Tuesday, 28 April 2020
vipassana સાધના મારો અનુભવ
Monday, 27 April 2020
જીવન સૂત્રો
Funda
______________________________
ચાલ,... જિંદગી જીવી લઈએ
ચાલ,... જિંદગી જીવી લઈએ
નહીં તો, જિંદગીભરનો અફસોસ રહેશે!
ફંડા: ફંડા એ છે કે,
આ જાણી લો અને સમજી લો અને બધું જ ભૂલી જાય ભૂલી જાવ અને આજથી જ આનો વિચાર અને આચાર શરૂ કરી દો તો જિંદગી જીવંત બની જશે. તમે જે મેળવવા ઈચ્છો છો તેવી જિંદગી, તમારી જ જિંદગી હશે, પણ
(૧) ખેર, હું બીજાની અપેક્ષા મુજબ જીવન જીવું છું ?
બીજાને રાજી રાખવા ખુશ કરવા, બીજાના સ્વભાવ, પ્રકૃતિ મુજબ, માનો યા ન માનો, આવું જ જીવન જીવવા આપણે સૌ પ્રયત્ન કરતા હોઈએ છીએ. ત્યારે "લુકિંગ ગુડ" & "નોટ લુકિંગ બેડ" આવા પ્રકારની જિંદગી જીવતા હોઈએ છીએ. પણ સહેજ વિચારો, આવું કરવાથી જીવનના અંતે તમને શું થશે, શું મળશે ?
ફંડા: ફંડા એ છે કે, મારી અપેક્ષા, સ્વભાવ, ગમતા પ્રમાણે જીવવાનું શરૂ કરું અને બીજાને ગમતા થાઓ.
(2) હું ગધેડાની, જિંદગી, જિંદગીભર જીવ્યો.
અહં અને મમત્વને કારણે આખી જિંદગી કામમાં જ જોતરાઇ ને હેલ્થ રિલેશન વેલ્થ ઘણું બધું ગુમાવ્યું અને વર્કોહોલિક થઈને કામકાજ કર્યા.
વિચારજો કોના માટે હું પણ આવું કરું છું તો ઊઠો જાગો અને કામ નો અનાદર કરવાનું નથી, પણ જેને પ્રાધાન્ય આપવાનું છે, તેને આપવાનું શરૂ કરી દો.
ફંડા: ફંડા એ છે કે, હું માત્ર મારી નોકરી ધંધા કામકાજ ઉપરાંત મારા પરિવાર બાળકો આરોગ્યને અવગણીશ નહીં અને તેના ઉપર ફોકસ કરીશ, અને તેને પણ હું પ્રાધાન્યતા આપી અને નવું જીવન બનાવીશ.
(3) જેની સાથે પ્રેમ આદર હતો, તેની સાથે વધુ રહી ન શક્યો.
આ અંતિમ અવસ્થાના ઉદગારો છે! અને જો આ ઉદગારો તમારા હશે તો ! વિચારજો, કે તમારી પાસે બીજો કોઈ વિકલ્પ નથી. જો તમે આનંદ ખુશી પ્રેમ આદર અને મમત્વ અને મહત્વ આપી અને જીવન જીવ્યા હોત તો, આ ઘડી આવી ન હોત. અને હવે તમને આ કોઈ આપી શકે તેમ નથી.
ફંડા: ફંડા એ છે કે, જિંદગી આપણને સુખ, સમૃદ્ધિ, શાંતિ નથી આપી શકતી. એ તો આપણને સમય, સ્થળ, સંબંધ અને સમજ આપી શકે છે.
(4) મારી લાગણીઓ પ્રદર્શિત ન કરી શક્યો.
તમારી લાગણીઓને રૂંધી ન રાખો, જે તમને ગમતા લોકો વચ્ચે વધુ સમય આપશો, ખુલ્લું મન રાખશો, તો પણ રહેશો. તો જીવનના અંત ભાગે, અફસોસ કરવાનો વારો નહીં આવે.
