ટ્રસભાએ 2023 ને ઇન્ટરનેશનલ યર ઓફ મિલેટ્સ યર (International year of Millets - 2023) તરીકે જ્યારે જાહેર કરેલ છે.


મિલેટ્સ  એ મનુષ્યના  આહારમાં એ આરોગ્યની દ્રષ્ટિએ પ્રથમ સ્થાન ધરાવે છે. તેમજ માનવ સ્વાસ્થ્ય માટે પણ તે બહુ મૂલ્ય છે. તેથી તેને વધુને વધુ સ્વાસ્થ્ય સંબંધી પ્રોત્સાહિત કરવું જોઈએ, અને સાથે સાથે તેની ઉત્પાદકતા ઉત્પાદન અને ઉપયોગ પણ વધારવો જોઈએ. 


આ દ્રષ્ટિએ તેનો પ્રચાર પ્રસાર આગળ વધુ ને વધુ થાય દુનિયાભરમાં આંતર રાષ્ટ્રીય સ્તરે અને રાષ્ટ્રીય સ્તરે પણ તેના કાર્યક્રમો થવા જોઈએ. તે માટે ભારત સરકારના બધા જ વિભાગો મળીને તે લક્ષની પૂર્તિ કરવા માટે આગળ કાર્ય કરી રહ્યું છે ત્યારે ગુજરાત ક્ષેત્રે મિલેટ્સ જાગૃતિ માટે અગ્રેસર એવી મિશન ઓમની સંસ્થાએ ખૂબ સારી રીતે બધાને સાથે લઈ અને કામ કરી રહી છે. તેનું મુખ્ય સૂત્ર છે : “હું નહીં, આપણે” 


મિશન ઓમની સંસ્થામાં  અને તેના કાર્યમાં આપને જો રસ હોય તો જરૂરથી અમારો સંપર્ક કરશો.

આ સાથે તેની વધુ વિગતો રજૂ કરેલ છે.


Join with Mission Omniojas

Facebook : www.facebook.com/omniojashealth/

FB Group  : https://www.facebook.com/groups/1918721834994165/?ref=share_group_link

Instagram : https://www.instagram.com/omniojas

WhatsApp: https://chat.whatsapp.com/DcHF8rFy76RIF5AYbLq5Jv

YouTube  : https://www.youtube.com/c/omniojas

Website    : https://www.omniojas.com/

Telegram  : https://t.me/+fz8nyajg0cA3YjRl

BlogSpot : https://njrathod-thoughts.blogspot.com/


you can email for more information or details 
without hesitation 

Narendra Rathod

Co-ordinator

Mission Omniojas

+91 9978 44 1517

Email :

omniojas@gmail.com

njrathod9@gmail.com


શેરબજારના પાઠ: ટ્રેડિંગમાં સફળતા મેળવવા માટેના ૫ પ્રભાવશાળી અને ચોંકાવનારા રહસ્યો

1. પ્રસ્તાવના શેરબજારમાં પ્રવેશતા દરેક ટ્રેડરના મનમાં બે લાગણીઓ સતત સંઘર્ષ કરતી હોય છે: રાતોરાત કમાઈ લેવાની કુતૂહલતા અને મૂડી ગુમાવવાનો ડર...