ફંડા: ફંડા એ છે કે,
"Live life lively,
which are you love"
જીવન એવું જીવો અને બનાવો કે જેને તમે ચાહો છો.
(5) હું મારી જાતને ખુશ કેમ રાખી ન શક્યો ?
મારા જ સંકુચિતતાના વિચારે જીવનની મોકળાશને છીનવી લીધી છે, અને અંતે અફસોસ સિવાય કાંઈ રહેતું નથી.
ખુશ રહેવા માટે તમારા જીવનનું રિમોટ કંટ્રોલ બીજાના હાથમાં આપવાને બદલે કે બીજાની એપ્રુવલ લેવાને બદલે, બીજાના અભિપ્રાય પૂછવાને અને જાણવાને બદલે, તમે તમારી જાતને સતત ખુશ રાખવાનો પ્રયત્ન કરો.
ફંડા: ફંડા એ છે કે,
તમને કોઈ સુખી કે દુઃખી કરી શકતું નથી તમે જ તમારી જાતને સુખી કે દુઃખી કરી શકો છો.
તમારું મન જે કહે તે કરો અને જીવનને મસ્ત બનાવો અને મસ્ત રહો.
રેફરન્સ:
આ કોઈ મનઘડત વાતો નથી, ઘણા સંશોધન પછી આ પાંચ મુદ્દા બહાર તારવવામાં આવ્યા છે. એક હોસ્પિટલની નર્સ દ્વારા જે પેશન્ટને અંતિમ ગણતરીના દિવસો બાકી રહેતા, તેણે તેઓનો ઘણો અભ્યાસ કરીને આ સંશોધન રજૂ કરવામાં આવેલ છે.
મરણ પથારીએ પડેલ વ્યક્તિની અંતિમ પાંચ ઈચ્છા, પાંચ અંતિમ અફસોસ કેવા હોય છે ?
કાશ આપણે પણ તેવી પરિસ્થિતિ ન થાય તે માટે આ બ્લોગ છે.
વિશેષ માહિતી આપ પણ મેળવી શકો છો.
સંકલન ~Source:
વેબસાઈટ : thegaurdian.com
Topic : Top 5 regrets of the dying.
નરેન્દ્ર રાઠોડ
બોસ્ટન, અમેરિકા
21 સપ્ટેમ્બર 2019
Creat more time વધુ સમય બનાવો
મોટાભાગના લોકો ને એક જ પ્રશ્ન હોય છે કે "No Time" સમય નથી. પણ, જે લોકો ખરા અર્થમાં બીઝી કે વ્યસ્ત છે તેઓ તો ટાઈમ મેનેજમેન્ટ કરી જ શકે છે.
પણ ખેર
આપણે જો સમયનો વધુ સારો ક્રિએટિવ કરવો હોય તો એક સરસ અજમાવેલો અને સફળ થયેલો ઉપાય છે.આપ પણ કરી શકો અને સફળ બની શકો છો.
કોઈપણ કાર્ય દસ મિનિટ પહેલા શરૂ કરો જે તમને વધુ વિચારો આરામ અને આદર્શ વાતાવરણ પૂરું પાડશે. અને થશે કે ઓહ મારી za
જ્યારે તમને આ સમજાઈ જશે ત્યારે નાચી ઉઠસો અને ઉત્સાહ આવી જશે અને તમારો તણાવ જતો રહેશે, હેપીનેસ કહેતા આનંદના ઉત્સવ અનેરો વધારો થઈ જશે.
તમારા જીવનમાં એવી પણ કેટલીક વ્યક્તિઓ હશે તે હંમેશા સમયસર કે સમય પહેલા કોઈપણ પ્રોગ્રામ માં ક્યારે હાજર હોય એટલુંજ નહીં ક્યારેય મોડી ttg ygપડેલી ન હોય, જેમ કે મારા પિતાશ્રી જેઠાલાલ રાઠોડ તે તેનો ઉત્તમ ઉદાહરણ છે.
તો શરૂ કરો આજથી જ અત્યારથી જ દસ મિનિટ અર્લી ઇન એવરી થિંગ એન્ડ બીકમ timely winner.
All the Best,
Narendra Rathod
26-09-2016
જીવનને મધુર બનાવવું આપણા હાથમાં જ છે
લક્ષ્યપ્રાપ્તિ નો ખરો અર્થ!
Sunday, 12 April 2020
માન્યતાનું નિર્માણ અને માન્યતા બદલો
માન્યતા જેને આપણે અંગ્રેજી શબ્દ Belief તરીકે ઓળખીએ છીએ.
તેને એક પ્રસંગ દ્વારા સમજીએ, એક ગામડાના બે મિત્રો સૌ પ્રથમવાર ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા. ટ્રેન ચાલી રહી હતી, અને બન્ને જણા કુતૂહલવશ બારીમાંથી બધું જોયા કરતા હતા. તે સમય દરમિયાન તેમને ભૂખ લાગતાં તેમણે તેમનો નાસ્તાનો ડબ્બો ખોલ્યો અને ખાવાનું શરૂ કર્યું. તો બંને મિત્રો પહેલા તું ખા, અને પહેલા તું ખા,આમ કરતા એક મિત્રે ખાવાનું શરૂ કર્યું અને અચાનક જ બોગદું આવ્યું અને અંધારું થઈ ગયું, તરત જ તે ગભરાઈ ગયો અને તેના મનમાં એવી ભ્રાંતિ થઈ કે ટ્રેનમાં આ ખાવાથી જ મને અંધાપો આવી ગયો છે.
એક ઉદાહરણ પ્રસંગ છે, અંધારું તો છે જ નહીં પણ પ્રકાશ નથી એ જ પ્રોબ્લેમ છે. પણ જો નિર્ણય થઇ જાય કે પ્રકાશ છે જ. તો કોઈ પ્રશ્ન જ ન રહે.
તો આવા પ્રસંગોથી ક્યારેક આપણા મનમાં જીવનમાં કેટલીક ગંઠાઈ ગયેલી માન્યતાઓ આપણા જીવનમાં અંધાપો લાવી દેતી હોય છે.
તો એમાંથી હવે આપણે કેવી રીતે બહાર આવી શકીએ ?
તેનો વિચાર કરીએ, માન્યતા બદલો
આવીજ રીતે આપના જીવનના રાહમાં કેટલાય બોગદા આવે ત્યારે અંધકાર છવાય જાય છે, પણ તે કાયમી નથી,....
આ વિષય ઉપરનો મારો આગામી બ્લોગ રીફર કરવા વિનંતી છે.
તારીખ: 12-04-2020 11.45 am
અમદાવાદ
શેર માર્કેટ - રણ નીતિ : કનુભાઈ દવે
વિરમગામના આદરણીય જેઠાલાલ શાસ્ત્રીજીના પુત્ર કનુભાઇ જે. દવે દર સોમવારે દિવ્ય ભાસ્કર દૈનિકની વ્યાપાર વાણિજ્ય પૂર્તિમાં અભ્યાસ લેખ લખે છે. તેમન...
-
વિરમગામના આદરણીય જેઠાલાલ શાસ્ત્રીજીના પુત્ર કનુભાઇ જે. દવે દર સોમવારે દિવ્ય ભાસ્કર દૈનિકની વ્યાપાર વાણિજ્ય પૂર્તિમાં અભ્યાસ લેખ લખે છે. તેમન...
-
મારું ikigai તમારું જીવન જીવવાનું કારણ શું છે? જેમાં તમારો જુસ્સો, ધ્યેય, કૌશલ્ય અને વ્યવસાય એ બધાનો સમન્વય થાય છે.જેમાં એક પ્રત્યેક ...
-
ગઢડા અંત્ય ૯ - સારાંશ જે અમારા મોટા મોટા પરમહંસ છે તેની જેવી સ્થિતિ છે ને સમજણ છે તે અમે તમને બાઈ-ભાઈ સર્વને કહીએ ...